બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Anand Mohan Singh, BIHAR news : bjp, jdu, rjd statements and update on release of Gangster

રાજરમત / માફિયા 'આનંદ' મોહન : દલિત DMને કારમાંથી ખેંચીને માર્યો, સરકારે છોડાવવા માટે બદલી નાંખ્યા નિયમો, BJPએ ગણાવ્યો 'બિચારો'

Parth

Last Updated: 06:43 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WHO IS ANAND MOHAN SINGH : અતિક અહેમદની ખુલેઆમ હત્યા અને માફિયાઓના એન્કાઉન્ટર વચ્ચે વધુ એક ગેંગસ્ટર ચર્ચામાં છે આનંદ મોહન સિંહ, જેને છોડાવવા માટે બિહારની તમામ પાર્ટીઓ થઈ ગઈ ભેગી.

  • દલિત IAS અધિકારીની સરાજાહેર હત્યાનો દોષિત આનંદમોહન 
  • પાવર એટલો કે સરકારે જેલના નિયમો બદલીને છોડાવ્યો 
  • ભાજપ, RJD, JDU, કોંગ્રેસ તમામ પાર્ટીઓએ આ માફિયાને નેતા બનાવ્યો 
  • 14 વર્ષ જેલમાં રહ્યા બાદ ફરી તમામ પાર્ટીઑ કરી રહી છે સમર્થન 
  • વોટ માટે કેટલી હદે જશે રાજનેતાઓ? 

ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા અને ગેંગસ્ટર અતિક અહેમદ તથા ભાઈ અશરફની પોલીસ કસ્ટડીમાં હત્યા બાદ ઘણા બધા નેતાઓએ દબાયેલી અવાજે હત્યાનું સમર્થન કર્યું. અતિકના દીકરા અસદના એન્કાઉન્ટર પર ખૂલીને ભાજપ નેતાઓએ નિવેદનો આપ્યા અને સમર્થન કર્યું. પણ યુપીના જ પડોશી રાજ્ય બિહારમાં એક માફિયા જે IASની હત્યા માટે દોષિત છે તેને જેલમાંથી છોડાવામાં આવ્યો છે. બિહારની તમામ રાજકીય પાર્ટીઓ આ નિર્ણયનું ખૂલીને સમર્થન કરી રહી છે. 

કોણ છે આનંદ મોહન સિંહ? 
17 વર્ષની ઉંમરમાં જ આનંદ મોહન સિંહ રાજકારણમાં સક્રિય થઈ ગયો હતો, તેના ગામના લોકો તે સમયે આનંદ મોહનને માન સન્માન આપતા હતા કારણ કે કહેવામાં આવે છે કે તેના દાદા સ્વતંત્રતા સેનાની હતા. ઈમરજન્સી દરમિયાન આનંદ મોહન સિંહને જેલ થઈ, ત્યાંથી છૂટ્યા બાદ તે એક રાજપૂત યુવા નેતા તરીકે બહાર આવ્યો. જોકે ધીરે ધીરે આ યુવા નેતાનું નામ બિહારના મોટા ગેંગસ્ટર તરીકે જાણીતું થઈ ગયું, પોલીસે તેના પર ઈનામ પણ જાહેર કર્યું. 1990માં જનતા દળે ટિકિટ આપી તો ધારાસભ્ય બની ગયો.

જાતિઓના રાજકારણમાં બન્યો મોટો નેતા 
1990માં જ કેન્દ્રની વીપી સિંહ સરકારે OBCને અનામત આપવાનું એલાન કરી દીધું, આનંદ મોહન સિંહ શરૂઆતથી જ અનામતના વિરોધી રહ્યા હતા તેથી અહીંથી જનતા દળ સાથે નાતો તોડ્યો. 1993માં પોતાની જ પાર્ટી બનાવી નાંખી. 

ભાજપના દિગ્ગજ નેતા સુશીલ કુમાર જુઓ કઈ રીતે હત્યારાને ગળે લગાવે છે 

દલિત IAS અધિકારીને ગાડીમાંથી ખેંચીને મારી નાંખ્યા 
1994માં બિહારની વૈશાલી લોકસભા સીટ પર પેટાચૂંટણી હતી, જેમાં આનંદ મોહન સિંહના પત્ની લવલી આનંદ વિજેતા થયા. આ જ સમયે આનંદ મોહન સિંહની પાર્ટીનો નેતા છૂટ્ટન શુક્લા પણ ચૂંટણી લડવા ઉતર્યો, શુક્લા તે સમયે મોટો ગેંગસ્ટર હતો. મુઝફ્ફરપુરમાં છૂટ્ટન શુક્લાની હત્યા કરી દેવામાં આવી, આખા બિહારમાં તણાવ પેદા થઈ ગયો. અહીં શબયાત્રામાં આનંદ મોહન સિંહે ભડકાઉ ભાષણ આપ્યું, જે બાદ ભીડ નારા લગાવતી હાઇવે તરફ પહોંચી. 

આ રસ્તા પર દૂરથી એક સફેદ રંગની સરકારી ગાડી આવી રહી હતી, જેમાં ગોપાલગંજના DM જી. કૃષ્ણૈયા જઈ રહ્યા હતા, ભીડે ગાડી પર પથ્થરમારો કર્યો અને તેમને ગાડીમાંથી ઉતારવામાં આવ્યા અને ખૂબ જ નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી. પોલીસની FIR માં નોંધાવામાં આવ્યું કે ભીડને ગોળી મારવાનો આદેશ આનંદ મોહન સિંહે જ આપ્યો હતો. 35 વર્ષના દલિત IAS અધિકારીની હત્યાથી આખા દેશમાં હડકંપ મચી ગયો, જે બાદ આનંદ મોહન સિંહ ફરાર થયો અને ધરપકડ થઈ. 

જેલમાં બંધ હત્યારાને RJD અને BJPએ સમર્થન આપ્યું 
આટલો કુખ્યાત આરોપી દોઢ વર્ષ બાદ જેલમાંથી જ લોકસભાની ચૂંટણી લડે છે અને જીતી પણ જાય છે, 1998માં ફરીવાર ચૂંટણી જીત્યો. સમયની બલિહારી તો જુઓ, જે લાલુ પ્રસાદ યાદવનો વિરોધ કરીને આનંદ મોહન રાજકારણમાં આવ્યો, તે જ લાલુ પ્રસાદ યાદવની પાર્ટીએ આનંદ મોહન સિંહનું સમર્થન કરે છે. 1999માં આનંદ મોહનને BJPએ સાથ આપ્યો, જોકે ત્યારે ચૂંટણી હાર્યો. 

પેરોલ બહાર આવતો ત્યારે રહેતો હતો દબદબો 
વર્ષ 2007માં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો, જેમાં આનંદમોહનને IAS ની હત્યા માટે દોષિત જાહેર કરવામાં આવ્યો અને ફાંસીની સજા થઈ. વર્ષ 2008માં હાઇકોર્ટે રાહત આપી અને ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી નાંખી. આ જ કેસમાં આનંદમોહન સજા કાપી રહ્યો હતો, જોકે પેરોલ પર બહાર આવે ત્યારે આનંદ મોહનનો દબદબો કોઈ મોટા મહાન નેતા જેવો હોય છે. પેરોલ પર બહાર આવ્યા બાદ તે ભાજપ, JDU સહિતની પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરે છે અને આ નેતાઓ પણ કોઈ જ શરમ વગર આ દોષિત હત્યારાને ગળે લગાવે છે. 

દીકરાની સગાઈમાં મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી આવ્યા 

કોંગ્રેસ અને JDU પણ આનંદ મોહન માટે નતમસ્તક 
આનંદ મોહનને મોટો કરવામાં કોઈ એવી પાર્ટી નથી જેનું યોગદાન ન હોય. વર્ષ 2010માં કોંગ્રેસ પાર્ટીએ જેલમાં બંધ હત્યારા આનંદમોહનની પત્નીને લોકસભાની ટિકિટ આપી દીધી, 2014માં સમાજવાદી પાર્ટીએ ટિકિટ આપી, જોકે બંને વખત હાર થઈ. 2020માં JDUએ આનંદમોહનના દીકરા ચેતનને ટિકિટ આપી અને તે ધારાસભ્ય બની ગયો.  

હત્યારાને છોડાવવા સરકારે આખા નિયમો બદલી નાંખ્યા 
ઘણા સમયથી બિહારમાં એવા સંકેત મળી રહ્યા હતા કે નીતિશ કુમાર આનંદમોહન સિંહને જેલમાંથી છોડાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. બિહારની જેલો માટે એક નિયમ હતો, સરકારી અધિકારીઓની હત્યાના દોષિતને સારા વ્યવહારના આધારે જેલમાંથી છોડી શકાશે નહીં. જોકે ખુદને સુશાસન કહેતા નીતિશ બાબુ તથા લાલુના તેજ એવા તેજસ્વી યાદવની ગઠબંધન સરકારે, દલિત DMના હત્યારાને છોડાવવા માટે આ જ નિયમ જ હટાવી દીધો. નોંધનીય છે કે કોઈ દોષિતને આજીવન કેદ થાય પછી 14 વર્ષ બાદ જેલમાં સારા વ્યવહારના આધારે સરકારો ભલામણો કરીને છોડતી હોય છે.

બધી પાર્ટીઓ સામેલ છે આનંદ મોહન સામે નતમસ્તક થવામાં 

નીતિશ કુમાર (JDU) : તેમણે કહ્યું હતું કે પ્રયાસ કરી રહ્યો છું, ચિંતા ના કરો, તેમની સરકારે જેલના નિયમો બદલ્યા. 
તેજસ્વી યાદવ (RJD) : પિતા લાલુ યાદવના સમયમાં થઈ ધરપકડ, દીકરા તેજસ્વી યાદવના સમયમાં મળી મુક્તિ 
સુશીલ મોદી (BJP) : પહેલા આનંદ મોહન સાથે મુલાકાત કરી, ગળે લગાવી ફોટો પડાવ્યા, બાદમાં કર્યો વિરોધ 
રાજીવ પ્રતાપ રૂડી (BJP) : કહ્યું, આનંદ મોહન તો નિર્દોષ છે, તેમને હત્યાકાંડમાં ફસાવવામાં આવ્યા હતા, JDU-RJDએ માફી માંગવી જોઈએ 
ગિરિરાજ સિંહ (BJP) : કહ્યું, એ બિચારા તો બલીના બકરા છે, આટલી સજા ભોગવી, કોઈ જ વિરોધ નથી 

IASના પત્ની ઉમાની આંખોમાં નિરાશા

કૃષ્ણૈયાના પત્નીના આંસુઓનો હિસાબ આપશે નેતાઓ? 
IAS કૃષ્ણૈયાના પત્નીએ કહ્યું કે વોટબેન્કની રાજનીતિના કારણે આ બધુ થઈ રહ્યું છે. મારી સાથે અન્યાય થઈ રહ્યો છે, પહેલા દોષિતને ફાંસી થઈ, પછી આજીવન કેદમાં ફેરવી દેવાઈ, હવે તો જેલમાંથી જ છોડી રહ્યા છે. નોંધનીય છે કે IAS એસોશિએશન દ્વારા પણ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

IAS એસોશિએશને કર્યો વિરોધ 

આનંદ મોહન સિંહને છોડવા પાછળ છુપાયેલું છે વોટોનું ગણિત 
બિહારમાં રાજપૂત સમાજની અંદર આંનમોહન સિંહનો દબદબો છે, આજે પણ તેના સમર્થકો રાજ્યમાં ખૂબ મોટી સંખ્યામાં છે, એવામાં ઘણી વખત નીતિશ કુમારના કાર્યક્રમમાં આનંદમોહનને છોડાવવા માટે નારા લાગી ચૂક્યા છે અને એવામાં નીતિશ કુમારે મંચ ઉપરથી કહ્યું હતું કે અમે પ્રયાસ કરી રહ્યા છીએ, જલ્દી જ સારા સમાચાર મળશે. 

બિહારમાં વિપક્ષની ભૂમિકામાં ભારતીય જનતા પાર્ટી છે. આનંદમોહન સિંહ પહેલા ભાજપમાં રહી ચૂક્યો છે અને હાલ પણ મોટા મોટા નેતા આ નિર્ણયનું ખૂલીને સ્વાગત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીને ડર છે કે જો આનંદ મોહન સિંહ નીતિશ કુમારને સમર્થન આપી દેશે તો કોસી ક્ષેત્રમાં રાજપૂત સમાજ એકતરફી વોટિંગ કરશે. 

નોંધનીય છે કે બિહારમાં પાંચ ટકા વૉટર્સ રાજપૂત સમાજના છે, નવ લોકસભા બેઠકો પર રાજપૂતોનો સીધો દબદબો છે. એવામાં નીતિશ કુમારના આ નિર્ણયના કારણે આગામી લોકસભા ચૂંટણીમાં JDU-RJDને તેનો સીધો લાભ મળી શકે તેમ છે. 90ના દાયકામાં જ્યારે બિહારમાં જાતિઓનું રાજકારણ ચરમસીમા પર હતું ત્યારે લાલુ યાદવ દલિતોના નેતા બનીને આગળ આવ્યા હતા અને તે જ આનંદ મોહને સવર્ણોની નેતાગીરી કરી અને એનું જ પરિણામ છે કે આજે પણ સવર્ણોમાં તેનું આટલું પ્રભુત્વ છે.

હજુ ટણી તો જુઓ
હજુ તો જેલમાંથી છૂટે તેની પહેલા આનંદ મોહન પેરોલ પર દીકરાની સગાઈ માટે બહાર આવ્યો હતો. સગાઈમાં મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રી સહિતના તમામ મોટા મોટા નેતાઓ પહોંચ્યા. આનંદ મોહને એક મીડિયા સાથે વાતચીતમાં બિલકિસ બાનો કેસનું ઉદાહરણ આપી કહ્યું કે રેપ-મર્ડરમાં પણ ન છોડવા જોઈએ, તો ગુજરાતમાં કેમ છોડવામાં આવ્યા? આટલું જ નહીં, તેણે વધુમાં કહ્યું કે મહાત્મા ગાંધીની હત્યામાં સામેલ ગોપાલ ગોડસેને 14 વર્ષ બાદ છોડી દેવામાં આવ્યો હતો. 

આનંદ મોહન બીજાને નિયમ બતાવવા લાગ્યો, આનંદ મોહને કહ્યું કે- સરકારી સેવકની હત્યા ON DUTY કરવામાં આવી નહોતી, રસ્તા પર થઈ હતી. એટલે મારી સજાના 14 વર્ષ બાદ મને છોડી શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ