બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad The weather suddenly changed the rain came

મેઘરાજાની સટાસટી / અમદાવાદમાં ભયાનક નજારોઃ અચાનક જ પલટાયું વાતાવરણ, કડાકા-ભડાકા સાથે ત્રાટક્યો વરસાદ

Kishor

Last Updated: 05:06 PM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટા સાથે આજે બપોર બાદ વરસાદ ત્રાટક્યો હતો. જેને લઇને શહેરમાં વીજળીના ભયાનક દ્રશ્યો સર્જાયા હતા.

  • અમદાવાદમાં તોફાની પવન સાથે વરસાદ
  • ગાજવીજ સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
  • એસજી હાઈવે, વેજલપુરમાં વરસાદ

હવામાન વિભાગની આગાહીને લઇન અમદાવાદમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ સાથે વરસાદની શરૂઆત થઇ છે. આજે શનિવારે બપોર બાદ અમદાવાદમાં અચાનક જ વાતાવરણ પલટો આવ્યો હતો. વેગીલા વાયરા અને ધૂળની ડમરીઑ વચ્ચે કડાકા ભડાકા સાથે મેઘરાજાનું લાંબા સમય બાદ ફરી આગામન થયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં બપોર બાદ વરસાદની શરૂઆત થઈ છે. 

ગાજવીજ સાથે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
જેમાં શહેરનાએસજી હાઈવે, વેજલપુર, પ્રહલાદનગર, બોપલ, ઇસ્કોન, ઘુમા, વૈષ્ણોદેવી, ગોતા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ આ ઉપરાંત વસ્ત્રાપૂર, ઈસનપુર, મણિનગર, નારોલ, ઘોડાસર સહીતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના આગમનને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ઉકળાટમાંથી રાહત મળી હતી.


હવામાન વિભાગ દ્વારા 5 દિવસ વરસાદની આગાહી
લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘો સટાસટી બોલાવે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.  કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી શક્યતાને લઈને ખેડૂતોને પણ સોનેરી આશા બંધાઈ છે. બંગાળમાં લો પ્રેશર સર્જાવાને કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. દક્ષિણ ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની વકી છે. જ્યારે વલસાડ, નવસારી, દમણ, ડાંગ, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. વધુમાં આજે ગાંધીનગર અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ