બ્રેકિંગ ન્યુઝ
VTV / Health / america childhood obesity symptoms and causes risk of obesity in children who eat too much sugar
ADVERTISEMENT
અમેરિકામાં પુખ્તવયના અનેક લોકોની બાળપણની ખાનપાનની આદતો જાણ્યા પછી સંશોધકો આ તારણ પર આવ્યા છે. અમેરિકાની ટેનીસી યુનિવર્સિટીના સંશોધકોના મતે છેલ્લા એક બે દાયકાથી ખાંડયુક્ત પીણા, બેબી ફુડ, કેન્ડી, ચોકલેટ સહિતની સ્વીટનું પ્રમાણ વધ્યું છે. પેકેટમાં મળતી ખાવાની વસ્તુઓમાં પણ વધુ પ્રમાણમાં ખાંડ હોય છે.
.jpg)
ADVERTISEMENT
સામાન્ય રીતે એવું મનાય છે કે બાળકો થોડી વઘુ ખાંડ ખાય તો વાંધો નહીં. પરંતુ નવા સંશોધન મુજબ આવી ટેવ તેમને મેદસ્વી બનાવે છે. સંશોધકોને એ પણ જાણવા મળ્યું કે માત્ર ટેનીસી શહેરમાં જયાં 1990ના વર્ષમાં મેદસ્વિતા એટલે કે ઓબેસિટીનું પ્રમાણ 11 ટકા હતું તે વધીને 2016ની સ્થિતિએ 35 ટકા થયું હતું. 16 વર્ષમાં જ ઓવરવેઇટ લોકોના પ્રમાણમાં સીધો ત્રણ ગણો વધારો થયો હતો.
જયારે સમગ્ર અમેરિકાની વાત કરવામાં આવે તો 2016માં 40 ટકા લોકો વધુ વજન ધરાવતા હતા. ખાંડયુકત પીણાનો તેમાં બહુ મોટો ફાળો હતો. અમેરિકામાં 1970ના દાયકાથી રેડીમેડ બેબીફુડનું ચલણ વધ્યું હતું. લગભગ તમામ બેબીફુડમાં ખાંડનું પ્રમાણ ઘણું વધારે જોવા મળ્યું છે તેમ સંશોધક ટીમના હિલેરી ફોટ્સ કહે છે.
ADVERTISEMENT

ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતી ખાંડ ખાનાર મહિલાના બાળકોમાં પણ ફેટ સેલનું પ્રમાણ વધુ હોય છે. 1999માં અમેરિકામાં એક વ્યકિત દર વર્ષે સરેરાશ 27 કિલો ખાંડ ખાતી હતી. જોકે 2000ના વર્ષથી તેમાં ઘટાડો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.