બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / amit shah bjp assam pm narendra modi bjp congress

ભવિષ્યવાણી / 'ત્રીજી વાર PM બનશે નરેન્દ્ર મોદી, 300 કરતાં વધારે બેઠકો જીતશે ભાજપ'- અમિત શાહનો મોટો દાવો

Hiralal

Last Updated: 10:30 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસામના ગુવહાટીમાં નેશનલ ફોરેન્સિક લેબોરટરીનો શિલાન્યાસ કરતાં ગૃહમંત્રી અમિત શાહે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 300 બેઠકો મળવાનું અનુમાન કર્યું છે.

  • આસામના ગુવહાટીમાં અમિત શાહનો મોટો
  • 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ જીતશે 300થી વધુ બેઠકો
  • નરેન્દ્ર મોદી ત્રીજી વાર બનશે પ્રધાનમંત્રી 

લોકસભાની ચૂંટણીને બરાબર એક વર્ષની વાર છે. મે 2024માં દેશમાં લોકસભાની ચૂંટણી થશે પરંતુ પહેલા નરેન્દ્ર મોદીના ત્રીજી વાર પીએમ બનવાની ચર્ચા શરુ થઈ છે. ગઈ કાલના એક સર્વમાં પણ નરેન્દ્ર મોદીને ત્રીજી વાર સત્તા મળશે તેવું કહેવાયું હતું અને હવે અમિત શાહે પણ આવો જ દાવો કર્યો છે. 

કોંગ્રેસને હાલ કરતાં પણ ઓછી બેઠક મળશે 
આસામમાં જનસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 2024માં લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. અમિત શાહે પણ પોતાની રેલીમાં દાવો કર્યો છે કે કોંગ્રેસ આ વખતે પોતાની વર્તમાન સીટોથી ઓછા આંકડા સુધી પહોંચશે. 

કોંગ્રેસ વિપક્ષનો દરજ્જો ગુમાવશે 
અમિત શાહે પોતાના ભાષણમાં કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ ખૂબ જ નકારાત્મક વલણની રાજનીતિ કરે છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ આ નકારાત્મક વલણ સાથે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરી રહી છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ દેશભરમાં 300થી વધુ બેઠકો જીતશે અને કોંગ્રેસ પણ વિપક્ષી દળનો દરજ્જો ગુમાવશે. શાહે યાદ અપાવ્યું કે કોંગ્રેસના વડા પ્રધાનને સંસદમાં બોલવાની મંજૂરી નથી. ભારતીય લોકોએ પીએમ મોદીને આ અધિકાર આપ્યો છે. વડાપ્રધાનને માન ન આપીને તેઓ જનતાના નિર્ણયનું અપમાન કરી રહ્યાં છે. અમિત શાહે કહ્યું કે ભાજપે આસામની જનતાને વાયદો કર્યો હતો કે 2021ની વિધાનસભા ચૂંટણી પહેલા સરકાર 1 લાખ સરકારી નોકરી આપશે. માત્ર અઢી વર્ષમાં સરકારે 86 હજાર સરકારી નોકરીઓ આપી છે. બાકીની નોકરીઓ આગામી 6 મહિનાની અંદર આપવામાં આવશે.

ગઈ કાલના સર્વેમાં પણ પીએમને ત્રીજી વાર સત્તા મળશે તેવો કરાયો દાવો
ઉલ્લેખનીય છે કે ગઈ કાલના એક સર્વેમાં પણ દાવો કરાયો હતો કે લોકો નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પીએમ બનતાં જોવા માગે છે. એટલે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીતનું અનુમાન વ્યક્ત કરાયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ