બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ahmedabad curfew GSRTC st bus r.c.faldu statement
Kavan
Last Updated: 05:13 PM, 20 November 2020
ADVERTISEMENT
એક નિવેદનમાં રાજ્ય સરકારના પરિવહન મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં કર્ફ્યૂ લાગતા રાજ્યભરમાંથી અમદાવાદ તરફ જતી તમામ બસો બંધ કરવામાં આવી છે. આ તમામ બસ સોમવાર સવાર સુધી બંધ રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, અમદાવાદમાં કોરોનાના વધી રહેલા કેસને પગલે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બહારથી આવતી બસોને બાયપાસ રૂટ પર ડાયવર્ડ કરાશે
ADVERTISEMENT
અમદાવાદમાં 2 દિવસ રહેશે કર્ફ્યૂ જેને પગલે આજ રાત્રેથી એસટી સેવા બંધ કરાઇ છે. શનિ-રવિ 2 દિવસ સંપૂર્ણ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. સોમવાર સવારે 6 વાગ્યા સુધી એસટી સેવા બંધ રહેશે. આજે રાત્રે 9 વાગ્યાથી એસટીના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદમાં બે દિવસ સંપૂર્ણ કરફ્યું રહેશે. બહારથી આવતી બસોને બાયપાસ રૂટ પર ડાયવર્ડ કરાશે.
આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યે સુધી અમદાવાદ શહેરમાં 'સંપૂર્ણ કરફ્યુ'
રાજીવ ગુપ્તાએ ટ્વિટ કરીને લખ્યું કે, મોડીરાત્રે કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યે સુધી અમદાવાદ શહેરમાં 'સંપૂર્ણ કરફ્યુ' લગાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન માત્ર દૂધ અને દવાઓ વેચતી દુકાનોને જ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે.
અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યુ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અગાઉ પણ એક નિર્ણય લેવાયો છે. જેમાં આજ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા નિણર્ય કરાયો છે. બેદરકારીથી બહાર ફરતા લોકો સામે કડક વલણ દર્શાવાયું છે. આ અંગે રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. નવી સુચના ન મળે ત્યા સુધી કરફ્યુ લાગુ રહેશે. જોકે શનિ-રવિ 2 દિવસ સંપૂર્ણ કરફ્યુ રહેશે.
AMCનો એકશન પ્લાન
કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરના દર્દીઓ માટે અસારવા સિવિલમાં વધુ 400 બેડની વ્યવસ્થા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેર માટે નવા 600 તબીબોની ફાળવણી કરવામાં આવી છે. લોકો નિયમોનું પાલન કરે અને અફવાઓથી દૂર રહે. નવી સૂચના ન મળે ત્યા સુધી કરફ્યૂ લાગૂ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ માટે વધુ 300 ડોક્ટર્સ ફાળવાયા છે.
300 મેડિકલ સ્ટુડન્ટ કોરોના કામગીરીમાં ફાળવાયા
CM વિજય રૂપાણી સાથેની બેઠકમાં નિર્ણય લેવાયો છે. અમદાવાદના દર્દીઓ માટે કુલ 800 વધુ બેડ ઉપલબ્ધ કરાવ્યા છે. સિવિલમાં 400 અને સોલા સિવિલમાં 400 વધુ બેડ ફાળવાયા છે. 70 ખાનગી હોસ્પિટલમાં કોરોના બેડ ઉપલબ્ધ કરાવાયા છે. ખાનગી હોસ્પિટલમાં વધુ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરની આસપાસના વિસ્તારમાં 100 બેડ ફાળવાયા છે. હાલમાં કુલ 2600 બેડ તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. 108ની સેવામાં પણ વધારો કરાયો છે. 48 કલાકમાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 40 એમ્બ્યુલન્સ માત્ર કોરોના દર્દીઓ માટે ફાળવી છે. 300 મેડિકલ સ્ટુડન્ટ કોરોના કામગીરીમાં ફાળવાયા છે. તો આવશ્યક સેવા સિવાય તમામ સેવા બંધ રહેશે.
રાજ્યના આ રૂટ રહેશે બંધ
આપને જણાવી દઇએ કે, ઉપરના રૂટ સહિત રાજ્યના અને રાજ્ય બહારથી ગુજરાતમાં આવતી બસો અમદાવાદથી ડાઇવર્ટ કરાઇને ગુજરાતના અન્ય જિલ્લાઓ સુધી પહોંચશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.