બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / Alcohol has a negative effect on liver and other parts of the body If these symptoms appear quit alcohol today

હેલ્થ ટિપ્સ / આ લક્ષણો દેખાય તો આલ્કોહોલને આજે જ કહેજો ગુડ બાય, નહીંતર ‘પાર્ટી'ની મજા હોસ્પિટલના ફેરા જ કરાવશે

Megha

Last Updated: 04:43 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરવાથી શરીર ધીમે ધીમે ખરાબ થવા લાગે છે. જો તમને આમાંથી કોઇ લક્ષણો દેખાય તો સમજો આલ્કોહોલને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.

  • દારૂ લિવરની સાથે શરીરના અન્ય ભાગ પર પણ નેગેટિવ અસર કરે 
  • આ લક્ષણો દેખાય તો આલ્કોહોલને આજે જ કહેજો ગુડ બાય
  • આલ્કોહોલ તમારી ઇમ્યુનિટી કમજોર કરી શકે છે

દારૂને આજે એન્જોયમેન્ટ સાથે જોડવામાં આવી રહ્યું છે. પાર્ટી હોય કે પછી કોઇ ખુશીનો અવસર, ક્યાંક બહાર ફરવા ગયા હો કે પછી મિત્રોને મળી રહ્યા હો, ‘પાર્ટી ‘ કરવી આજકાલ કોમન વસ્તુ બની ગઇ છે. આલ્કોહોલ શરીર માટે ખરાબ છે તે જાણવા છતાં લોકો ઓકેશનલી ડ્રીંક કરે છે. તો કેટલાક લોકો રોજ ડ્રિંક લે છે, જે હેલ્થને ખુબ નુકશાન કરે છે. દારૂ લિવરની સાથે શરીરના અન્ય ભાગ પર પણ નેગેટિવ અસર કરે છે. જો કોઇ વ્યક્તિ વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરવા લાગે છે તો શરીર ધીમે ધીમે ખરાબ થવા લાગે છે. જો તમને આમાંથી કોઇ લક્ષણો દેખાય તો સમજો આલ્કોહોલને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.

બ્લોટિંગ
જો તમને બ્લોટિંગની સમસ્યા થઇ રહી છે. તમારુ પેટ ફુલેલું રહેતું હોય તેવું લાગે છે તો તેનો અર્થ છે દારુના સેવનની તમારા પાચનતંત્ર પર નકારાત્મક અસર પડી રહી છે. પેટનાં સ્વસ્થ બેક્ટેરિયા દારૂથી પ્રભાવિત થઇ રહ્યા છે. તે તમારા આંતરડાને બગાડી શકે છે. જો તમને આવું સહેજ પણ લાગે તો તરત આલ્કોહોલ છોડી દો અને ડોક્ટરની સલાહ લો.

બીમાર હો તેવું લાગવું
જો તમે નિયમિત રીતે દારૂ પીતા હો તો તમે વારંવાર બીમાર પડો તેવો ખતરો રહે છે. કેમકે આલ્કોહોલ તમારી ઇમ્યુનિટી કમજોર કરી શકે છે. આલ્કોહોલનું સેવન તમારા લોહીમાં બીમારીઓ સામે લડનારી કોશિકાઓને ખતમ કરી દે છે, તેથી વ્યક્તિ વધુ બીમાર પડે છે. જો આમ લાગતું હોય તો આલ્કોહોલ છોડી દો.

સુવામાં પરેશાની
ઘણા બધા લોકો સાતથી આઠ કલાકની ઊંઘ પ્રોપર લઇ શકતા નથી. આલ્કોહોલ તમારી ઊંઘ ખરાબ કરી શકે છે. રોજ તમને સુવામાં પરેશાની થઇ રહી હોય તો બની શકે છે કે તમારે દારૂ છોડવાનો સમય આવી ગયો છે. પૂરતી ઊંઘ એટલી જ જરૂરી છે જેટલું રોજ એક્સર્સાઇઝ કરવી, હેલ્ધી ખાવું.

સ્કીન કે દાંતની તકલીફ
જો તમને સ્કિન ડિસઓર્ડર થઇ રહ્યો હોય, તમારી સ્કીન ઓવર સેન્સિટિવ થઇ રહી હોય , તમારી સ્કીન ડ્રાય થઇ રહી હોય તો આલ્કોહોલ છોડી દેવો બહેતર છે. જો તમને એવું લાગી રહ્યું હોય કે તમારા દાંતનાં મૂળ નબળા પડી રહ્યા છે તો આલ્કોહોલ છોડવામાં ભલાઇ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ