બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાસપોર્ટના અરજદારોમાં 10 ટકાનો ઘટાડો, જાણો 2024માં કેટલાં ઇશ્યૂ કરાયા
Last Updated: 12:29 PM, 7 January 2025
ગુજરાતના લોકોમાં વેકેશનમાં વિદેશ ફરવા જવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ત્યારે જ રાજ્યના લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે વિદેશ જતા હોય છે, જેને લઈને પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ માટે મોટી સંખ્યામાં અરજીઓ થતી હોય છે. જો કે માહિતી અનુસાર, પાસપોર્ટના અરજદારોમાં 10 ટકાનો ઘટાડો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક વર્ષમાં પાસપોર્ટની અરજીઓમાં 10 ટકાનો ઘટાડો થયો છે.
ADVERTISEMENT
પાસપોર્ટની અરજીમાં એક વર્ષમાં થયો 10 ટકા ઘટાડો
જણાવી દઈએ કે અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા વર્ષ 2024માં 8.12 લાખ પાસપોર્ટ ઈશ્યૂ કરાયા, જયારે 2023માં 8.52 લાખ પાસપોર્ટ ઈશ્યૂ કરાયા હતા. અમદાવાદ રિજનલ પાસપોર્ટથી એક વર્ષમાં 8.12 લાખથી વધુ પાસપોર્ટ ઇશ્યૂ થયા છે, એટલે કે રોજના સરેરાશ 2225 વ્યક્તિને અમદાવાદથી પાસપોર્ટ ઇશ્યૂ થયા છે. જયારે સાત વર્ષમાં લગભગ 45.37 લાખ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
માહિતી અનુસાર, અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસને પાસપોર્ટ માટે વર્ષ 2023માં 8.70 લાખ અરજીઓ મળી હતી, જયારે વર્ષ 2024માં પાસપોર્ટ માટે 7.92 લાખ અરજીઓ મળી હતી. આ અંગે અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસના અધિકારી અભિજીત શુક્લાને ટાંકીને એક અહેવાલમાં જણાવવામાં આવ્યું કે પાસપોર્ટ માટે વર્ષ 2024માં પાંચ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય હિંમતનગર, આણંદ, નડિયાદની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
પાસપોર્ટ માટે અરજી કરનારાઓનો રાહ જોવાનો સમયગાળો ઘટે એ માટેના પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સાથે જ ગયા વર્ષે ઈ-મેલ અને સોશિયલ મીડિયા દ્વારા બે હજાર લોકોની સમસ્યાનું પણ સમાધાન કરવામાં આવ્યું હતું. આગળના વર્ષે મોબાઇલ સર્વિસ વાન પણ કાર્યરત કરવામાં આવી હતી. માહિતી અનુસાર, રાજ્યભરમાંથી દિવાળી બાદ પાસપોર્ટની અરજીઓમાં ઘટાડો થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો, ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમના મૂળિયાં ઉખેડશે
ADVERTISEMENT
અમદાવાદ-આરપીઓથી ઈશ્યુ થયેલા પાસપોર્ટ
ADVERTISEMENT
આમ છેલ્લા સાત વર્ષોમાં પાસપોર્ટ માટે 44,72,178 અરજીઓ આવી, જેમાં 45,39,931 પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.