ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની રાહ જેટલી તેઓ પોતે નથી જોઇ રહ્યાં તેટલી તો તેના ચાહકો તેની રાહ જોઇ રહ્યાં છે. તેના ચાહકો બંનેને વહેલામાં વહેલી તકે લગ્નના બંધનમાં બંધાયેલા જોવા માંગે છે. આ જ કારણ છે કે તેઓ રણબીર અને આલિયાના લગ્ન સંબંધિત તમામ અપડેટ માટે ઉત્સાહિત રહે છે. અત્યાર સુધી બંનેને લઇને એવા સમાચાર સામે આવ્યા હતા કે બંને 17 એપ્રિલે લગ્ન કરવા જઈ રહ્યાં છે. પરંતુ હવે આ સમાચાર સાંભળીને તેના ચાહકો નિરાશ થઈ જશે.
એક અહેવાલ અનુસાર, એક સૂત્રએ જણાવ્યું છે કે તેમના લગ્નના સમાચારને વધારે પડતા દર્શાવવામાં આવી રહ્યાં છે કારણ કે આ અંગે કોઈ પણ જાતની જાહેરાત નથી કરવામાં આવી અને ન તો કપૂર પરિવાર તેમજ ભટ્ટ પરિવારના ઘરમાં લગ્નની કોઈ તૈયારી જોવા મળી રહી.
ADVERTISEMENT
.jpg)
ADVERTISEMENT
નથી થઇ રહી કોઇ પણ જાતની તૈયારી
સૂત્રએ વધુમાં ઉમેર્યું કે, બોલિવુડમાં કોઈ પણ સમયે જ્યારે કોઈ લોકપ્રિય અને ટ્રેન્ડિંગ કપલની એકસાથે કોઈ ફિલ્મ આવે છે, તો એવું ક્યારેય બન્યું નથી કે તેઓ ફિલ્મની રિલીઝ સુધીમાં લગ્ન કરી લે. કારણ કે આમ કરવું એ ડેથ વોરંટ પર હસ્તાક્ષર કરવા સમાન છે.
ADVERTISEMENT
ફિલ્મ રિલીઝ થયા બાદ કલાકાર બંધાય છે બંધનમાં
તેઓએ કહ્યું કે, કોઇ પણ કલાકાર ફિલ્મ રિલીઝ થયા બાદ જ લગ્ન કરે છે, એ માટે તમે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન, રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ જેવાં જૂના ઉદાહરણો જ જોઈ લો. આથી જ બ્રહ્માસ્ત્ર રિલીઝ થયા બાદ જ આલિયા અને રણબીર પણ લગ્ન કરી શકે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું બંને ખરેખર એપ્રિલમાં લગ્ન કરશે કે પછી બ્રહ્માસ્ત્ર રિલીઝ થયા બાદ જ સાત ફેરા ફરશે.
ADVERTISEMENT
— Alia Bhatt (@aliaa08) March 29, 2022
ADVERTISEMENT
તાજેતરમાં જ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પૂર્ણ થયું છે
તમને જણાવી દઈએ કે, થોડાં દિવસો પહેલાં આલિયા અને રણબીરે ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. વર્ષ 2018 થી શરૂ થયેલી આ ફિલ્મનું શૂટિંગ હવે પૂર્ણ થઈ ગયું છે. ત્યારે આલિયાએ રણબીર અને ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જી સાથે ફોટો શેર કરીને ફેન્સને આ ખુશખબરી આપી છે. આલિયાએ લખ્યું છે કે, અમે વર્ષ 2018માં શૂટિંગ શરૂ કર્યું હતું ત્યારે હવે આખરે બ્રહ્માસ્ત્રના પાર્ટ 1નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. 9/9/2022 નાં રોજ સિનેમાઘરમાં મળીશું.
સંકળાયેલા મુદ્દાઓ