બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / AMC presents budget of Rs 8807 crore for the year 2022-23

બજેટ / AMCએ વર્ષ 2022-23નું બજેટ રજુ કર્યું, 8807 કરોડના ખર્ચે અમદાવાદીઓને હવે આ સુવિધાઓ આપવામાં આવશે

Ronak

Last Updated: 02:22 PM, 8 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC દ્વારા વર્ષ 2022-23નું 8807 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. જેના થકી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિકાસના કામો કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે ડ્રાફ્ટ બજેટમાં 696 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

  • AMC દ્વારા 2022-23નું બજેટ રજૂ કરાયું 
  • 8007 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું 
  • ડ્રાફ્ટ બજેટમાં 696 કરોડનો વધારો કરાયો 

અમદાવાદમાં AMC દ્વારા વર્ષ 2022-23નું બજેટ રજૂ કરી દેવાનાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા સુધારેલું બજેટ રજૂ કરવામાં આવ્યુંવ છે. નવું બજેટ 8807 કરોડ રૂપિયાનું રજૂ કરવામાં આવ્યું છે. જેમા ડ્રાફ્ટ બજેટમાં 696 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે કે અગાઉ કમિશનર દ્વારા 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 

ઈલેક્ટ્રીક વાહનોમાં 100 ટકા કર રાહત 

મનપામાં ભળેવા નવા વિસ્તારોમાં ટેક્ષમાંથી રાહત આપવામાં આવી છે. નવા બજેટમાં ટ્રાફિક સમસ્યા નીવારવા શહેરમાં ફ્લાય ઓવર બનાવાની માગ કરવામાં આવી છે. ઈલેકટ્રિક વાહનોમાં 100 ટકા કરમાં રાહત આપવામાં આવી છે. જોકે મનપામાં ભળેવા નવા વિસ્તારોને પ્રોપર્ટી ટેક્ષમાં રાહત આપવામાં આવી છે.

અધ્યતન ટેક્નોલોજી વાળો હોટમીક્ષ પ્લાન્ટ બનશે 

શહેરના મકરબા ખાતે જે 30 કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજ બનાવામાં આવશે. તે સિવાય પણ રામદેવ નગરથી ઈસ્કોન અન્ડરબ્રિજ પણ બનાવામાં આવશે. હાથીજણથી વિવેકાનંદમગર રિવરબ્રીજ બનાવવા માટે 3 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સિવાય પૂર્વ ભાગમાં અધ્યતન ટેક્નોલોજી વાળો હોટમીક્ષ પ્લાન્ટ બનાવામાં આવશે.

જુદા જુદા વિસ્તારોના તળાવ ડેવલોપ કરાશે 

મનપાના નવા બજેટમાંથી આ વર્ષે મૃત પશુઓ માટે 3 કરોડના ખર્ચે સ્મશાન બનાવવામાં આવશે. એલિસબ્રિજના બ્યુટીફીકેશન માટે પણ 54 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ચાંદખેડાનું વિસ્તમત્ત તળાવ પણ ડેવલેપ કરવામાં આવશે. સાથેજ રાણીપનું આવડીયા તળાવ પણ ડેવલોપ કરાશે. તે સિવાય ચંડોલા તળાવના ડેવલોપ માટે પણ 3 કરોડનો ખર્ચો કરવામાં આવશે. 

5 કરોડના ખર્ચે સરદાર બાગનું ડેવલોપમેન્ટ કરાશે 

ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા આ વર્ષે 5 કરોડના ખર્ચે સરદાર બાગનું ડેવલોપમેન્ટ કરાશે. ચાંદખેડામાં ગૌરવ પથ માટે 50 લાખનો ખર્ચો કરાશે. ઉપરાંત જુદા જુદા પ્રસંગોમાં વધેલા ભોજનનો ઉપયોગ કરવા માટે પણ 50 લાખનો ખર્ચે કરાશે અને મ્યુ કાઉન્સિલર બજેટ માટે પણ 30 લાખ રૂપિયા ફાળવવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ વર્ષે સ્પેશિયલ કમિટી ચેરમેન તથા ડેપ્યુટી ચેરમેનના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. જેમા ચેરમેનનું બજેટ 20 લાખ અને ડેપ્યુટી ચેરમેનનું બજેટ 10 લાખ વધારવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ