બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / બોલિવૂડ / Animal movie conflict with cine 1 studios murad khetani has been settled outside the delhi highcourt

હાઈકોર્ટ / રણબીર કપૂરના ચાહકોને મોજ: આ દિવસે ચર્ચિત ફિલ્મ અનિમલ OTT પર થશે રીલીઝ, કોર્ટની બહાર થયું ઓપરેશન નફો

Vaidehi

Last Updated: 07:22 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણબીર કપૂર અને બોબી દેઓલની ફિલ્મ એનિમલનાં OTT પર રિલીઝ થવાને લઈને ચાલતા વિવાદનો અંત! આ તારીખે ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે મૂવી.

  • Animal ફિલ્મનાં OTT પર સ્ટ્રીમ થવાને લઈને વિવાદ
  • દિલ્હી હાઈકોર્ટમાં કેસ નોંધાયા બાદ વિવાદ શરૂ થયો હતો
  • શક્ય છે કે ટૂંક સમયમાં ઓટીટી પર સ્ટ્રીમ થશે મૂવી

સંદીપ રેડ્ડી વાંગાનાં ડાયરેક્શનમાં બનેલી એનિમલ ફિલ્મ 2023માં રિલીઝ થઈ હતી. રણબીર કપૂર, બોબી દેઓલ અને રશ્મિકા મંદાના સ્ટારર આ મૂવીને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મે મોટી કમાણી કરી હતી. પણ સિને 2 સ્ટૂડિયોઝ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં ફિલ્મ સામે કેસ નોંધાયો  હતો જે બાદ ફિલ્મનાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાને લઈને વિવાદો શરૂ થયાં હતાં. જો કે હવે ટૂંક સમયમાં ફિલ્મ ઓટીટી પર સ્ટ્રીમ થશે તેવું લાગી રહ્યું છે.

2.6 કરોડ રૂપિયા ચૂકવ્યાનો મામલો
સિને 1 સ્ટૂડિયોનાં માલિક મુરાદ ખેતાનીએ દિલ્હી હાઈકોર્ટમાં ટી-સીરીઝની સામે કેસ નોંધ્યો હતો જેમાં તેના વકીલે કહ્યું કે ટી-સીરીઝે પ્રમોશન વગેરે ચીજો પણ ઘણો ખર્ચો કર્યો છે અને એગ્રિમેંટ અનુસાર એનિમલનાં પ્રોફિટ શેરીંગનો એકપણ પૈસો તેમને આપ્યો નથી. જેને લઈને ટી-સીરીઝને પ્રેઝેન્ટ કરનારા વકીલ અમિત સિબ્બલે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે સિને 1 સ્ટૂડિયોને 2.6 કરોડ રૂપિયા આપ્યાં છે.

કોર્ટની બહાર ઊકેલાઈ ગયો કેસ?
હવે મીડિયા રિપોર્ટ અનુસાર આ વિવાદની વચ્ચે ટી-સીરીઝ અને મુરાદ ખેતાનીએ આ પ્રોફિટ શેરિંગ મામલાને કોર્ટની બહાર ઊકેલી લીધો છે. રિપોર્ટ અનુસાર 22 જાન્યુઆરીનાં બંને પક્ષોનાં વકીલોએ દિલ્હી હાઈકોર્ટને સૂચિત કર્યું હતું કે તેઓ આ મામલાનું નિરાકરણ લાવવા માટે એક કરાર પર પહોંચી ગયાં છે. એટલે કે કોર્ટની બહાર આ મુદે સેટલમેંટ થઈ ગયું છે. બસ હવે કોર્ટનાં અપ્રૂવલની રાહ જોવાઈ રહી છે.

વધુ વાંચો: ..તો સૈફ અલી ખાને એક હાથ ગુમાવ્યો હોત! જાતે જ વર્ણવી દર્દનાક ઘટના, પાટાપિંડીમાં દેખાયો

વિવાદો બાદ OTT પર સ્ટ્રીમ થઈ શકશે મૂવી
રિપોર્ટ અનુસાર સોમવારે જજ સંજીવ નુરલાએ બંને પાર્ટી દ્વારા કરવામાં આવેલ એગ્રીમેંટને જોયું અને દસ્તાવેજોનો સ્વીકાર કર્યો. મામલાની આવતી સુનાવણી 24 જાન્યુઆરીનાં થશે જ્યારે કોર્ટ ચુકાદો આપશે. આશા છે કે એનિમલ 26 જાન્યુઆરી એટલે કે પોતાની નક્કી કરેલી તારીખ પર જ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર મૂવી સ્ટ્રીમ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ