બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Ambalalal's forecast of two rain systems, then the Meteorological Department raised clouds of concern, PM Vishwakarma Yojana was flagged off

2 મિનિટ 12 ખબર / અંબાલાલની બે વરસાદી સિસ્ટમ વાળી આગાહી, તો હવામાન વિભાગે ચિંતાના વાદળો ઉભા કર્યા, PM વિશ્વકર્મા યોજનાને લીલીઝંડી

Vishal Khamar

Last Updated: 11:27 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news :આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા શિવાલયો હર....હર... મહાદેવનાં નાદથી ગુંજી ઉઠ્યા હતા. હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, રાજ્યનાં કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થશે. તેમજ અમદાવાદ, દાહોદ, મહીસાગરમાં વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રનાં એક બે જીલ્લામાં થોડા વરસાદની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતાઓ નથી. તેમજ દક્ષિણ ગુજરાતમાં થોડો વરસાદ થશે. કચ્છમાં પણ વરસાદની કોઈ શક્યતાઓ હાલમાં નથી. તેમજ આગામી 5 દિવસ સુધી વરસાદની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. 

રાજ્યભરમાંથી વરસાદે વિદાય લીધી છે. હવે વરસાદના ચોથા રાઉન્ડને લઈને વિવિધ પ્રકારની આગાહીઓ થઈ રહી છે. આ વચ્ચે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું કે ઓગસ્ટ મહિનામાં મઘા નક્ષત્રમાં પરિવર્તન થશે, નક્ષત્રમાં પરિવર્તન થવાને કારણે વાતાવરણમાં પલટો આવશે. 

બનાસકાંઠાના ખેડૂતોની ન્યાય પદયાત્રાને મુખ્યમંત્રી સાથે થયેલી બેઠક બાદ સમેટી લેવાઈ છે. ખેડૂતને લાફો મારવાને લઈ યોજાયેલી યાત્રા સમેટવાને લઈ ખેડૂત પ્રતિનિધિએ જણાવ્યુ હતુ કે, અમને ન્યાયિક તપાસની ખાતરી આપવામાં આવી છે.તેમજ આ તપાસ અન્ય જિલ્લાના પોલીસને સોંપવામાં આવશે તેવી બાંહેધરી પણ અપાઈ છે. જેને લઈને અમે યાત્રા સમેટીએ છીએ. વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, જો અમારી માંગણીઓ નહી સંતોષાય તો ફરી આંદોલન કરીશું. દિયોદરથી નીકળેલી આ યાત્રાને પોલીસે મહેસાણાના ગોઝારીયામાં રોકીને ચર્ચા કરાઈ હતી. આ ચર્ચાના અંતે પોલીસે મુખ્યમંત્રી સાથે ખેડૂત પ્રતિનિધિની બેઠકનું આયોજન કર્યુ હતુ. જે બાદ સરકાર અને ખેડૂતોની બેઠક મળી હતી. ત્યાર બાદ પદયાત્રાના આગેવાનોએ આ યાત્રા સમેટી લેવાની વાત કરી હતી. 

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા  હતા. અનેક શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં આવેલ શિવ મંદિરમાં પણ મોટી સંખ્યમાં શિવ ભક્યો ઉમટ્યા છે. 

ગુજરાત કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ આરંભી છે. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોર કમિટીની બેઠક મળી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ પૂર્વ પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતા અને સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈ ક્યાં ક્યાં કાર્યક્રમો કરવા તેની ચર્ચા થઈ હતી. કોંગ્રેસનાં નવા સંગઠન માટે બેઠકમાં ચર્ચા થઈ હતી. તેમજ કોંગ્રેસના સંગઠનમાં મોટાપાયે ફેરબદલનાં શક્તિસિંહ ગોહિલના સ્પષ્ટ સંકેત છે. 

બાળકોને બગીચામાં લઇ જતા માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ગોંડલમાં બગીચામાં અકસ્માત બન્યો હતો. જેમાં પાંચ વર્ષનો બાળક હિંચકા ખાવા હિંચકામાં બેસવા ગયો હતો આ વેળાએ એકાએક હિંચકામાંથી પટકાઇ પડતા બાળકને ગંભીર ઇજા થવા પામી હતી. જેને લઈને દેકારો બોલી ગયો હતો. આ દરમિયાન બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા બાળકની લોહીલુહાણ હાલત થઈ હતી.જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

રાજકોટમાં પૈસાવાળા હોટલ માલિકે તેની વહુ સાથે જે પ્રકારની સેક્સ હેવાનિયત આચરી છે તે જાણીને આખું ગુજરાત કંપી ઉઠ્યું છે અને લોકો આવા નરાધમ પર ફિટકાર વરસાવી રહ્યાં છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ કેસની વિગતવાર તપાસ સંભાળી લીધી છે અને દિન પ્રતિદિન ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં હવે પોર્ન સાઈટને લઈને એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ કહ્યું કે આરોપી શખ્સે તેના પુત્રવધૂના જે વેબસાઈટ પર સેક્સી વીડિયો અપલોડ કરીને પૈસા કમાયો તે વેબસાઈટ ભારતની નહીં પરંતુ અમેરિકાની હતી. 

છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રનું રાજકારણ ચર્ચાના ચકડોળે ચડ્યું છે.  આવી સ્થિતિ વચ્ચે એનસીપીના નેતા શરદ પવાર અને અજિત પવારની મીટીંગને લઇને મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ સર્જાયું છે. આ મામલે જોરદાર ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે એવો દાવો કર્યો હતો કે ભાજપ દ્વારા અજિત પવાર મારફતે શરદ પવાર અથવા તેમની પુત્રી સુપ્રિયા સુલેને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવાની ઓફર આપવામાં આવી છે. બીજી બાજુ સુપ્રિયા સુલેએ આ નિવેદન પર પલટવાર કર્યો હતો.

સુપ્રીમની રુલબુક અનુસાર, હવેથી કોર્ટ કે જજીસ હાઉસવાઈફ, અનવેડ મધર અને અફેર જેવા શબ્દો નહીં વાપરી શકે. આ શબ્દોને બદલે બીજા શબ્દો સૂચવાયા છે. સુપ્રીમની વેબસાઈટ પર આ રુલબુક પ્રસિદ્ધ કરાઈ છે. ચીફ જસ્ટીસે કહ્યું કે સ્ટિરિયોટાઈપિંગ ખાસ કરીને મહિલાઓ સામે એકદમ હાનિકારક છે, અને તેની સામે જાગૃતિ લાવવા માટે હેન્ડબુક તૈયાર કરવામાં આવી છે. ઈ-ફાઈલિંગ માટે મેન્યુઅલ અને ટ્યુટોરિયલ સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આ હેન્ડબુક અપલોડ કરવામાં આવી છે. 

ગઈ કાલે 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પર પીએમ મોદીએ વિશ્વકર્મા યોજના લાવવાની વાત કરી હતી. પીએમ મોદીની વાતના એક દિવસ બાદ આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વિશ્વકર્મા યોજનાને લીલીઝંડી આપી દેવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ યોજનાથી 30 લાખ શિલ્પકારોના પરિવારને 2 લાખ સુધીની સસ્તી લોન મળશે. 

ઈંગ્લેન્ડનાં ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વનડે ફોર્મેટમાં પોતાનું રિટાયર્મેન્ટ પાછું ખેંચી લીધું છે. તેમણે પોતાના આ સંન્યાસની જાહેરાત વર્લ્ડ કપ 2023 પહેલાં 26 જૂલાઈનાં રોજ કરી હતી. જો કે હવે વાપસી બાદ ઈંગ્લેન્ડની ટીમે તેમને ન્યૂઝીલેન્ડની સામે થનારી વનડે સીરીઝ માટે ટીમમાં સ્થાન આપ્યું છે. ઈંગ્લેંડે ન્યૂઝીલેન્ડની સામે વનડે સીરીઝ માટે 15 મેંમબર્સની ટીમનું એલાન કર્યું છે જેમાં સ્ટોક્સ પણ શામેલ છે. 

ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત આ દિવસોમાં ટીમમાં વાપસી કરવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. રિષભ પંત ગયા વર્ષે ડિસેમ્બરમાં કાર અકસ્માત બાદથી ક્રિકેટના મેદાનથી દૂર છે. તાજેતરમાં એવા અહેવાલ આવ્યા હતા કે તે આવતા વર્ષે રમાનારી મહત્વપૂર્ણ ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકે છે. આ દરમિયાન પંતનો એક વીડિયો સામે આવ્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે.કાર અકસ્માતમાં રિષભ પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે તે લાંબા સમય બાદ મેદાન પર બેટિંગ કરતો જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રિષભ પંત મેદાન પર કેટલાક શોટ મારતો જોવા મળી રહ્યો છે. યુવા રિષભ પંત રિષભ પંતે લગભગ આઠ મહિના સુધી રમતથી દૂર રહ્યા બાદ બેટિંગ શરૂ કરી છે. જણાવી દઈએ કે રિષભ પંત આ દિવસોમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે. તે ઝડપથી સ્વસ્થ થઈ ગયો છે. ટીમ ઈન્ડિયા માટે આ સારા સમાચાર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ