બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad, the daughter was fed After 2 years of esophagectomy

સરાહનીય / ડોક્ટરે ચમત્કાર કર્યો: અન્નનળીનું ઓપરેશન કરી 2 વર્ષ બાદ દીકરીને જમતી કરી, અમદાવાદમાં થયું મફત ઓપરેશન

Dinesh

Last Updated: 11:44 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Esophagus operation: બનાસકાંઠાની 18 વર્ષની યુવતી કે જેણે જૂન 2022માં કોઈ કારણસર એસિડ પી લીધું હતું. જેનાથી અન્નનળીને નુકશાન થતા ઓગસ્ટ 2022 તેને  ખોરાક માટે પેટમાં ટ્યૂબ નાખી હતી.

કહેવાય છે કે ડોકટરએ ભગવાનનું બીજુ સ્વરૂપ છે. આ કહેવત અમદાવાદ શહેરમાં સાર્થક થઈ છે. એક યુવતી જમવાનું જમી શકતી ન હતી પરંતુ તે યુવતીનું એક ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરીને ડોકટરે એક નવું જીવન પ્રદાન કર્યું છે.

એસિડના કારણે અન્નનળીને નુકસાન પહોંચ્યું હતું
બનાસકાંઠાની 18 વર્ષની યુવતી કે જેણે જૂન 2022માં કોઈ કારણસર એસિડ પી લીધું હતું. જેનાથી અન્નનળીને નુકશાન થતા ઓગસ્ટ 2022 તેને  ખોરાક માટે પેટમાં ટ્યૂબ નાખી હતી. ઘણી વાર એન્ડોસ્કોપી થઇ પણ પ્રાઇવેટ હોસ્પિટલથી તેને કહેવાયું હતું કે યુવતી આજીવન મોઢેથી ખાઈ કે પી નહી શકે. બાદમાં ખાનગી હોસ્પિટલનો એક કેમ્પ થયો હતો ત્યાં ડોક્ટરે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. હોસ્પિટલના ડો. અશોક દેસાઈએ તેમની તપાસ કરી અને એન્ડોસ્કોપી નિઃશુલ્ક કરવામાં આવી હતી. બાદમાં ઓપરેશન કરીને નવી અન્નનળીની ટ્યુબ બનાવી રિપ્લેસ કરી છે. જેનાથી યુવતી પહેલાની જેમ મોઢાથી ખાઈ-પી શકે છે. ઓપરેશન થયા બાદ 11માં દિવસે યુવતી ખીચડી, રોટલી ખાતી થઇ ગઇ છે

ડો. અશોક દેસાઈ

વાંચવા જેવું: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે આપી 30 લાખ નોકરીઓની ખાતરી, યુવાનોને આપ્યા આ વચન

જઠર બહાર નીકાળ્યું હતુ !
યુવતીના ઘરમાં તેનો મોટો ભાઈ અને માતા-પિતા છે. જે ગરીબ પરિવારમાંથી આવે છે. યુવતી સાથે આ ઘટના બનતા પરિવાર હિંમત હારી ગયો હતો. પરંતુ હોસ્પિટલના ડોકટરની ટીમની મહેનતથી યુવતીને નવું જીવન પ્રદાન થયું છે. આ યુવતીનું 4 કલાક કરતા વધુ સમય ઓપરેશન ચાલ્યું હતું. જેમાં જઠર બહાર કાઢી તેમાંથી નળી બનાવી યુવતીને નવી નળી નાંખી હતી. એસિડના કારણે યુવતીને માત્ર 2 સેમી જ અન્નનળી બચી હતી. જેથી અન્નનળી માંથી ખાઈ શકે તેવી કોઈ શકયતા ન હતી. જો અન્નનળીનું ઓપરેશન કરે તો યુવતીનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે તેમ હતું. જેથી ડોકટરે જઠરમાંથી સીધી નળી બનાવી યુવતી ને મોઢા વડે ખાતી કરી દીધી છે.  આ ઓપરેશન સરકારની યોજના આયુષમાં કાર્ડ હેઠળ કરવામાં આવ્યું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ