બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amit Shah will visit Somnath Mahadev On September 11

મુલાકાત / અમિત શાહ વધુ એક વખત આવશે ગુજરાતના પ્રવાસે, આ તારીખે કરશે સોમનાથ દાદાના દર્શન

Dhruv

Last Updated: 08:51 AM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિના બાકી રહ્યાં છે. રાજ્યમાં સતત દિગ્ગજ નેતાઓની અવરજવર વધી ગઇ છે. ત્યારે વધુ એકવખત ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે.

  • અમિત શાહ આગામી 11મી સપ્ટેમ્બરે આવશે ગુજરાત
  • સોમનાથ મહાદેવના દર્શન બાદ કરશે પૂજા-અર્ચના
  • તાજેતરમાં અમદાવાદ અને ગાંધીનગરના પ્રવાસે આવ્યા હતા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી તારીખ 11મી સપ્ટેમ્બરના રોજ સોમનાથ મહાદેવના દર્શને આવશે. અમિત શાહ સોમનાથ મંદિરે આવીને મહાદેવજીની પૂજા-અર્ચના કરશે. તમને જણાવી દઇએ કે, અમિત શાહ સોમનાથ મંદિરના ટ્રસ્ટી પણ છે.

તાજેતરમાં અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરને ભેટ આપી હતી

ઉલ્લેખનીય છે કે, અમિત શાહ તાજેતરમાં જ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેઓએ અમદાવાદ અને ગાંધીનગરની ચાર સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત થલતેજ અનુપમ શાળા સહિત 3 અને એક ગાંધીનગરમાં સ્માર્ટ શાળાની શરૂઆત કરાવી હતી. અમિત શાહે 4 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યું હતું. તેમજ અમિત શાહે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયામાં આયોજીત છઠ્ઠી ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. એ સિવાય 36મી નેશનલ ગેમ્સનો મેસ્કોટ અને એન્થમ સોન્ગને પણ લોન્ચ કર્યું હતું.

ભાજપે ગઇકાલે સોશિયલ મીડિયા કેમ્પેઈનની કરી શરૂઆત

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ભાજપે સોશિયલ મીડિયા કેમ્પેઈનની કરી શરૂઆત કરી છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના સોશિયલ મીડિયા કેમ્પેઇન BJP ડિજિટલ વોરિયર્સનો શુભારંભ કરાયો છે. ગુજરાત ભાજપના પ્રમુખ CR પાટીલે આ અભિયાનની શરૂઆત કરાવી હતી. આ અભિયાન અંતર્ગત 9624182182 નંબરની જાહેરાત પણ કરવામાં આવી. તારીખ 7 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી  BJP ડિજિટલ વોરિયર્સ અભિયાન ચલાવવામાં આવશે.

CR પાટીલે ડિજિટલ વોરિયર્સ કેમ્પિયનનો કરાવ્યો પ્રારંભ

પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે તેમના નંબરથી મીસ કોલ કરી ડિજિટલ વોરિયર્સ કેમ્પિયનનો પ્રારંભ કરાવ્યો. ટેકનોલોજી યુગમાં વધુ લોકો સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા હોય છે ત્યારે ગુજરાતમાં વધુ યુવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તે માટે 15 દિવસનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જાહેર કરેલ નંબર પરથી મીસ કોલ કરવાથી કેમ્પેયનમાં જોડાવાની લીંક આવશે. જે લીંક મારફતે જરૂરી વિગતો ભરી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા યુવાનો એ કેમ્પિયનમાં જોડાઇ શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ