ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad warning case Showroom manager turned thief in game addiction, mischievous mischief in accounts
Last Updated: 07:19 PM, 19 March 2024
ADVERTISEMENT
અમદાવાદમાં ઓનલાઈન રમી ગેમની લતમાં યુવક ચોર બન્યાનો કિસ્સો ધ્યાને આવ્યો છે. શો રૂમમાં કામ કરતા કર્મચારી એ જ કિંમતી મોબાઇલની ચોરી કરી હતી. વાત વિગતે કરીએ તો આરોપી જગદિશ ઉર્ફે જેડી ચૌહાણ અને રાજકુમાર નાયક છે. જેમણે ફોન શો રૂમમાંથી મોબાઈલની ચોરી કરીને રૂપિયા 37.82 લાખની છેતરપિડી આચરી છે. ઘટના એવી છે કે એસજી હાઇવે પર ઇસ્કોન ચાર રસ્તા પાસે આવેલા મોબાઈલના એક શોરૂમમાંથી 26 ફોન અને રૂ 3.50 લાખ રોકડની ચોરી થઈ હતી. CCTV ફુટેજ ચેક કરતા સ્ટોર મેનેજર જગદીશ ચૌહાણની સંડોવણી ખુલતા સેટેલાઈટ પોલીસે ધરપકડ કરી છે. તપાસ કરતા સામે આવ્યું કે આરોપી ઓનલાઈન ગેમમાં લાખો રૂપિયા હારી ગયો હતો. જેથી તેણે શોરૂમમાંથી છ માસ દરમિયાન મોબાઈલની ચોરી કરી હતી. જેમા મોબાઈલની કિંમત 21.89 લાખ અને વેચાણની રોકડ કિંમત 15.93 લાખ સહિત કુલ રૂ 37.82 લાખની ઉચાપત કરી હતી. સેટેલાઈટ પોલીસે ચોરી કેસમા રૂપિયા એક લાખની રોકડ, બાઈક અને 9 મોબાઈલ સહિત રૂ 7.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ADVERTISEMENT
અઢી વર્ષથી શોરુમમાં કરતો નોકરી
પકડાયેલ આરોપી જગદીશ ચૌહાણ છેલ્લા અઢી વર્ષથી મોબાઈલ શો રૂમમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. આમ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે પણ અમદાવાદ નોકરી માટે આવ્યો હતો. આરોપી જગદીશ ઓનલાઈન રમી ગેમની લતમાં લાગ્યો અને દરરોજ મોબાઈલ શો રૂમના વકરામાંથી થોડા થોડા પૈસાની ચોરી કરતો હતો. જેમાં મોંઘા ફોન પણ ચોરી કરીને શો રૂમમાં નકલી બિલ મૂકીને કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રી કરતો હતો. એટલું જ નહીં ઓડિટ સમયે પણ ખોટા બિલ બનાવી સિસ્ટમ રોકડ આંકડામાં છેડછાડ કરીને ખોટી એન્ટ્રી કરતો હતો. આરોપીએ ચોરી કરેલા મોબાઈલ ફોન બિલ વગર અનેક ગ્રાહકોને મોબાઈલ ફોન વેચી દીધા હતા તેમની પાસેથી 9 જેટલા મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: કોંગ્રેસે પંચમહાલ લોકસભા બેઠક પર જાહેર કર્યું નામ,વિનર ઉમેદવારને ઉતાર્યો મેદાનમાં, જંગ જામશે
પોલીસે કાર્યવાહી હાથ ધરી
સેટેલાઇટ પોલોસે મેનેજર જગદીશ ચૌહાણની સાથે મોબાઈલ ખરીદી કરનારા આરોપી રાજકુમાર નાયકની પણ ધરપકડ કરી છે. આ બન્ને આરોપીના રિમાન્ડને લઈને કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આરોપી જગદીશ ચૌહાણ અગાઉ આ રીતે કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે નહીં તેમજ મોબાઈલ ખરીદી કરનાર આરોપીએ કોઈ અન્ય ચોરીના મોબાઈલ ખરીદ્યા છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.