બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad Vastrapur stone pelting between two groups, one dead

ઘર્ષણ / મંદિર જીર્ણોદ્ધારની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે વસ્ત્રાપુરમાં પથ્થરમારો, એકનું મોત, 7 ઘાયલ

Published By: Vidhata

Last Updated: 02:24 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વસ્ત્રાપુર ગામમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો, જેમાં 7 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા અને એક 70 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી.

અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાપુરમાં બુધવારે રાતે જૂથ અથડામણની ઘટના બની. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ભરવાડવાસમાં જૂથ અથડામણ થઈ હોવાની જાણકારી મળી છે. ભરવાડવાસમાં બે જૂથ વચ્ચે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા 7 જેટલા લોકો ઘાયલ થયા અને એક 70 વર્ષીય મહિલાનું મોત થયું.

પથ્થરમારામાં 7 જેટલા લોકોને થઈ ઈજા, એકનું મોત

શહેરમાં બુધવારની રાતે વસ્ત્રાપુરના ભરવાડવાસમાં બે જૂથ વિવાદ થતા સામસામે પથ્થરમારો કરાયો હતો. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પત્રિકામાં નામ છપાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જૂથ અથડામણની આ ઘટનામાં પથ્થરમારામાં 7 લોકો ઘાયલ થયા છે, જયારે એક 70 વર્ષીય મહિલાનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર, વસ્ત્રાપુર ગામમાં થયેલી આ જૂથ અથડામણમાં ગાંધીનગર ટ્રાફિક પોલીસના PI ગોવિંદ ભરવાડ સામેલ હોવાની વાત સામે આવી છે. જો કે પોલીસને આ ઘટનાની માહિતી મળતા જ તરત જ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. પોલીસે પથ્થરમારામાં સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરી છે. 

વધુ વાંચો: કાળઝાળ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ, અમદાવાદ સહિત 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર

ટ્રાફિક DCP સફિન હસને આ અંગે જણાવ્યું કે મંદિરની પ્રાણ પ્રતિસ્થા માટે પત્રિકામાં નામ છપાવવા મુદ્દે બે જૂથ વચ્ચે આંતર વિગ્રહ ચાલુ હતો. જેના પગલે બે જૂથ વચ્ચે આ પથ્થરમારાની ઘટના બની છે. આ ઘટનામાં કુલ 7 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી. આ ઘટનામાં જે લોકો પણ સંડોવાયેલા છે, એ તમામ લોકોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad stone pelting vastrapur stone pelting

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ