બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Youth Congress regarding the Lok Sabha elections Statement on the promises

ચૂંટણી 2024 / લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે આપી 30 લાખ નોકરીઓની ખાતરી, યુવાનોને આપ્યા આ વચન

Dinesh

Last Updated: 09:24 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: યુવા કોંગ્રેસના મહામંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓની ખાતરી આપે છે અને એક કેલેન્ડર જારી કરશે અને તે મુજબ સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી યુવાનોને નોકરીની ભરતીની ખાતરી આપે છે,  કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓની ખાતરી આપે છે અને એક કેલેન્ડર જારી કરશે અને તે મુજબ સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું. પ્રથમ નોકરીની બાંયધરી પણ આપવામાં આવશે, નવો એપ્રેન્ટિસશીપ અધિકાર કાયદો દરેક ડિપ્લોમા ધારક અથવા કોલેજ સ્નાતકને જાહેર અથવા ખાનગી ક્ષેત્રની કંપનીમાં એક વર્ષની એપ્રેન્ટિસશીપ (તાલીમ)ની બાંયધરી આપે છે. તાલીમાર્થીઓને દર મહિને રૂ. 1 લાખ (રૂ. 8,500/મહિને) મળશે.

'પેપર લીક રોકવા માટે કાયદો બનાવશે'
વધુમાં યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા જણાવ્યું હતું કે પેપર લીક રોકવા માટે કાયદો બનાવશે. કોંગ્રેસ જાહેર પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારની મિલીભગત અથવા કાવતરું અટકાવવા અને પ્રામાણિકતા અને નિષ્પક્ષતાના ઉચ્ચતમ ધોરણોને સુનિશ્ચિત કરવા માટે નવા કાયદાની ખાતરી આપે છે. અમે નવા કાયદા લાવીને પેપર લીકને સંપૂર્ણપણે રોકીશું, જે હાલમાં કરોડો યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહ્યું છે.
    કોંગ્રેસે ગીગ અર્થતંત્રમાં દર વર્ષે રોજગાર શોધતા લાખો યુવાનો માટે વધુ સારી કામ કરવાની પરિસ્થિતિઓ અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા કાયદો લાવવાનું વચન આપે છે. યુવા રોશની માટે કોંગ્રેસ પાર્ટીની ખાતરી આપે છે

કોંગ્રેસે રાષ્ટ્ર નિર્માણની વાત કરી
કોંગ્રેસ દેશના તમામ જિલ્લાઓમાં પાંચ વર્ષના સમયગાળા માટે ફાળવણીની સુવિધા સાથે રૂ. 5,000 કરોડનું ફંડ બનાવશે. 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો કોઈપણ ક્ષેત્રમાં તેમના વ્યવસાય માટે સ્ટાર્ટ-અપ ભંડોળનો લાભ લઈ શકે છે. ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષના અન્યાયના સમયગાળાને ગંભીર બેરોજગારી સંકટ પરથી સમજી શકાય છે. અન્યાયના આ સમયગાળાએ લાખો શિક્ષિત અને મહત્વાકાંક્ષી યુવાનોને તેમના આર્થિક ભવિષ્યને સુધારવા અથવા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાથી વંચિત રાખ્યા છે. અમે યુવાનો માટે આવા પગલાં લઈશું જેથી દરેક યુવા પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે.

વાંચવા જેવું: લોકસભા ચૂંટણી પહેલા 8 IPSની નિમણૂક, 65 Dy.sp બદલી, જુઓ લિસ્ટ

'ભરતીનું કેલેન્ડરને અનુસરણ કરવામાં આવતું નથી'
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણા કહ્યું હતું કે 2014 માં મોદી સરકાર જયારે ચૂંટણી આવી ત્યારે બે કરોડ રોજગારીની વાત કરી હતી પરંતુ આ સરકારમાં દર વર્ષે દસ લાખ  રોજગારી છીનવી રહી છે. ગુજરાતમાં ટેટ- ટાટ ના ઉમેદવાર હોય કે અન્ય કોઈ પણ ભરતીનું કેલેન્ડરને અનુસરણ કરવામાં આવતું નથી જેના કારણે પાસ થયેલ ઉમેદવારોની વયમર્યાદાના પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા અને સરકાર પોતાના મળતીયા ગોઠવીને ભરતી કૌભાંડ કરવામાં  આવે છે, આ સરકાર રોજગારીની વાત કરે છે પણ યુવાનો પાસેથી રોજગારી છીનવે છે તેવા આરોપ મૂક્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ