બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / AMC takes action for negligence of 2 restaurants in Ahmedabad, 10 thousand fine to Real Paprika

અમદાવાદ / ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાના કેસમાં અમદાવાદની બે જાણીતી રેસ્ટોરન્ટ પર AMCની કાર્યવાહી, ફટકાર્યો 10-15 હજારનો દંડ

Dinesh

Last Updated: 08:29 AM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahmedabad news: અમદાવાદમાં 2 રેસ્ટોરન્ટની બેદરકારી બદલ AMCએ કાર્યવાહી કરી છે, રિયલ પેપરિકાને 10 હજાર અને બ્રિટિશ પીઝાને રૂપિયા 15 હજારનો દંડ ફટકાર્યો

  • AMCના આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
  • રિયલ પેપરિકાને 10 હજારનો દંડ
  • બ્રિટિશ પીઝાને રૂપિયા 15 હજારનો દંડ


Ahmedabad news: જો તમે પણ બહારના ખાવાના શોખીન છો અને સતત હોટલ- રેસ્ટોરન્ટમાં જમવાની આદત બનાવી લીધી હોય તો એકવાર હોટલનું ભોજન જોઈ તપાસીને જ જમાવા બેસ જો. કારણ કે, ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર બાદ મસાલા પાપડ જેવી વિવિધ વાનગીમાં જીવાત અને વંદા નીકળવાનો સિલસિલો ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે અમદાવાદ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ પણ મોડા મોડા હરકતમાં આવ્યુ છે. અમદાવાદમાં 2 રેસ્ટોરન્ટની બેદરકારી બદલ AMCએ કાર્યવાહી કરી છે. 

AMC | VTV Gujarati

AMCની કાર્યવાહી 
અમદાવાદમાં 2 રેસ્ટોરન્ટની બેદરકારી બદલ AMCએ કાર્યવાહી કરી છે. રાણીપની રિયલ પેપરિકા રેસ્ટોરન્ટને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે જ્યારે વસ્ત્રાલની બ્રિટિશ પીઝાને રૂપિયા 15 હજારનો દંડ ફટકાર્યો છે. બંને રેસ્ટોરન્ટમાંથી સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે. અત્રે જણાવીએ કે, બંને રેસ્ટોરન્ટના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી હતી.

લોકોના આરોગ્ય સાથે ચેડા 
થોડા દિવસ અગાઉ અમદાવાદની નામચીન હોટલ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહી છે. અમદાવાદની કોર્ટયાર્ડ બાય મેરિયોટ હોટલના ભોજનમાંથી જીવાત પડેલી જોવા મળી હતી. કોર્ટયાર્ડ બાય મેરિયટના Java+માં જમવા ગયેલા ગ્રાહકે જીવાતનો વીડિયો બનાવ્યો હતો. થોડાદિવસ અગાઉ જ કબીર રેસ્ટોરન્ટ અને  ઘી ગુડમાંથી પણ જીવાત નીકળી હતી. ત્યારે સમગ્ર ઘટના બાદ ગ્રાહકે કિચન વિઝિટની માગ કરતા હોટલ મેનેજમેન્ટે ઇન્કાર કર્યો હતો.

અગાઉ પિઝામાંથી નીકળી હતી જીવાત
અગાઉ અમદાવાદના જોધપુરના પિઝા સેન્ટરમાં પિઝામાંથી જીવાત નીકળતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રાહક દ્વારા સ્વિગી પર ઓર્ડર કરેલા પિઝા બોક્સમાંથી વંદો નીકળ્યો હતો. આ અગાઉ પણ બોપલ અને એલિસબ્રિજ ખાતે પણ પિઝામાંથી જીવાત નીકળી હતી. જે બાદ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લા પિનોઝ પિઝા સેન્ટરને સીલ મારી દેવામાં આવ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ