બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabadites should keep the vehicle registration papers with them, police mega traffic drive in these areas, if the rules are broken, they will be gone.

ખાસ ઝુંબેશ / અમદાવાદીઓ વાહનના ચોપડી કાગળિયા સાથે રાખજો, આ વિસ્તારોમાં પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ, નિયમ તોડયા તો ગયા

Vishal Khamar

Last Updated: 10:51 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આવતીકાલથી પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. તેમજ આ સ્પેશિયલ ડ્રાઈવમાં એએમસીને પણ સાથે રાખીને દબાણ હટાવો ઝુંબેશ પણ હાથ ધરવામાં આવનાર છે.

  • પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ થશે શરૂ
  • રોંગ સાઇડ અને પાર્કિંગને લઇ ઝુંબેશ
  • કોર્પોરેશનને સાથે રાખી કાર્યવાહી

 ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બાદ પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી શરૂ કરી છે.  આવતીકાલથી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરનાં વાહનોની અવર જવરથી ધમધમતા વિસ્તારોમાં સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવનાર છે. ત્યારે 3 દિવસ સુધી ટ્રાફિક નિયમનને લઈને ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ત્યારે આ ઝુંબેશમાં AMC  ને સાથે રાખીને દબાણ પણ દૂર કરવામા આવશે. 

આરટીઓ દ્વારા તથ્ય પટેલનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યુંઃ એન.એન.ચૌધરી
ટ્રાફિક વિભાગનાં  પોલીસ વડા એન.એન.ચૌધરીએ જણાવ્યું હતું કે આવતીકાલે શહેરનાં એસ.જી. હાઈવે, સી.જી. રોડ, નારણપુરા ખાતે ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. જો કોઈ પણ વ્યક્તિએ વ્હિકલ આડેધડ પાર્ક કર્યું હશે તો તેને ટોઈંગ કરવામાં આવશે. તથ્ય અકસ્માત કેસ મામલે ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલે ચાર્જશીટ કરવામાં આવશે. તેમજ RTO  દ્વારા લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. તેમજ 17 સાક્ષીઓ અને સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે અને 308 હેઠળ તથ્ય સામે ગુનો નોંધવામાં આવશે.  

ઓવર સ્પીડ 57, ડ્રન્ક એન્ડ ડ્રાઈવના 16 અને ભયજનક ડ્રાઈવિંગના 119 કેસ નોંધાયા
આજે અમદાવાદ પોલીસે ટ્રાફિક અંગે 24 કલાકમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી. જેમાં તપાસ દરમિયાન નિયમ ભંગના 192 કેસ નોંધાયા હતા. બીજી બાજુ તપાસમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, રેસ ડ્રાઈવ, અને ઓવર સ્પીડમા વાહન ચલાવતા શખ્સો પોલીસની ઝપટે ચડયા હતા. જેની સામે પોલીસે કાયદાનો દંડો ઉગામી નિયમોને અવગણના કરતા શખ્સોને પાઠ ભણાવ્યા હતા.

અનેક વિસ્તારોમાં રાત્રે 11 પછી લારી-ગલ્લા સહિતની દુકાનો કરાવી બંધ

પોલીસના ચેકિંગ દરમિયાન ઓવર સ્પીડ 57, ડ્રન્ક એન્ડ ડ્રાઈવના 16 અને ભયજનક ડ્રાઈવિંગના 119 કેસ નોંધાયા હતા. રાત્રિના સમયે નબીરાઓ કાળ બનીને વાહનો ચલાવતા હોવાથી અનેક લોકો આવા નબીરાઓના ભોગ બન્યા છે. અમુક કિસ્સાઓમાં તો આવારાતત્વોના પાપે લોકો મોતના ખપ્પરમાં પણ હોમાયા છે ત્યારે આ સમગ્ર સ્થિતિને ધ્યાને લઈ પોલીસે અનેક વિસ્તારમાં મોડી રાત્રે પેટ્રોલિંગની કાર્યવાહી કરી હતી. અનેક વિસ્તારોમાં રાત્રે 11 પછી લારી-ગલ્લા સહિતની દુકાનો પણ બંધ કરાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ