ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / america joe biden india true friend

અમેરિકા / બાઇડન તંત્રએ ભારતને 'સાચો મિત્ર' ગણાવ્યો, કોરોના વેક્સીનને લઇને કરી પ્રશંસા

Published By: Divyesh

Last Updated: 02:01 PM, 23 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના જો બાઇડન તંત્રએ દક્ષિણ એશિયાના કેટલાક દેશોને કોવિડ-19 રસીનો પૂરવઠો આપવા માટે ભારતની પ્રશંસા કરી છે.

ADVERTISEMENT

અમેરિકામાં નવા ચૂંટાયેલા જો  બાઇડનના તંત્રએ ભારતને 'સાચો મિત્ર' ગણાવ્યો છે જે વૈશ્વિક સમુદાયની મદદ માટે પોતાના ફાર્માસ્યૂટિકલ ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યું છે. 

અમેરિકાના બાઇડન પ્રશાસને દક્ષિણ એશિયા તેમજ બીજા અન્ય દેશોમાં કોવિડ-19ની રસીનો જથ્થો આપવાને લઇને પ્રશંસા કરી છે. 
 


વૈશ્વક આરોગ્યમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરીએ છીએ

અમેરિકાના વિદેશ વિભાગે દક્ષિણ અને મધ્ય એશિયાના મામલાના બ્યૂરો તરફી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, અમે વૈશ્વિક આરોગ્યમાં ભારતની ભૂમિકાની પ્રશંસા કરીએ છીએ જેણે દક્ષિણ એશિયામાં કોવિડ-19ની લાખો રસી મોકલાવી છે.

ભારત તરફથી રસીનો જથ્થો મફતમાં માલદિવ, ભૂટાન, બાંગ્લાદેશ અને નેપાળની સાથે શરુ થઇ અને બીજા માટે પણ વિસ્તારીત થશે. ભારત એક સાચો મિત્ર છે જેણે વૈશ્વિક સમુદાયને મદદ માટે પોતાના ફાર્માસ્યૂટીક ક્ષેત્રનો ઉપયોગ કરી રહ્યું છે. 

પાડોશ પહેલા નીતિ હેઠળ કેટલાક દેશોને ભારતે વેક્સીન મોકલી

નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન અને માલદીવને ભારતે પોતાના 'પાડોશી પહેલા' ની નીતિ હેઠળ અનુદાન સહાયતા તરીકે કોવિડ-19 રસી મોકલી છે. ભારતમાં કોરોના વાયરસની રસીકરણનું અભિયાન પહેલાથી જ મોટા પાયે શરુ થઇ ગયું છે. 

ભારતે ભૂટાનને કોવિશિલ્ડની રસીના 150,000 જથ્થો અને માલદીવને 100,00 જથ્થો મોકલ્યો છે, જ્યારે બાંગ્લાદેશને કોવિડ-19ની રસીનો 20 લાખથી વધારે જથ્થો અને નેપાળમાં 10 લાખનો જથ્થો મોકલ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

America India True Friend અમેરિકા ભારત મિત્ર America

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ