બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / an educated wife is also supposed to be paid alimony says punjab haryana highcourt

મહત્વનો ચુકાદો / પત્ની ભણેલીગણેલી હોય તો પણ ભરણપોષણ તો આપવું જ પડશે: પંજાબ હરિયાણા હાઇકોર્ટ

Mayur

Last Updated: 10:46 AM, 5 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે, એલિમનીની ચૂકવણીના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે અને કહ્યું હતું કે પત્ની ભણેલી છે ટેથી ભરણપોષણ નકારવાની દલીલ કરી શકાય નહીં.

  • પંજાબ-હરિયાણા હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
  • પત્ની શિક્ષિત હોવાથી ભરણપોષણની અરજી નકારી શકાય નહીં  
  • પત્નીએ હિન્દીમાં કર્યું છે 

ભરણપોષણની ચૂકવણી મુદ્દે ચુકાદો 

 પંજાબ-હરિયાણા હાઈકોર્ટે, એલિમનીની ચૂકવણીના આદેશને પડકારતી અરજીને ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું હતું કે પત્ની શિક્ષિત હોવાની દલીલ કરીને ભરણપોષણને નકારી શકાય નહીં.

અરજી દાખલ કરતી વખતે અંબાલાના રહેવાસી પતિએ હાઈકોર્ટમાં જણાવ્યું કે તેના લગ્ન 2016માં થયા હતા. થોડા સમય પછી, અરજદારની પત્નીએ તેને કોઈ કારણ વગર છોડીને જતી રહી હતી. આ પછી તેણે અંબાલાની ફેમિલી કોર્ટમાં ભરણપોષણ માટે અરજી કરી.

પત્નીની તરફેણમાં ચુકાદો

અંબાલાની ફેમિલી કોર્ટે પત્નીની તરફેણમાં ચુકાદો આપતાં તેણીને દર મહિને 3600 રૂપિયાનું ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો. અરજદારે કહ્યું કે તે દવાની દુકાનમાં સહાયક તરીકે કામ કરે છે અને તેને દર મહિને રૂ. 4000 મળે છે.

પત્નીએ હિન્દીમાં MA કર્યું છે

અરજદારે રજૂઆત કરી હતી કે તેની પત્નીએ હિન્દીમાં MA કર્યું છે અને તેના પિતા વકીલના ક્લાર્ક તરીકે કામ કરે છે. અરજદારે કહ્યું કે ભરણપોષણ માટેનો આદેશ યોગ્ય નથી અને તેને રદ્દ કરવો જોઈએ.

અરજીને ફગાવી દેતાં હાઈકોર્ટે કહ્યું હતું કે અરજદારની પત્ની અને બાળકોની સંભાળ રાખવાની કાયદાકીય અને નૈતિક જવાબદારી છે. અરજદારની પત્ની શિક્ષિત હોવાની દલીલ કરીને, ભરણપોષણ નકારી શકાય નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ