બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Do you suffer from Thyroid? So be careful

હેલ્થ / શું તમે થાઇરોઇડથી પીડાવો છો? તો જરા સાવધાન રહેજો, નહીં તો આ બીમારીઓ ઘર કરી જશે

Pooja Khunti

Last Updated: 10:18 AM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Thyroid Diet: થાઇરોઇડ ઘણા ગંભીર રોગનું કારણ બની શકે છે.  એટલા માટે થાઇરોઇડના લક્ષણો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.  જેથી સમયસર સારવારથી તેને ઠીક કરી શકાય.

  • તમામ પ્રકારનાં શાકભાજીનું સેવન કરી શકો
  • રાજમા અને કઠોળનું સેવન વધુ કરો 
  • દારૂ, કોફી, ગ્રીન ટી અને ઠંડાપીનાનું સેવન બિલકુલ ન કરો 

સાયલન્ટ કિલર્સની યાદીમાં હાઈપરટેન્શન, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, ફેટી લિવર, કેન્સર સહિત અન્ય એક રોગ છે. જે તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે અસર કરી શકે છે અને તે છે થાઈરોઈડ. આ રોગથી પીડિત લોકોને લાંબા સમય સુધી તેની ખબર હોતી નથી. જેના કારણે યોગ્ય સમયે યોગ્ય સારવાર ન મળે તો સ્થિતિ વધુ ગંભીર થઇ શકે છે. થાઇરોઇડ એક ખૂબ જ નાની ગ્રંથિ છે, પરંતુ આપણા શરીરના ઘણા મહત્વપૂર્ણ કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

 વાંચવા જેવું: દરરોજ બ્રશ કર્યા પછી પણ મોઢામાંથી બદબૂ આવે તો શું કરવું? આ 5 ટિપ્સથી તાત્કાલિક મળશે છૂટકારો
થાઈરોઈડનાં પ્રકાર 
થાઈરોઈડ બે પ્રકારના હોય છે. જ્યારે થાઈરોઈડનાં હોર્મોન્સનું ઉત્પાદન વધારે થાય છે ત્યારે તેને હાઈપરથાઈરોઈડિઝમ કહેવામાં આવે છે. અને જ્યારે હોર્મોન્સનું ઉત્પાદન ઓછું થાય છે ત્યારે તેને હાઈપોથાઈરોઈડિઝમ કહેવામાં આવે છે.

થાઈરોઈડનાં દર્દીઓનો આહાર 
થાઈરોઈડથી શરીરમાં થતી તમામ સમસ્યાઓથી બચવું હોય તો આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. માત્ર દવાના સેવનથી કઈ નહીં થાય. તમારે કસરત, ધ્યાન અને ઊંઘવાની આદત પર પણ ધ્યાન આપવું પડશે.  

  • થાઈરોઈડની સમસ્યામાં તમે તમામ પ્રકારનાં શાકભાજીનું સેવન કરી શકો. ધ્યાન રાખો કે શાકભાજી યોગ્ય રીતે રાંધેલા હોય. 
  • એક સાથે વધુ ન જમો. થોડું-થોડું કરીને ખાઓ. 
  • રાજમા અને કઠોળનું સેવન વધુ કરો કારણ કે તેમાં સેલેનિયમ હોય છે. જે થાઇરોઇડ હોર્મોન્સનાં ઉત્પાદનમાં મહત્વપૂર્ણ છે.
  • કોપર અને આયર્નથી ભરપૂર આહારનું સેવન કરો.  આ થાઈરોઈડમાં ખુબજ ફાયદાકારક હોય છે. 
  • કેલ્શિયમ યુક્ત વસ્તુઓને તમારા આહારમાં સામેલ કરો. થાઈરોઈડનાં દર્દીઓ માટે દૂધ, દહીં, પનીર જેવી વસ્તુઓનું સેવન ફાયદાકારક છે. 

થાઈરોઈડ હોય તો આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ
થાઈરોઈડનાં દર્દીઓએ દારૂ, કોફી, ગ્રીન ટી અને ઠંડાપીનાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. તેનાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ