બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabadi Cheti Jojo.! Otherwise, the hospital bed is ready, suddenly these diseases appear, the system is over

રોગચાળો વકર્યો / અમદાવાદી ચેતી જજો.! નહીંતર હોસ્પિટલનો ખાટલો પાક્કો, અચાનક આ રોગોએ દીધા દેખા, તંત્ર સાબદું

Vishal Khamar

Last Updated: 05:29 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન પાણીજન્ય રોગ જેવા કે ડેન્ગ્યુ અને મેલેરિયાનાં કેસમાં વધારો નોંધાયો છે. ગત મહિનાની સરખામણીએ આ મહિનામાં માત્ર 10 દિવસમાં ડેન્ગ્યુનાં કુલ 218 કેસ નોંધાવવા પામ્યા છે.

  • અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો
  • મચ્છર જન્ય અને પાણી જન્ય કેસમાં વધારો
  • ચાલુ મહિને 10 દિવસમાં ડેન્ગ્યુનાં 218 કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલ વરસાદ બાદ અચાનક જ મચ્છર જન્ય અને પાણી જન્ય કેસમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયાનાં કેસમાં વધારો થયો છે. જેમાં પાછલા મહિનાની સરખામણીએ ડેન્ગ્યુનાં કેસમાં ભારે વધારો થયો છે.  જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યુનાં 218 કેસ નોંધાયા છે. 

ચાલુ મહિને 10 દિવસમાં ડેન્ગ્યુનાં 218 કેસ નોંધાવા પામ્યા
મચ્છજરન્ય અને પાણી જન્ય રોગોનાં કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.  જેમાં સૌથી વધુ ડેન્ગ્યુનાં કેસ નોંધાયા છે.  પાછલા મહિનાની સરખામણીમાં કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. પાછલા મહિને ડેન્ગ્યુનાં કુલ 805 કેસ નોંધાવા પામ્યા હતા. જેની સામે ચાલુ મહિને 10 દિવસમાં ડેન્ગ્યુનાં 218 કેસ નોંધાવા પામ્યા છે. 

શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા ઉલ્ટી, ટાઈફોઈડ, કમળા, કોલેરાનાં કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં ચાલુ માસ દરમિયાન રોગચાળાનાં આંકડા પર નજર કરીએ તો 10 દિવસમાં ચાલુ મહિનામાં ડેન્ગ્યુનાં 218 કેસ, મેલેરિયાનાં 31, ચિકનગુનિયાનાં 2 કેસ. ઝાડાઉલ્ટીનાં 155 કેસ, ટાઈફોઈડનાં 140, કમળાનાં 61, કોલેરાનાં 3 કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં ઝાડા ઉલ્ટીનાં 784, કમળાનાં 207, ટાઈફોઈડનાં 691 અને કોલેરાનાં 26 કેસ નોંધાવવા પામ્યા છે. 

કોર્પોરેશન દ્વારા પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યા
આ બાબતે મેડિકલ હેલ્થ ઓફિસર ર્ડા. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપ્રિલમાં ચાર હજાર જેટલા પાણીનાં સેમ્પલ કોર્પોરેશનનાં હેલ્થ વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા. જેમાં જૂન મહિનામાં 125 સેમ્પલ, જુલાઈ મહિનામાં 118 સેમ્પલ લેવામાં આવ્યા છે.

કોર્પોરેશન દ્વારા કન્સ્ટ્રક્શન સાઈટ તેમજ કોમર્શિયલ એકમોમાં ચેકીંગ હાથ ધરાયું
તેમજ અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખીને મચ્છરજન્ય કેસ બાબતે ચાલુ માસમાં ડેન્ગ્યુનાં 218 કેસ નોંધાવવા પામ્યા છે. આ સાથે સાથે સાદા મેલેરિયાનાં 37 કેસ જ્યારે ઝેરી મેલેરિયાનાં 5 કેસ નોંધાવવા પામ્યા છે.  ત્યારે કોર્પોરેશન દ્વારા હાલમાં કન્સ્ટ્રક્શન સાઈટ તેમજ જે કોમર્શિયલ એકમ છે. ત્યાં હાલમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને તેમજ અઠવાડિયા દરમ્યાન કોર્પોરેશન દ્વારા છ લાખ જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.  સાથે સાથે ફીવરનો કોઈ પણ દર્દી હોય જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ હોય તમામનું નિદાન તેમજ સારવાર અર્બન હેલ્થ સેન્ટર ખાતે મળી રહે તે પ્રમાણે તે પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિને એડમીટ કરવાની જરૂર જણાય તો કોર્પોરેશનનાં સીએચસી તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આ માટે અલાયદા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. 

ડો ભાવિન સોલંકી (મેડિકલ હેલ્થ ઓફિસર, AMC)

ગયા મહિને 48 પાણીનાં સેમ્પલ અનફીટ આવ્યા હતા.
અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીનાં ચાલુ માસ દરમ્યાન 155 કેસ, કમળાનાં 61 કેસ, ટાઈફોઈડનાં 140 કેસ તેમજ કોલેરાનાં ત્રણ કેસ નોંધાયા છે. ત્યારે હાલ કોર્પોરેશન દ્વારા જે જગ્યાએ દૂષિત પાણીની ફરિયાદ આવે છે તે જગ્યાએ પાણીનાં સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે. ગયા મહિને ચાર હજારથી પણ વધારે પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 48 સેમ્પલ અનફીટ આવ્યા છે. મુખ્યત્વે જ્યાં દૂષિત પાણીની ફરિયાદ આવતી હોય છે તેમજ જ્યાં પ્રદૂષિત પાણી દેખાતું હોય છે. તે જગ્યાએ સેમ્પલ લઈ કોર્પોરેશન દ્વારા તેમજ એન્જીનીંયરીંગ વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવતી હોય છે.  શહેરનાં દક્ષિણ વિસ્તારમાં તેમજ પૂર્વ વિસ્તારમાંથી દૂષિત પાણીની ફરિયાદ વધુ પ્રમાણમાં નોધાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ