બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / AIMIM supremo Owaisi to meet UP's dreaded Bahubali in Ahmedabad's Sabarmati jail today

કૂટનીતિ / અમદાવાદની સાબરમતી જેલમાં બંધ યુપીના ખૂંખાર બાહુબલીને આજે મળશે AIMIMના સુપ્રીમો ઔવેસી

Mehul

Last Updated: 12:00 AM, 20 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવી રહેલા AIMIMના સુપ્રીમો ઓવૈસી સાબરમતી જેલમાં બંધ યુપીના બાહુબલી સંસદ અતીક અહેમદને મળશે

  • અસ્દુદ્દીન ઔવેસીની રાજનીતિક મુલાકાત્ર ?
  • યુપીના બાહુબલીને સાબરમતી જેલમાં મળશે ઓવૈસી 
  • યુપીની ચૂંટણીમાં બાહુબલીનો લઇ શકે સાથ 

ઉત્તર પ્રદેશ  માફિયા સરગના અને ડોન કહેતા બાહુબલી એવો અતીક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે.આજે તેને મળવા સાબરમતી જેલ પર એક ખાસ રાજ્નીતિગ્ય આવી રહ્યા છે.અને તે છે AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઔવેસી.ગુજરાતમાં છ મહિના પહેલા થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીએ પહેલીવાર ગુજરાતમાં પોતાની પાર્ટીના ઉમેદવારો ઉતાર્યા હતા.અને અમદાવાદ મહાનગરપાલિકામાં તેમની પાર્ટીના ચાર ઉમેદવારો જીત્યા હતા.ઔવેસી ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી માટે આવ્યા હતા.

અતીક અહેમદ -રાજકીય મુલાકાત ?

આગામી ફેબ્રુઆરી-માર્ચમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે ત્યારે, બાહુબલી રાજનેતા અતીક અહેમદને મળવા કોઈ ચોક્કસ ઉદેશથી ઔવેસી આવી રહ્યાના અનુમાન છે. ઔવેસી પર લગભગ 102 જેટલા ક્રિમીનલ આરોપ છે.અને 3 જૂન 2019થી અતીક અહેમદને અમદાવાદની ઐતિહાસિક સાબરમતિ જેલમાં યૂપીથી ટ્રાન્સફર વોરન્ટથી લવાયો હતો..ઉત્તર પ્રદેશની દેવરિયા જેલમાં બેઠા બેઠા મોહિત જયસ્વાલ નામના વ્યાપારીનું અપહરણ કરાવી, જેલમાં માર મારી, લમણા પર રિવોલ્વર તાકીને અને તેની પાંચ કંપનીઓ બે સાગરીતોના નામે કરાવી દીધી હોવાનો પણ આરોપ છે.

થર..થર કાંપે છે ઉત્તર પ્રદેશની જેલો 

મુખ્તાર અન્સારી પછી ઉત્તરપ્રદેશની રાજનીતિ અને કાયદો-કાનૂન, પૂર્વ સાંસદ અતીક અહેમદથી થર થર કાંપે છે. ઉત્તર પ્રદેશની એક પણ જેલ બાહુબલી અતીકને પોતાની જેલમાં જગ્યા આપતા ડરે છે.પરિણામે 2019માં ચુંટણી પંચના આદેશ બાદ યૂપીની દેવરિયા જેલમાંથી ટ્રાન્સફર આપી અમદાવાદની સાબરમતી જેલમાં ખસેડાયો છે. હવે જયારે,યુપીના બાહુબલી મુખ્તાર અન્સારીને પંજાબની જેલમાંથી યૂપી પરત લાવવામાં આવ્યો છે ત્યારે, અતીકને પણ યૂપી પરત લઇ જવાશે તેવી અટકળોએ વેગ પકડ્યો છે. 

ઓવૈસીની આ મુલાકાત સૂચક 
ઉતર પ્રદેશમા વિધાનસભા ચૂંટણી છે. બાભુબલી અતીકને,અખિલેશ યાદવ પસંદ નથી કરતા.એવામાં AIMIMનાં સુપ્રીમો ઔવેસી,અતીકને જેલમાં બેઠા-બેઠા પોતાની પાર્ટી માટે ચૂંટણી લડી શકે તેવા મતલબની કોઈ વાત કરવા આવતા હોય તેવું શક્ય બને અથવા પોતાની પાર્ટી માટે અતીક મદદ કરે તેવી કોઈ વાત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સોમવારે ઓવૈસી અમદાવાદમાં - ક્યાં -કયારે ? 

ઔવેસી આજે સવારે સાત વાગ્યે અમદાવાદ એરપોટ આવી,હોટેલ જશે ત્યાર બાદ સવારે 10 વાગ્યા આસપાસ સાબરમતી જેલ જશે.ત્યાંથી મુલાકાત બાદ ખાનપુર જ જશે.ત્યાં એક હોટેલમાં પત્રકાર પરિષદ કરશે.સાંજે પાર્ટીના કાર્યકરો સાથે મિલન-મુલાકાત કરશે. રાત્રે 10.30 વાગ્યે હોટેલ પરત ફરશે 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ