બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / બનાવી લો ઘરેણાં! અમદાવાદમાં સોનાના ભાવમાં આવ્યો ધરખમ ઘટાડો, ખરીદી શકાય એટલા ભાવ
Last Updated: 11:30 AM, 15 November 2025
સોનું હવે નીચે આવી રહ્યું છે. 15 નવેમ્બરે અમદાવાદમાં સોનાના ભાવમાં 1960 રુપિયાનો ઘટાડો આવ્યો છે. આ સાથે સોનું હવે અહીં 1,25,130 ભાવે વેચાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ ઘટાડો સૌથી મોટો છે. 14 નવેમ્બરે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,27,090 હતો જે 15 નવેમ્બરે ઘટીને 1,25,130 થઈ ગયો હતો. આટલું
ADVERTISEMENT
આગામી સમયમાં વધુ ઘટાડો
દિગ્ગજ બ્રોકરેજ મોતીલાલ ઓસ્વાલના અહેવાલ મુજબ, છેલ્લા છ વર્ષમાં સોનાના ભાવ ત્રણ ગણાથી વધુ વધ્યા છે. જોકે, નિષ્ણાતો હવે કહે છે કે શેરબજાર અને ક્રિપ્ટોકરન્સી જેવા સોના સહિત ઘણી સંપત્તિમાં ઘટાડો આવી રહ્યો છે અને આગામી સમયમાં સોનામાં મોટો ઘટાડો આવી શકે છે.
ADVERTISEMENT
1 લાખની નીચે આવી જશે ભાવ
નિષ્ણાંતોએ એવું કહ્યું કે આગામી સમયમાં સોનું 1 લાખની અંદર આવી શકે છે. સોનું 1 લાખની અંદર આવવાના સમાચાર જાહેર થતાંની સાથે જ જે લોકો ખરીદવા માગે છે તેમનામાં ખુશી વ્યાપી હતી. હાલમાં સોનું 1.22 લાખની આસપાસ છે અને આગામી સમયમાં તેમાં વધુ ઘટાડો આવીને 1 લાખની અંદર આવી જશે.
ADVERTISEMENT
વધુ વાંચો : બિહાર ચૂંટણી પરિણામના બીજા જ દિવસે ઝાડીઓમાં મળી ભાજપ નેતાની લાશ, મચ્યો હડકંપ
સેન્ટ્રલ બેંકો ખરીદી રહી છે સોનું
ADVERTISEMENT
સોનાના ભાવ ઘટ્યા હોવા છતાં, મુખ્ય દેશોની મધ્યસ્થ બેંકો સોનાની ખરીદી ચાલુ રાખે છે. ચાલુ કેલેન્ડર વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં, મધ્યસ્થ બેંકોએ મળીને 220 ટન સોનું ખરીદ્યું. પોલેન્ડ, ભારત અને ઉઝબેકિસ્તાન સૌથી મોટા ખરીદદારોમાં સામેલ હતા. આ દેશોમાં યુએસ ડોલરથી સોના તરફ પરિવર્તન દર્શાવે છે. વિશ્વભરના દેશો હવે ડોલર કરતાં સોનાને પ્રાથમિકતા આપી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.