બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Anantnag: Shaheed Manpreet SIngh Antim Yatra, 6 year old son saluted colonel and said papa jay hind

જય હિન્દ કી સેના / VIDEO: છ વર્ષના દીકરાએ વર્દી પહેરીને કર્યું સેલ્યુટ, બહેને બાંધી રાખડી: શહીદની અંતિમ વિદાયના દ્રશ્યો જોઈ હૈયું ધ્રુજી જશે

Vaidehi

Last Updated: 04:43 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનંતનાગ અથડામણમાં શહીદ થયેલ કર્નલ મનપ્રીત સિંહને તેમના 6 વર્ષનાં પુત્રએ મુખાગ્નિ આપી. છેલ્લે કહ્યું- પપ્પા જય હિંદ!

  • અનંતનાગ અથડામણમાં ભારતનાં 3 સપૂતો શહીદ થયાં
  • કર્નલ મનપ્રીત સિંહની આજે અંતિમ યાત્રા નિકળી
  • 6 વર્ષનાં પુત્રએ સૈનિકની વર્દીમાં પિતાને સલામી આપી

અનંતનાગમાં બુધવારે 13 સપ્ટેમ્બરનાં રોજ આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલ ચંદીગઢનાં કર્નલ મનપ્રીત સિંહનું આજે તેમના ગામ ભડૌજિયામાં અંતિમ સંસ્કાર થયું. સૈન્ય સમ્માનની સાથે કર્નલને આખરી વિદાય આપવામાં આવી. શહીદ કર્નલનાં 6 વર્ષનાં દીકરાએ પોતાના પિતાને મુખાગ્નિ આપી.

6 વર્ષનાં બાળકે કર્યું પિતાનું અંતિમ સંસ્કાર
કર્નલ મનપ્રિતનાં પરિવારમાં તેમની પત્ની જગમીત ગ્રેવાલ, મા અને 2 બાળકો છે. તેમાં એક બાળક 6 વર્ષનો અને 2 વર્ષની દીકરી શામેલ છે.  આજે કર્નલનાં 6 વર્ષનાં પુત્રએ સૈનિકની વર્દીમાં પોતાના પિતાને મુખાગ્નિ આપી.  છેલ્લે કહ્યું-પપ્પા જય હિંદ!

પિતાને સલામી આપી
શહીદનું પાર્થિવ શરીર જ્યારે મોહાલી સ્થિત તેમના ગામમાં પહોંચ્યું ત્યારે તેમના 6 વર્ષીય પુત્રએ પિતાને સલામી આપી. વર્દીમાં આવેલ આ બાળકની વીરતાને જોઈને ત્યાં હાજર સૌની આંખોમાં ગર્વનાં આંસુ આવી ગયાં હતાં. 

'શહીદ મનપ્રીત સિંહ અમર રહે'
શહીદનાં ઘરથી 200 મીટર દૂર આવેલ સ્થળ સુધી પહોંચવામાં યાત્રાને 20 મીનિટનો સમય લાગી ગયો. શહીદ કર્નલની આ અંતિમ યાત્રામાં પંજાબનાં ગર્વનર બનવારી લાલ પુરોહિત પણ જોડાયા હતાં.  ચંદીગઢથી જ્યારે શહીદનાં પાર્થિવ દેહને ભડૌજિયા લઈ આવવામાં આવ્યું ત્યારે તેમના ઘરની બહાર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. કર્નલ મનપ્રીતની પત્ની તેમના તાબૂત પાસે માથું રાખીની ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી રહી હતી. આખું ગામ શહીદ કર્નલની અંતિમ યાત્રામાં સાથે ચાલી રહ્યું હતું. રસ્તામાં માત્ર એક જ નારો ગૂંજી રહ્યો હતો- શહીદ મનપ્રીત સિંહ અમર રહે.

સવારે જ પરિવારજનો સાથે વાત કરી હતી
આતંકી હુમલામાં શહીદ થયેલ કર્નલ મનપ્રીત સિંહ એ બટાલિયનનું નેતૃત્વ કરી રહ્યાં હતાં જેણે બુધવારે સવારે અનંતનાગમાં ઓપરેશન ફરી શરૂ કર્યું હતું. ગોળીબારીમાં તેઓ ગંભીરરીતે ઘાયલ થયાં હતાં અને પછી મૃત્યુ પામ્યાં. આ ઓપરેશન પહેલા કર્નલ મનપ્રીતે સવારે 6.45 વાગ્યે પોતાના પરિવારનાં સદસ્યોની સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે અત્યારે બિઝી છું સાંજે વાત કરીશ.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ