ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓ નહીં સુધરે! ટ્રાફિક નિયમ તોડવામાં મોખરે, 23 દિવસમાં ચૂકવ્યો 13.21 કરોડનો દંડ

કાર્યવાહી / અમદાવાદીઓ નહીં સુધરે! ટ્રાફિક નિયમ તોડવામાં મોખરે, 23 દિવસમાં ચૂકવ્યો 13.21 કરોડનો દંડ

Last Updated: 08:47 PM, 21 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં હાઇકોર્ટેના ટકોર બાદ ટ્રાફિક પોલીસે 23 જ દિવસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 2 લાખ 1 હજાર 155 વાહન ચાલકો વિરુદ્ધ કેસો કરી ને 13.21 કરોડનો દંડ ટ્રાફિક ડ્રાઇવમાં ફટકારવામાં આવ્યો છે.

ADVERTISEMENT

રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે બેફામ રીતે વધી રહી છે. ત્યારે હાઇકોર્ટેની ટકોર બાદ ટ્રાફિક પોલીસનું ટ્રાફિક નિયમનનું અભિયાન ચાલ્યું છે. 23 દિવસમાં રૂ 13.21 કરોડ દંડ વસુલ્યો છે. જેમાં અમદાવાદીઓ નિયમ તોડવામાં મોખરે છે. ટ્રાફિક પોલીસે નિયમ તોડનાર વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાનું અભિયાન શરૂ કર્યું છે.

traffic-police_2

ટ્રાફિક ડ્રાઇવમાં રૂપિયા 13.21 કરોડની વસૂલાત

અમદાવાદમાં રોડ રસ્તામાં ટ્રાફિક જામ અને અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇને હાઇકોર્ટે પણ ટ્રાફિક પોલીસને ટકોર કરી હતી. હાઇકોર્ટેના ટકોર બાદ ટ્રાફિક પોલીસે 23 જ દિવસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 2 લાખ 1 હજાર 155 વાહન ચાલકો વિરુદ્ધ કેસો કરી ને 13.21 કરોડનો દંડ ટ્રાફિક ડ્રાઇવમાં ફટકારવામાં આવ્યો છે. આ ડ્રાઇવ સૌથી વધુ હેલ્મેટ અને રોંગ સાઇડ આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે રોંગ સાઇડમાંથી આવતા વાહન લીધે વધુ અકસ્માત થતા હોવાથી ટ્રાફિક વિભાગ દ્વારા રોંગ સાઇડ ડ્રાઇવ મારફતે વાહન ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.

trafick-challan

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે! AAP સંગઠનમાં ધરખમ ફેરફાર, જુઓ આજના મોટા સમાચાર

અમદાવાદીઓ ટ્રાફિક નિયમો તોડવામા મોખરે

ટ્રાફિકનું પાલન ન કરવામાં અમદાવાદીઓ મોખરે છે. કારણ કે કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. છતાં ટ્રાફિકનુ પાલન કરવામાં નિષ્કાળજી જોવા મળી રહી છે. વાત કરવામાં આવે તો વર્ષ 2023 અમદાવાદ ટ્રાફિક પોલીસે 11 કરોડનો દંડ ફટકાર્યો હતો. જે બાદ વર્ષ 2024માં ટ્રાફિક પોલીસે 5 ગણો દંડ ફટકારી 56 કરોડનો દંડ આપ્યો છે. જોકે વર્ષ 2023-24માં કુલ 27 કરોડ દંડ વસૂલ્યો છે. પરંતુ વાહન ચાલકોમાં કોઈ જાગૃતતા નથી અને તેઓ ટ્રાફિક ના નિયમનું ભંગ કરી રહ્યા છે..જેથી ટ્રાફિક પોલીસે હવે આવા વાહન ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને ધરપકડ કરવાની પણ કાર્યવાહી કરશે..

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Traffic Fine Ahmedabad Traffic Police Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ