ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / American parliament ready to impeach president donald trump

મુશ્કેલી / સંસદ ભવનમાં થયેલી હિંસાને લઇને ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજુ, જાણો ક્યારે થશે મતદાન

Published By: Divyesh

Last Updated: 08:12 AM, 12 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના સંસદ ભવનમાં ગત બુધવારે થયેલી હિંસા માટે પ્રતિનિધિ સભાના ડેમોક્રેટ સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર માનતા તેના પર મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો છે. ડેમોક્રેટ સાંસદોના પ્રભુત્વવાળા પ્રતિનિધિ સભામાં આ પ્રસ્તાવ પર બુધવારના રોજ મતદાન થઇ શકે છે.

ADVERTISEMENT

  • ટ્રમ્પ સામે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ
  • મહાભિયોગ પર આવતીકાલે થઇ શકે છે મતદાન
  • અમેરિકામાં થયેલી હિંસા માટે ડેમોક્રેટ સાંસદ ટ્રમ્પને માને છે જવાબદાર

ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ થયા બાદ પ્રતિનિધિ સભામાં બહુમત નેતા સ્ટેની હોયરે કહ્યું કે જો આ પ્રસ્તાવ પસાર થઇ જાય છે તો ટ્રમ્પ પહેલા રિપબ્લિકન રાષ્ટ્રપતિ હશે જેમણે બે વખત મહાભિયોગનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ આ પ્રસ્તાવનો વિરોધ કરતાં રિપબ્લિકન સાંસદ અલેક્સ મૂને કહ્યું કે સદન આ મહાભિગોયગ પ્રસ્તાવને નામંજૂર કરી દેવો જોઇએ. 

પ્રતિનિધિ સભાની અધ્યક્ષ નેંસી પેલોસીએ આક્ષેપોનો મુસદ્દો સંસદમાં રાખતા પહેલાં કહ્યું કે આપણા બંધારણ અને લોકશાહીના રક્ષણ માટે આપણે તાત્કાલિક પગલુ ઉઠાવું જોઇએ, કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પદ પર રહેવાથી બંધારણને ખતરો છે. 
 

પેલોસીની ટીમ 25મું સંશોધન લાગુ કરવા માટે ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસ અને કેબિનેટના મંત્રીઓને મોડી સાંજે આ મસોદા પર મતદાન કરવા જણાવશે. જો કે સંસદનું સત્ર નથી ચાલી રહ્યું તેના કારણે તેમના વિચાર પર મુશ્કેલી આવી શકે છે. ત્યારબાદ પેલોસી મંગળવારે પૂર્ણ ગૃહ સમક્ષ દરખાસ્ત કરશે. તેને પસાર કરવા માટે પેન્સ અને કેબિનેટની પાસે મહાભિયોગની કાર્યવાહી પહેલા 24 કલાકનો સમય હશે. 

હિંસાની સરખામણી નાઝિયો સાથે, ટ્રમ્પ સૌથી ખરાબ રાષ્ટ્રપતિ

મહાભિયોગની પ્રક્રિયા તેજ થવાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ પર પોતાના કાર્યકાળ પહેલા જ પદ છોડવાનું દબાણ વધી ગયું છે. કેલિફોર્નિયાના પૂર્વ ગર્વનર અર્નોલ્ડે યુએસ કેપિટલમાં ટ્રમ્પ સમર્થકોના હંગામા અને હિંસાની સરખામણી નાજિયો સાથે કરી છે અને ટ્રમ્પને એક નિષ્ફળ નેતા કહ્યા જે ઇતિહાસમાં 'અત્યાર સુધીના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ' તરીકે ગણાશે. આર્નોલ્ડ શ્વાર્જેનેગરે કહ્યું કે અમેરિકામાં જે કાંઇ પણ થયું તેણે નાઝિયોની યાદ અપાવી દીધી જ્યારે 1938માં નાઝિયોએ યહુદિઓના ઘર, સ્કૂલ તેમજ સંસ્થાઓમાં તોડફોડ કરી હતી. 

 


બાઇડન-હેરિસ શપથમાં સામેલ થઇ શકે છે પેંસ

દેશના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડન અને નવનિર્વાચિત ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના 20 જાન્યુઆરીના શપથ ગ્રહણ સમારોહમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પેંસ સામેલ થશે. જો કે નિવર્તમાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાને શપથ સમારોહથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

America Donald Trump President impeachment અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ મહાભિયોગ રાષ્ટ્રપતિ Donald Trump

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ