બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / વિશ્વ / Amidst a big upheaval on Twitter, Elon Musk also made a big announcement for India, the burden on the pocket will increase.

એલાન / Twitter પર મોટી ઉથલપાથલ વચ્ચે Elon Musk એ ભારત માટે પણ કર્યું મોટું એલાન, ખિસ્સા પર વધશે બોજ

Megha

Last Updated: 10:44 AM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ટ્વિટર યુઝરે એલન મસ્કને ટેગ કરીને પૂછ્યું કે ભારતમાં $8નો નિયમ ક્યારે લાગુ થશે અને તેનો જવાબ આપતા મસ્કે કહ્યું હતું કે..

  • ભારતમાં $8 ચાર્જ વસૂલવાનો નિયમ ક્યારથી લાગુ થશે?
  • શું ભારતીયોએ ચૂકવવા પડશે ઓછા પૈસા?
  • શા માટે એલન મસ્ક બ્લૂ ટીકના $8 વસૂલે છે?

એલન મસ્ક એ ટ્વિટર ખરીદી લીધું એ પછીથી એમને અત્યાર સુધી  ઘણા મોટા નિર્ણયો લીધા છે અને આ સાથે જ એમને ટ્વિટરના સીઇઓ સહિત અનેક કર્મચારીઓને કાઢી પણ મૂક્યા છે. આ બધા પછી એલન મસ્ક હવે ટ્વિટરના પ્રમુખ ફીચર્સ માટે યુઝર્સ પાસેથી પૈસા વસૂલવાનો પણ પ્લાન બનાવી રહ્યા છે. એલન મસ્કે પોતે ટ્વિટર પર આ વાતની પુષ્ટિ કરી ચૂક્યા છે કે ટ્વિટર બ્લુ ટિક માટે યુઝર્સને દર મહિને $8 (લગભગ રૂ. 661) ચાર્જ કરવામાં આવશે એટલે કે ટૂંક સમયમાં જ દરેક લોકોનું બ્લુ ટિક છીનવાઈ જશે. આ બદલાવ પછી જે કોઈને પણ ટ્વિટર પર બ્લુ ટિક માર્ક જોઈતું હશે તેને આ માટે ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન માટે ચૂકવણી કરવી પડશે અને એ પછી તે યુઝર્સ ને ફરીથી વેરિફિકેશન બેજ મળશે.

ટ્વિટર માટે દર મહિને 8 ડૉલર ચૂકવવાની સાંભળીને દરેક લોકો ચોંકી ગયા હતા અને અમેરિકા, કેનેડા અને બિટ્રેન સહિત યુરોપના ઘણા દેશોમાં દર મહિને $8નો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હાલ સવાલ એ ઊભો થાય છે કે ભારતમાં $8 ચાર્જ વસૂલવાનો નિયમ ક્યારથી લાગુ થશે? અને શું ભારતમાં 8 ડોલર કે તેથી ઓછા ચૂકવવા પડશે? જણાવી દઈએ કે આ અંગે એક ટ્વિટર યુઝરે એલન મસ્કને ટેગ કરીને પૂછ્યું કે ભારતમાં $8નો નિયમ ક્યારે લાગુ થશે અને તેનો જવાબ આપતા મસ્કે કહ્યું હતું કે ભારતમાં આવતા એક મહિનાની અંદર બ્લુ ટિક યુઝર્સ માટે $8 નો નિયમ લાગુ થશે. એટલે કે  ડિસેમ્બરથી ભારતમાં ટ્વિટર બ્લુ ટિક યુઝર્સ પાસેથી $8 ચાર્જ વસૂલી શકે છે. 

શું ભારતીયોએ ચૂકવવા પડશે ઓછા પૈસા?
એલન મસ્કે ટ્વિટર દ્વારા જાહેરાત કરી હતી કે દરેક દેશના ટ્વિટર બ્લુ ટિક યુઝર્સ માટે અલગ અલગ ચાર્જ વસૂલવામાં આવશે પણ હજુ સુધી એમને દેશવાર કિંમત જાહેર નથી કરી પણ હાલ એવું માનવામાં આવે છે કે ભારતમાં બ્લૂ ટિકની કિંમત યુરોપિયન દેશ કરતાં ઓછી હશે.

શું મળશે એકસ્ટ્રા ફીચર્સ? 
એલન મસ્કના જણાવ્યા અનુસાર જે યુજર્સ ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન લે છે તેમને કેટલાક વધારાના ફીચર્સ આપવામાં આવશે. જેમાં ટ્વિટર એડિટ ઓપ્શન અને લોંગ ટેક્સ્ટ ફોર્મેટ પણ આપી શકાય છે. આ સિવાય એકસ્ટ્રા ફીચર ફેસબુકના નોટ ફીચર જેવું હોઈ શકે છે.

શા માટે એલન મસ્ક $8 વસૂલે છે?
એલન મસ્કના જણાવ્યા અનુસાર, ટ્વિટર રેવન્યુ તરીકે દરરોજ નુકસાનનો સામનો કરી રહ્યું છે અને આવી સ્થિતિમાં ટ્વિટરને કર્મચારીઓની છટણી કરવા અને યુજર્સ પાસેથી $8 વસૂલવાની ફરજ પડી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ