બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Ajit Pawar reached his uncle and NCP chief Sharad Pawars house

મુલાકાત / મહારાષ્ટ્રમાં ફરી મોટી રાજકીય હલચલ, અચાનક જ શરદ પવારના ઘરે પહોંચ્યા ડેપ્યુટી સીએમ અજીત પવાર, જુઓ કેમ

Kishor

Last Updated: 11:21 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણામંત્રાલયની જવાબદારી સોંપાયા બાદ અજિત પાવર તેના કાકા અને એનસીપીના વડા શરદ પવારના ઘરે પહોંચ્યા હતા. જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.

  • મહારાષ્ટ્રના રાજ્ય કેબિનેટનું વિસ્તરણ કરી દેવાયુ
  • ડેપ્યુટી સીએમ અજિત પવારને સોંપાઈ નાણામંત્રાલયની જવાબદારી
  • અજિત પાવર તેના કાકા અને એનસીપીના વડા શરદ પવારના ઘરે પહોંચ્યા

છેલ્લા કેટલાય સમયથી મહારાષ્ટ્રનું રાજકારણ ચર્ચાના ચકડોળે ચડ્યું છે અને એક એક પછી એક નવા વળાંક લઇ રહ્યું છે  આવી સ્થિતિ વચ્ચે ભારે ઉથલપાથલ બાદ આજે મહારાષ્ટ્રના રાજ્ય કેબિનેટનું વિસ્તરણ કરી દેવાયુ છે. જેમાં ડેપ્યુટી સીએમ અજિત પવારને સૌથી તાકાતવર અને મહત્વના ગણાતા નાણામંત્રાલયની જવાબદારી સોંપવામાં આવ્યું છે.આ જવાબદારીની જાહેરાત બાદ અજિત પાવર તેના કાકા અને એનસીપીના વડા શરદ પવારના ઘરે પહોંચ્યા હતા. મહત્વનું છે કે એનસીપી સાથેના બળવા બાદ આ બંનેની પ્રથમ બેઠક હોવાથી રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે.

ધારાસભ્યોને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા જણાવ્યું
બીજી બાજુ એવું કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવાર અને શરદ પવાર વચ્ચે આ કોઈ રાજકીય બેઠક કે મુલાકાત નથી. સૂત્રોનું માનીએ તો અજિત પવારના કાકી પ્રતિભા પવારના  હાથનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જે સિલસિલામાં તેઓની ખબર કાઢવા માટે અજિત પવાર ગયા હતા. જોકે નિષ્ણાંતોની નજર આ બેઠક પર મંડાયેલી છે. કારણ કે આજે જ પાર્ટીના ચીફ વહીપ જીતેન્દ્ર આહવાડે અજિત પવાર જૂથના બાર ધારાસભ્યોને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા જણાવ્યું છે. જેનો હજુ 48 કલાકનો સમયગાળો ગયો નથી.

 

બીજી બાજુ છગન ભુજબળને ખાધ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગની જવાબદારી સોંપાઈ છે. ઉપરાંત ડ્રગ એન્ડ એડમિનિસ્ટ્રેશનની જવાબદારી ધરમરાવબા આત્રામને,  પ્રથમ મહિલા મંત્રી તેવા અદિતિ તટકરેને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી, અબ્દુલ સત્તારને અલ્પસંખ્યાક મંત્રી બનાવ્યા છે. હસન મુશ્રીફને તબીબ અને શિક્ષણ મંત્રાલય, તો કૃષિ મંત્રાલયની જવાબદારી ધનજય મુન્ડેના શિરે મૂકવામાં આવી છે. સંજય રાઠોડને જળ સંરક્ષણ વિભાગની જવાબદારી અને દેવેન્દ્ર ફડણવિસ પાસે ગૃહ સિંચાઈ અને ઉર્જા વિભાગ અપાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ