બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Alert if you have a habit of going numb while watching TV

ચોંકાવનારું રિસર્ચ / TV જોતા-જોતા સૂઇ જવાની આદત હોય તો એલર્ટ! નહીં તો સપડાઇ જશો આ ગંભીર બીમારીમાં

Pooja Khunti

Last Updated: 01:26 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમને ટીવી જોતાં-જોતાં સૂઈ જવાની આદત તો નથીને. એક અભ્યાસ મુજન આ આદતથી કેટલીક ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. જાણો તેનાથી થતાં નુકસાન વિશે.

  • સ્લીપિંગ ડિસઓર્ડરના ગેરફાયદા
  • યુવાનો પર તેની અસર 
  • તમારી ઊંઘની પેટર્નને આ રીતે સુધારો

છેલ્લા થોડા વર્ષોની અંદર બેન્ઝ જોવાનો ક્રેઝ ઘણો વધી ગયો છે. તેનું એક કારણ છે OTT પ્લેટફોર્મ પર આવતા વેબ સીરિઝ અને ફિલ્મો. ભારતીય લોકોનો મોબાઈલ અથવા ટીવી પર સ્ક્રીન ટાઈમ વધી ગયો છે. કોવિડ 19 બાદ દુનિયા આખીમાં નેટફ્લિક્સ જેવા OTT પ્લેટફોર્મનો ક્રેઝ ઘણો વધી ગયો છે. નેટફ્લિક્સની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને આજે તેના અસંખ્ય ચાહકો છે. લોકોને તેની એટલી લત લાગી ગઈ છે કે તેઓ મોડી રાત સુધી ટીવી જુએ છે. કેટલાક લોકો તો ટીવી જોતા-જોતા જ સૂઈ જાય છે.

શોધ 
એક સંશોધન કરવામાં આવ્યું હતું. તેમા લગભગ 550 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમની ઉંમર 63 થી 83 વચ્ચે હતી. તેમને આવું નિત્યક્રમ પાલન કરવાની સલાહ આપવામાં આવી હતી. આ સમયે તેમના પર નજર રાખવામાં આવી હતી. આ અભ્યાસ પ્રમાણે જાણવા મળ્યું કે આ પ્રકારની આદતથી સ્થૂળતા, ડાયાબિટીસ અને હાયપરટેન્શનનું જોખમ વધી જાય છે. સોધ પ્રમાણે જે લોકો ટીવીથી આવતા ઓછા પ્રકાશમાં સૂતા હતા તેમના ઇન્સ્યુલિનના સ્તરમાં ખલેલ પડી હતી. આ કારણે શરીરનું બ્લડ શુગર લેવલ વધી શકે છે. આ રીતે ઊંઘવાથી હાઇ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. બીપી, ડાયાબિટીસ અને સ્થૂળતાનાં કારણે હ્રદય રોગનું જોખમ વધી શકે છે.

સ્લીપિંગ ડિસઓર્ડરના ગેરફાયદા
નિષ્ણાંતો કહે છે કે સતત ઓછી ઊંઘ અને વધુ સમય સ્ક્રીન પર પસાર કરવાથી તમારા મગજ પર ખરાબ અસર થઈ શકે છે. માનસિક સ્વાસ્થ્ય ખરાબ થવાથી શારીરિક સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે. આના કારણે શરીરમાં ખરાબ રિકવરી અને શારીરિક કાર્ય બગડવાની સ્થિતિ સર્જાય છે.

વાંચવા જેવું: શું તમે થાઇરોઇડથી પીડાવો છો? તો જરા સાવધાન રહેજો, નહીં તો આ બીમારીઓ ઘર કરી જશે

યુવાનો પર તેની અસર 
વધુ પડતાં યુવાનો ટીવી જોતાં-જોતાં ઊંઘી જાય છે. આ સમયે તેઓ કઈ રીતે સૂતા છે તેની જાણ હોતી નથી. જેના કારણે સ્નાયુઓમાં દુ:ખાવો જોવા મળી શકે છે. 

તમારી ઊંઘની પેટર્નને આ રીતે સુધારો
દરરોજ પૂરતી ઊંઘ લેવા માટે ધ્યાનની ટેવ પાડો. આ સાથે ટીવી અને ફોનને જરૂરિયાત પ્રમાણે વાપરો. તમને ગમતા કામ કરો. બુક વાંચવાની આદતથી માનસિક સ્વાસ્થ્ય સારું થઈ શકે છે.  સ્વસ્થ આહાર અને વધુ પાણીનું સેવન કરો. જેનાથી તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ