બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Amit Shah himself took the command to win this state of the country, prepared this master plan

રણનીતિ / દેશનું આ રાજ્ય જીતવા ખુદ અમિત શાહે કમાન હાથમાં લીધી, તૈયાર કર્યો આ માસ્ટર પ્લાન

Priyakant

Last Updated: 11:04 AM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chhattisgarh Election News: ભાજપે છત્તીસગઢ માટે રોડમેપ બનાવવાનું શરૂ કરી દીધું, છત્તીસગઢમાં તો ખુદ ગૃહમંત્રી અમિત શાહે કમાન સંભાળી

 

  • છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં 
  • ખુદ ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢમાં કમાન સંભાળી 
  • પાર્ટી મુખ્યમંત્રીના ચહેરા વગર વિધાનસભા ચૂંટણી લડશે: સૂત્રો 

દેશના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન હવે આ વર્ષે છત્તીસગઢમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સત્તાની ટોચે પહોંચવા માટે રાજકીય પક્ષોએ પૂરા જોરશોરથી ચૂંટણીની રણનીતિ તૈયાર કરી દીધી છે. ભાજપે છત્તીસગઢ માટે રોડમેપ બનાવવાનું શરૂ કરી દીધું છે. જોકે છત્તીસગઢમાં તો ખુદ ગૃહમંત્રી અમિત શાહે કમાન સંભાળી છે.

અમિત શાહે 5 અને 6 જુલાઈના રોજ છત્તીસગઢમાં રાજ્ય સંગઠનની બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી મુખ્યમંત્રીના ચહેરા વગર વિધાનસભા ચૂંટણી લડશે. જોકે રાજ્યની ચૂંટણી પાર્ટીના સૌથી ચહેરા PM મોદીના સામૂહિક નેતૃત્વ હેઠળ અને છત્તીસગઢમાં લડવામાં આવશે. 

ભાજપ પાર્ટી હાઈકમાન્ડે પાર્ટીમાં જૂથવાદને રોકવા માટે કોઈ એક નેતાને બદલે સામૂહિક નેતૃત્વ પર દાવ લગાવવાનું વધુ સારું માન્યું છે. છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી આડે 4 મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આથી પાર્ટી હાઈકમાન્ડે રાજ્ય સંગઠન અને નેતાઓની કડકાઈ શરૂ કરી દીધી છે. BJP સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહે પોતે છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં ભૂપેશ બઘેલની કોંગ્રેસ સરકારને હરાવવા અને સામૂહિક નેતૃત્વ હેઠળ પાર્ટીને એકજૂથ રાખવાની કમાન સંભાળી છે

અમિત શાહ મહિનામાં 2 વાર છત્તીસગઢની મુલાકાતે 
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી અંતર્ગત ગૃહમંત્રી અમિત શાહ પોતે એક મહિનામાં બે વખત છત્તીસગઢની મુલાકાતે આવ્યા છે. 7 જુલાઈના રોજ PM મોદીએ સરકારી કાર્યક્રમ માટે છત્તીસગઢની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનની મુલાકાત પહેલા અમિત શાહ છત્તીસગઢ ગયા હતા અને મોડી રાત સુધી કેટલાક કલાકો સુધી પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી. બેઠક દરમિયાન તેમણે રાજ્યમાં ચૂંટણી પ્રતિસાદના આધારે રણનીતિની સમીક્ષા કરી હતી.

2 ડઝનથી વધુ કેન્દ્રીય મંત્રીઓ છત્તીસગઢ જશે
PM મોદી અને અમિત શાહ ઉપરાંત ગિરિરાજ સિંહ, મનસુખ માંડવિયા, અર્જુન મુંડા, ફગ્ગન સિંહ કુલસ્તે સહિત કેન્દ્ર સરકારના ઘણા મંત્રીઓ છેલ્લા એક મહિનામાં છત્તીસગઢની મુલાકાતે આવ્યા છે. એટલું જ નહીં આગામી દિવસોમાં 2 ડઝનથી વધુ કેન્દ્રીય મંત્રીઓ છત્તીસગઢની મુલાકાતે જવાના છે. જો પાર્ટીના સૂત્રોનું માનીએ તો PM મોદી અને ગૃહમંત્રી ચૂંટણીના એક મહિનામાં બે વખત છત્તીસગઢમાં એક યા બીજા કાર્યક્રમમાં હાજરી આપશે.

છત્તીસગઢમાં ભાજપ હાઈકમાન્ડ ભૂપેશ બઘેલને હળવાશથી લઈ રહ્યું નથી. તેથી પ્રથમ વખત કોંગ્રેસના મુખ્યમંત્રી ભાજપની પીચ પર બેટિંગ કરી રહ્યા છે, એટલે કે તેઓ હિન્દુત્વની રાજનીતિ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ભૂપેશ બઘેલ ભાજપ માટે મુશ્કેલીનું કારણ બની ગયા છે. ભૂપેશ બઘેલની હિંદુત્વની છબીને કાપી નાખવા માટે ભાજપ દેશની રાજનીતિમાં હિન્દુત્વના સૌથી મોટા ચહેરા PM મોદીને આગળ લાવવા માંગે છે. એટલું જ નહીં ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ ભૂપેશ બઘેલને નિશાન બનાવશે. આ સાથે જ ભાજપ બસ્તર, બિલાસપુર, દંતેવાડા અને રાયપુર જેવા આદિવાસી બહુલ વિસ્તારોમાં ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠાવીને ભૂપેશ બઘેલ સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહી છે. 

ઓમ માથુર અને માંડવિયા પર વિશ્વાસ રાખવાનું આ જ કારણ
PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ 2018માં છત્તીસગઢમાં મળેલી હારને ભૂલ્યા નથી. તેથી જ ગુજરાત ચૂંટણીના પ્રભારી રહેલા ઓમ માથુરને છત્તીસગઢના ચૂંટણી પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે અને ગુજરાતમાં સંગઠનમાં લાંબા સમયથી કામ કરી ચૂકેલા મનસુખ માંડવિયાને સહ ચૂંટણી પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ