બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambaji Bhadravi Poonam Mela: Free baba gadi service is being provided to padyatri by a couple from Palanpur

અનોખી સેવા / અંબાજીમાં 18 વર્ષથી ચાલતો અનોખો સેવાયજ્ઞ: પાલનપુરના યુગલ તરફથી બાળકોને અપાઇ રહી છે નિ:શુલ્ક 'બાબા સાયકલ સેવા'

Malay

Last Updated: 12:54 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનોખી સેવા: અંબાજી નાના બાળકો સાથે માનતા પૂરી કરવા જતાં પદયાત્રીઓને પાલનપુરના દંપતી દ્વારા આપવામાં આવી રહી છે નિઃશુલ્ક બાબા ગાડીની સેવા.

 

  • આજે ભાદરવી પૂનમના મેળાનો છઠ્ઠો દિવસ 
  • અંબાજીમાં દંપતીની અનોખી સેવા 
  • નાના બાળકો માટે નિઃશુલ્ક સાયકલની વ્યવસ્થા 
  • પગપાળા આવતા ભક્તોના નાના બાળકો માટે વ્યવસ્થા

આજે ભાદરવી પૂનમના મેળાનો છઠ્ઠો દિવસ છે. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો પગપાળા અંબાજી જઈ રહ્યા છે, પદયાત્રીઓને સેવા કેમ્પોમાં સેવાઓ અપાઈ રહી છે. ત્યારે પાલનપુરના રહેવાસી વસંતભાઈ દેવચંદભાઈ મેણાત અને તેમના પત્ની નયનાબેન દ્વારા 18 વર્ષથી અનોખી સેવા કરવામાં આવી રહી છે. આ દંપતી દ્વારા અંબાજી નાના બાળકો સાથે માનતા પૂરી કરવા જતા પદયાત્રીઓને બાબા સાયકલ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે.

દંપતીને આવ્યો હતો આ વિચાર
વસંતભાઈ મેણાત અને નયનાબેનને ત્યાં દીકરીનો જન્મ થયો હતો અને તેની માનતા પૂરી કરવા માટે તેઓ બાબા ગાડી લઈને દીકરીને તેમાં બેસાડીને માં અંબાના દર્શન કરવા માટે પગપાળા ગયા હતા, જેનાથી તેમને તકલીફ પડી નહોતી. ત્યારે હાલ મહામેળો ચાલુ છે. અનેક ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે નાના બાળકોને લઈને અંબાજી જતા હોય છે. તેમને ખૂબ તકલીફ પડતી હોય છે, ત્યારે આ દંપતીએ વિચાર આવ્યો હતો કે કોઈ એવી સેવા કરીએ જેનાથી નાના બાળકો સાથે માનતા પૂરી કરવા જતાં લોકોને તકલીફ ન પડે. જેથી તેમના દ્વારા આ બાબા સાયકલ વસાવવામાં આવી હતી.

કોઈ પૈસા લેવામાં આવતા નથી
ભક્તો એ બાબા સાયકલ લઈ જાય અને પોતાના નાના બાળકોને તેમાં બેસાડીને તેઓ પગપાળા ચાલી શકે તે માટે નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે, આ બાબા સાયકલ લઈ જવા માટે આમ તો કોઈ ખર્ચ નથી કોઈ પૈસા લેવામાં આવતા નથી, પરંતુ આધાર કાર્ડ અને રૂ.500 ડિપોઝીટ પેટે લેવામાં આવે છે. જે બાબા સાયકલ પરત આપવા આવે, ત્યારે તેમને પરત આપવામાં આવે છે. ત્યારે અંબાજી નાના બાળકોની માનતા પૂરી કરવા જતાં ભક્તો પણ આ સેવાનો લાભ લઇ રહ્યા છે.

હાલ દંપતી પાસે છે 70 જેટલી બાબા સાયકલ
જે કોઈ ભક્તોને નાના બાળકને લઈને અંબાજી માનતા પૂરી કરવા પગપાળા જવાનું હોય તે ભક્તો આ બાબા સાયકલ લઈને જઈ રહ્યા છે. પાલનપુરના આ દંપતીએ 5 સાયકલથી શરૂઆત કરી હતી, આજે તેમની પાસે હાલમાં 70 જેટલી બાબા સાયકલ છે. ઘણા લોકો એડવાન્સ બુકિંગ પણ કરાવે છે. ત્યારે આ દંપતિની સેવાને લોકો બિરદાવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ