બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ajay rai controversial remark smriti irani fir national commission for women

રાજનીતિ / સ્મૃતિ ઈરાનીને 'લટકાં મટકાં'વાળા કહીને ફસાઈ ગયા કોંગ્રેસ નેતા અજય રાય, સીધી થઈ બે કાર્યવાહી

Hiralal

Last Updated: 04:06 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર વિવાદાસ્પદ નિવેદન આપનાર યુપી કોંગ્રેસના નેતા અજય રાયની સામે એક્શન લેવાવા શરુ થયા છે.

  • યુપી કોંગ્રેસના નેતા અજય રાય ફસાયા
  • રાષ્ટ્રીય મહિલા પંચે 28 ડિસેમ્બરે રુબરુ બોલાવ્યાં 
  • યુપીના સોનભદ્ર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન 

સ્મૃતિ ઈરાની અમેઠીમાં લટકાં-મટકાં કરીને ચાલી જાય છે તેવા ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતા અજય રાયના વિવાદાસ્પદ નિવેદનની ગંભીર નોંધ લેવાઈ છે અને તેમની સામે એક્શન શરુ થયા છે. 

28 ડિસેમ્બરે હાજર થઈને જવાબ આપો- રાષ્ટ્રીય મહિલા આયોગ
રાષ્ટ્રીય મહિલા આયોગે અજય રાયના નિવેદનને વાંધાજનક ગણાવીને વખોડી કાઢ્યું છે અને તેમને નોટીસ પાઠવીને 28 ડિસેમ્બરે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. 

સોનભદ્રમાં એફઆઈઆર નોંધાઈ
અજય રાય સામે સોનભદ્ર જિલ્લામાં કેસ નોંધવામાં આવ્યો છે. સ્મૃતિ ઈરાની અંગે અજય રાયના નિવેદનને લઈને સોનભદ્ર જિલ્લાના ભાજપના એક નેતા દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે અજય રાય સામે કલમ 354 એ, 501 અને 509 હેઠળ ગુનો નોંધ્યો છે.

ગઈ કાલે સોનભદ્રમાં શું બોલ્યાં હતા અજય રાય
ગઈકાલે અજય રાયે સોનભદ્રમાં કહ્યું હતું કે સ્મૃતિ ઈરાની અમેઠી આવે છે અને લટકાં-મટકાં કરીને જતી રહી છે. અમેઠીમા બધા કામ બંધ પડ્યાં છે. અજય રાયના આ નિવેદનથી વિવાદ વધ્યો હતો.

નિવેદન પર માફી નહીં માગું- અજય રાય 
અજય રાયના નિવેદન પર વિવાદ વધ્યો છે અને તેમની માફીની પણ માગ જોર પકડી રહી છે ત્યારે રાયે કહ્યું કે 
તેઓ પોતાના નિવેદન પર અડગ છે. અજય રાયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, તેમણે કોઈ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો નથી અને તેથી માફી નહીં માગે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ