બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / all indoor gatherings to be banned for two months

મહામારી / લેન્સેટનો રિપોર્ટ: ભારતમાં કોરોના ફેલાતો અટકાવવો હોય તો કરવું પડશે આ કામ

Kavan

Last Updated: 05:02 PM, 17 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે, તો આ તરફ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે ત્યારે લેંસેટ કોવિડ -19 કમિશનની ઇન્ડિયા ટાસ્ક ફોર્સે એક મહત્વનો રિપોર્ટ જાહેર કર્યો છે.

  • ભારતમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધ્યું 
  • લેંસેટે જાહેર કર્યો  ચિંતાજનક રિપોર્ટ 
  • કહ્યું- ભારતમાં કોરોના અટકાવવો હોય તો ઇન્ડોર મેળાવડા બંધ કરો 

આ રિપોર્ટમાં જણાવ્યું છે કે કોરોનાના વધતા જતા કેસોને કારણે ઓછામાં ઓછા આગામી બે મહિના માટે ઇન્ડોર મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ. 

ઇન્ડોર મેળાવડા પર પ્રતિબંધ મુકવાની કરી વાત 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિબંધ ભારતમાં કોરોના સંક્રમણ વધવાને અટકાવશે.પોતાના અહેવાલમાં, ઇન્ડિયા ટાસ્ક ફોર્સે ધાર્મિક, રાજકીય કાર્યક્રમો (રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ) અને સામાજિક મેળાવડા (લગ્ન, રમતગમતના કાર્યક્રમો) ને કોરોનાના વધતા જતા કેસો માટે જવાબદાર ગણાવ્યા છે. એમ પણ કહ્યું કે અમે આગલા બે મહિના માટે 10 થી વધુ લોકોના એકઠા થવા પર હંગામી પ્રતિબંધની ભલામણ કરીએ છીએ.

ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ નહીં

ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. કોવિડ -19 કેસોમાં વધારો થયો હોવા છતાં ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અને મતદાન ચાલુ રાખ્યું છે. તો આ તરફ, ઉત્તરાખંડના હરિદ્વારમાં યોજાનારા મહાકુંભ મેળામાં પણ મોટી સંખ્યામાં કોરોના કેસ નોંધાઈ રહ્યા છે.આ અંગે રાજ્ય સરકારે મૌન સેવ્યું છે.

આ સિવાય રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોરોના સંક્રમણનો દૈનિક મૃત્યુ દર સરેરાશ 1,750 સુધી પહોંચી શકે છે. એટલું જ નહીં, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જૂનના પહેલા અઠવાડિયા સુધી કોરોનાથી દરરોજ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 2,320 નો આંકડો વટાવી જશે. અહેવાલમાં તે સ્પષ્ટ રીતે સ્પષ્ટ છે કે કોરોનાની પ્રથમ તરંગ એટલી જોખમી નહોતી જેટલી હવે બીજી તરંગ છે અને તેથી સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ