બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad: Dead trees in the middle of the road, gross negligence of the system was revealed in the reality check, watch the video

VTV રિયાલિટી ચેક / અમદાવાદ: રસ્તા વચ્ચે મોત નોંતરતા વૃક્ષો, રિયાલિટી ચેકમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી, જુઓ વીડિયો

Vishal Khamar

Last Updated: 12:37 PM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં તાજેતરમાં જ સાયન્ય સીટી રોડ પર વૃક્ષ સાથે અથડાતા વ્યક્તિનું મોત નિપજ્યું હતું. શહેરમાં હજુ ઘણા રસ્તા છે જ્યાં રોડ વચ્ચે વૃક્ષ ઉભા છે. પરંતું એએમસીને આ વૃક્ષ કેમ દેખાતા નથી? તે એક પ્રશ્ન છે.

અમદાવાદના સાયન્સ સિટીમાં વૃક્ષ સાથે અથડાતા મોત થયાની ઘટના બાદ પણ શહેરીજનો પરથી ખતરો ટળ્યો નથી. કારણકે શહેરમાં હજુ પણ રસ્તા વચ્ચે એવા અનેક વૃક્ષો છે જે ગમે ત્યારે અકસ્માત નોંતરી શકે છે. ત્યારે VTV NEWSની ટીમ દ્વારા શહેરમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવવા પામી હતી. 

VTV NEWSની ટીમે શહેરમાં રસ્તા વચ્ચે અકસ્માત નોંતરતા આવા વૃક્ષોને લઈને રિયાલિટી ચેક કર્યું

જો તમે રાત્રે સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તા પર નીકળતા હો તો ચેતી જજો. કારણકે રસ્તા પર મોત મંડરાઈ રહ્યું છે. સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તા પર નીકળતી વખતે ક્યારે વચ્ચે ઝાડ આવી જશે તે કહેવું મુશ્કેલ છે. હાલમાં જ સાયન્સ સિટી વિસ્તારમાં રસ્તા વચ્ચે રહેલા વૃક્ષ સાથે અથડાતા એક વૃદ્ધનું મોત થયું હતું. આ ઘટના બાદ VTV NEWSની ટીમે શહેરમાં રસ્તા વચ્ચે અકસ્માત નોંતરતા આવા વૃક્ષોને લઈને રિયાલિટી ચેક કર્યું. જેમાં શહેરના પાલડી-જલારામ અંડરપાસથી લો ગાર્ડન તરફ જવાના રસ્તાના માર્ગ પર બે વૃક્ષ છે. જે અકસ્માત નોંતરી શકે છે. પરંતુ મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગને આ ખતરા સમાન વૃક્ષો દેખાતા નથી. 

વધુ વાંચોઃ પંચમહાલ: શાળાના બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર, નવા ક્લાસ રૂમ ક્યારે બનશે?

રસ્તાની વચ્ચે રહેલા વૃક્ષો એએમસીને કેમ નથી દેખાતા?
આ બાબતે અધિકારી એવું રટણ કરી રહ્યાં છે કે, આ વૃક્ષ ફૂટપાથની નજીક છે માટે તેને નથી હટાવ્યા. પરંતું શહેરના શાસ્ત્રીનગર વિસ્તાર રસ્તાની વચ્ચોવચ વૃક્ષ કાળ બનીને ઉભું છે. જે ગમે ત્યારે મોટો અકસ્માત નોંતરી શકે છે. પરંતુ આ જ સ્થિતિ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી છે. ત્યારે સવાલ એ થાય કે વર્ષોથી રસ્તાની વચ્ચે રહેલા આવા વૃક્ષો AMCને કેમ નથી દેખાતા? શું હજુ પણ તંત્ર સાયન્સ સિટી જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે આવા નડતર રૂપ વૃક્ષોને હટાવી શહેરીજનોના જીવની ચિંતા કરશે તે જોવું રહ્યું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Reality Checking Tree in the middle of the road VTV રિયાલિટી ચેક ahmedabad science city અમદાવાદ સાયન્સ સિટી ​​Ahmedabad news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ