બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An important meeting will be held today regarding the dispute of the candidate on the Sabarkantha seat

લોકસભા ચૂંટણી 2024 / શું સાબરકાંઠા લોકસભા બેઠક પરથી બદલાશે ઉમેદવાર? વિવાદ વચ્ચે આજે આગેવાનો સાથે CMની બેઠક

Vishal Khamar

Last Updated: 10:00 AM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ-કોંગ્રેસમાં વિરોધ વંટોળ ઉભો થવા પામ્યો છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર બદલી મહિલા ઉમેદવારને ટીકીટ આપતા વિરોધ ઉભો થવા પામ્યો છે. જેને લઈ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીનાં નિવાસ સ્થાને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે મહત્વની બેઠક મળનાર છે. સાબરકાંઠા લોકસભા બેઠકનાં આગેવાનો મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. વિવાદ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે સાબરકાંઠાનાં કાર્યકરો મુલાકાત કરશે. સાબરકાંઠા બેઠક પર ભાજપ ઉમેદવારને લઈ વિવાદ થયો હતો. ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું ભીખાજીનાં સમર્થનમાં કાર્યકરો દ્વારા રાજીનામાં આપતા વિવાદ વધી જવા પામ્યો હતો. 

Sabarkatha seat BJP re sensing process candidate was started

હર્ષ સંઘવી શુક્રવારે હિમતનગર પહોંચ્યા હતા
લોકસભાનો માહોલ જામી રહ્યો છે તેવામાં ભાજપને પહેલી વખત રાજ્યમાં ઉમેદવારોને લઇ અસમંજસનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠામાં હવે ભાજપ તેમના બીજા ઉમેદવાર એટલે કે શોભના બારૈયાને પણ બદલી ત્રીજા ઉમેદવારની શોધ શરૂ કરી છે.. સાબરકાંઠાના હિંમતનગરમાં હર્ષ સંઘવીએ બેઠક યોજતાં એવી ચર્ચા વહેતી થઇ હતી કે ભાજપમાં આંતરિક વિરોધ ખાળવા સંઘવી હિંમતનગર પહોંચ્યા છે. જો કે બંધબારણે 3 કલાકથી ચાલી રહેલી બેઠકમાં સેન્સપ્રક્રિયા શરૂ કરી દેવાતાં હવે સાબરકાંઠામાં ત્રીજો ઉમેદવાર જાહેર થાય તેવી ચર્ચા શરૂ થઇ છે.

જિલ્લા ભાજપ પ્રમુખને બેઠકથી દૂર રખાયા
બેઠકમાં સાબરકાંઠાના પહેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરને બોલાવવામાં આવ્યા જે બાદ સેન્સ પ્રક્રિયા માટે તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોને તાત્કાલિક બેઠકમાં ઉપસ્થિત રહેવા જાણ કરાઇ હતી. ત્યારે હવે શોભનાબેન બારૈયાના સ્થાને નવો ઉમેદવાર જાહેર થશે તેવી પ્રબળ શક્યતા છે. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બોલાવાયેલી બેઠકમાં અરવલ્લીના ભીખુસિંહ પરમાર, MLA પી.સી.બરંડા, પૂર્વ જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભીને બોલાવાયા હતા. જો કે અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રાજેશ પટેલને બેઠકથી દૂર રખાતા તર્ક વિતર્ક શરૂ થયા છે.

આ બેઠક પર બદલાઇ શકે છે ફરી ઉમેદવાર
આ સાથે બેઠકમાં જેમના નામની માગ થઇ રહી હતી તેવા મહિલા મોરચાના કૌશલ્યા કુંવરબા અને રેખાબા પણ ઉપસ્થિત છે. તેવામાં સાબરકાંઠામાં ભાજપ બીજી વખત ઉમેદવાર બદલી ત્રીજો ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે. બેઠકમાં હાલના ઉમેદવાર શોભના બારૈયાને આમંત્રણ અપાયું નથી. સેન્સ પ્રક્રિયા શરૂ થતાં સાબરકાંઠામા ભાજપના નવા ઉમેદવારને લઇ માહોલ ગરમાયો છે.

બે દિવસ પહેલા કાર્યકરોએ ભાજપ કાર્યાલય ખાતે વિરોધ કર્યો હતો
સાબરકાંઠાનાં અરવલ્લી ભાજપ કાર્યાલય ખાતે ભીખાજીનાં સમર્થકો ફરી મેદાને ઉતર્યા છે. કાર્યાલયમાં ઉમેદવારોએ શોભનાબેન બારૈયાની હાજરીમાં વિરોધ કર્યો હતો. સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરે ટિકિટ આપવાની સમર્થકોની ઉગ્ર માંગ છે. ભાજપ કાર્યાલય પર વિરોધને લઈ કાર્યાલયનાં દરવાજા બંધ કરાવવાની ફરજ પડી હતી. ત્યારે વિરોધ કરી રહેલા કાર્યકરોને અટકાવવા પોલીસ બોલાવવી પડી હતી. 

વધુ વાંચોઃ ઘોર કળિયુગ! દીકરી પર પિતાની દાનત બગડી, એક વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, અમદાવાદનો હચમચાવી મૂકે તેવો કિસ્સો

ભીખાજીને ટીકીટ મળવી જોઈએ તેવી અમારી માંગ છે
આ બાબતે ભીખાજી ઠાકોરનાં સમર્થકે જણાવ્યું હતું કે, આયાતી ઉમેદવાર જે આવ્યા છે. તેનો અમે સખ્ત વિરોધ કરીએ  છીએ. તેમજ અમે ભીખાજીનાં વિરોધમાં આવ્યા છીએ. અને ભીખાજીને ટીકીટ મળવી જોઈએ તેવી અમારી માંગ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ