બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ RTOએ 250 લોકોના લાયસન્સ રદ કર્યાં, આ એક ભૂલ કરશો તો તરત સસ્પેન્ડ થશે તમારું લાયસન્સ
Last Updated: 05:26 PM, 10 August 2026
અમદાવાદ શહેરમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને પગલે ટ્રાફિક પોલીસ અને RTO તંત્ર દ્વારા હવે અકસ્માત સર્જનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગંભીર અકસ્માતો અને ફેટલ અકસ્માતોના કેસમાં જવાબદાર ડ્રાઈવરોના ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
અકસ્માત સર્જનારા વાહનચાલકોનું લિસ્ટ તૈયાર કર્યું
ટ્રાફિક પોલીસે અકસ્માત સર્જનારા વાહનચાલકોનું લિસ્ટ તૈયાર કર્યું છે અને આ લિસ્ટ અમદાવાદ RTOને સોંપવામાં આવશે. લિસ્ટના આધારે સંબંધિત વાહનચાલકોના લાયસન્સ 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
250 વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા
મળતી માહિતી મુજબ, 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આશરે 250 વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. હવે ટ્રાફિક પોલીસે વધુ 500 જેટલા વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેનું લિસ્ટ તૈયાર કર્યું છે.
ADVERTISEMENT
લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે
આ યાદીમાં ખાસ કરીને ગંભીર અકસ્માત, ફેટલ અકસ્માત સહિતના કેસમાં સંડોવાયેલા વાહનચાલકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. RTO દ્વારા ટ્રાફિક પોલીસ પાસેથી મળેલા રેકોર્ડના આધારે કેસની ગંભીરતા અને નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વરસાદની 4 નવી સિસ્ટમ સક્રિય, ગુજરાતને આ તારીખથી ઘમરોળશે વરસાદ, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન
વાહનચાલકો સામે કડક કાર્યવાહી
ADVERTISEMENT
શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અને બેફામ વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા તંત્ર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. અકસ્માત બાદ જવાબદાર વાહનચાલકો સામે માત્ર દંડાત્મક કાર્યવાહી પૂરતી ન રાખીને તેમના ડ્રાઈવિંગ લાયસન્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવતાં ટ્રાફિક નિયમોના પાલન અંગે વધુ કડક સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.