બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad, fraud complaints increased in the circle of quick loans

ક્રાઈમ / કાગળિયા આપો એટલે લોન! અમદાવાદમાં ઝડપી લોનના ચક્કરમાં મગજ ફરી જાય તેવું બન્યું, મોઢું બતાવવું મુશ્કેલ

Dinesh

Last Updated: 10:56 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: સાયબર ક્રાઇમના અધિકારીનું કહેવું છે કે, જ્યારે કોઈપણ વ્યક્તિ આ પ્રકારે ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન પરથી નાણાકીય મદદ લઈ રહ્યા છે ત્યારે તે એપ્લિકેશન NBFC દ્વારા અધિકૃત છે કે કેમ તેની ચકાસણી કરવી હિતાવાહ બને છે.

જો તમે નાની નાની રકમની લોન ઓનલાઇન લેવાનું વિચારી રહ્યા છો અથવા તો આ પ્રકારે લોન લીધી હોય તો તમે ચેતી જજો. કારણ કે આ પ્રકારે મળતી ઇન્સ્ટન્ટ લોન તમને મોટા ખાડામાં ઉતારી શકે છે. અમદાવાદમાં ઈન્સ્ટન્ટ લોનમાં ઠગાઈના કિસ્સાઓ વધ્યા છે.  દરરોજ 5થી વધુ લોકો આ ઠગાઇનો ભોગ બની રહ્યા છે. 

સાયબર ક્રાઈમમાં ફરિયાદો વધી રહી છે
ઇન્સ્ટન્ટ લોનના નામે નાણાકીય મદદ લેવી ક્યારેક મુસીબત ને આમંત્રણ આપવા જેવો ઘાટ સર્જે છે. કેટલાક સમયથી આ પ્રકારે છેતરપિંડીના અસંખ્ય કિસ્સાઓ બની રહ્યા છે. સાયબર ક્રાઈમ કરતાં ગઠિયાઓ જે વ્યક્તિને ઓછા રૂપિયાની જરૂરિયાત હોય તેવા લોકોને માત્ર આધાર કાર્ડ અને ફોટો જેવા પુરાવા આપીને લોન આપવાની લાલચ આપે છે. ત્યારબાદ તેઓ તેમને બ્લેકમેલિંગ કરીને અથવા તો અન્ય કોઈ રીતે રૂપિયા પડાવે છે. સાયબર ક્રાઇમમાં દરરોજ 5થી વધુ લોકો ઇન્સ્ટન્ટ લોનની ઠગાઈનો ભોગ બનેલા લોકો ફરિયાદ નોંધવવા આવે છે. અને આ ઠગ ટોળકીથી છુટકારો મેળવવાની અપીલ કરે છે. 

ધાક ધમકી આપે છે
અગાઉ સાયબર ગઠિયાઓ play store મારફતે ઇન્સ્ટન્ટ લોન માટેની એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા હતા. પરંતુ આવી અનેક એપ્લિકેશન બંધ કરાવ્યા બાદ હવે તેઓ સોશિયલ મીડિયા મારફતે લોકોનો સંપર્ક કરતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ ગઠિયાઓ એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ તેમના મોબાઈલની કેટલીક એપ્લિકેશન એક્સેસ કરવા માટેની મંજૂરી મેળવી લેતા હોય છે. ત્યારબાદ તેમના ફોટો મોર્ફ કરી સગા સંબંધીઓમાં વાયરલ કરવાની ધમકી પણ આપતા હોય છે. આ ઉપરાંત ભોગ બનનારાની રોજિંદીગ ગતિવિધિઓ ઉપર પણ તેમની નજર હોવાની ધમકી આપે છે. 

વાંચવા જેવું: ઢોરના કારણે યુવકનું મોત થતાં રાજકોટ મનપા જવાબદાર, 13 લાખ ચૂકવવા આદેશ, સિવિલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

અધિકૃત છે કે કેમ તેની ચકાસણી કરવી
સાયબર ક્રાઇમના અધિકારીનું કહેવું છે કે, જ્યારે કોઈપણ વ્યક્તિ આ પ્રકારે ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન પરથી નાણાકીય મદદ લઈ રહ્યા છે ત્યારે તે એપ્લિકેશન NBFC દ્વારા અધિકૃત છે કે કેમ તેની ચકાસણી કરવી હિતાવાહ બને છે. હાલમાં તો સાયબર ક્રાઇમે આ લોન ઠગાઈ કેસમાં સંડોવાયેલા આરોપીની શોધખોળ શરૂ કરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ