બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / સુરત / Ajit Patel's allegations against Koli Samaj leader Kunwarji Bawaliya

સમાજમાં વિવાદ / કુંવરજી બાવળીયાએ સમાજ માટે કશુ કામ કર્યું નથી, માત્ર મંત્રી પદ માટે ભાજપમાં જોડાયાઃ અજીત પટેલ

Shyam

Last Updated: 07:13 PM, 2 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજીત પટેલે મહત્નું નિવેદન આપ્યું કે, કુંવરજી બાવળીયા ભાજપમાં મંત્રી પદની લાલચે જોડાયા

  • કુંવરજી બાવળીયા પર અજીત પટેલે કર્યા આક્ષેપ 
  • "ભાજપમાં મંત્રી પદની લાલચે બાવળીયા જોડાયા"
  • "બાવળીયાએ સમાજ માટે કશુ કામ કર્યુ નથી"

ગુજરાત સરકારમાં મંત્રી કુંવરજી બાવળિયાએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. જે બાદ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજીત પટેલે મહત્નું નિવેદન આપ્યું છે. કુંવરજી બાવળીયા પર અજીત પટેલે આક્ષેપ કર્યા છે. ભાજપમાં મંત્રી પદની લાલચે બાવળીયા જોડાયાનો આક્ષેપ કર્યો છે. સાથે કુંવરજી બાવળીયાએ સમાજ માટે કશુ કામ કર્યુ નથી. બીજા રાજ્યમાં પણ તેમને લઇને હોબાળો થયો હતો. પોતાની ખુરશી બચાવવા તેમણે પુરા પ્રયાસ કર્યા છે. આગામી ચૂંટણીમાં પણ ફરી ટિકિટ મેળવવા પ્રયાસ કર્યા છે. સમાજમાં ફૂંટ પડાવવાનું પણ કામ કુંવરજી બાવળીયાએ કર્યું હતું. તેમનો કાર્યકાળ પુરો થયા બાદ પણ મીટીંગો કરી હતી. સમાજમાં પોતાનાને સ્થાન આપ્યું અને કેટલાકને હટાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ રીતે એમણે સમાજમાં ભાગલા પાડવાનુ કામ કર્યું છે. 

વર્ષ 2017માં બાવળિયા સમગ્ર ભારતના કોળી સંગઠનના પ્રમુખ બન્યા હતા. 3 વર્ષ માટે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 2020મા કોરોના સમયના લીધે 1 વર્ષ એક્સટેન્શન મળ્યું હતું. કોળી સમાજનું સંગઠન દેશના 17 રાજ્યોમાં ચાલે છે. સરકારના કામકાજમાં વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું. અન્ય વ્યક્તિને જવાબદારી સોંપવાનો નિર્ણય પણ કરાશે.

અખિલ ભારતીય કોળી સમાજ શું છે? 

  • અખિલ ભારતીય કોળી સમાજ, કોળીઓની એક સામાજિક સંસ્થા છે
  • રાજ્ય અને દેશના કોળી આગેવાનો આ સંસ્થા સાથે છે સંકળાયેલા 
  • મંત્રી કુવરજી બાવળિયા આ સંસ્થાના છે પ્રમુખ 
  • સમાજમાં શિક્ષણ, આરોગ્ય, ખેતી જેવા મુદ્દા ઉઠાવતી રહી છે સંસ્થા 
  • ગુજરાતમાં કોળી સમાજમાં આ સંસ્થાની છાપ રહી છે ખુબ સારી
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ આ સંસ્થા છે જોડાયેલા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ