બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ahmedabad crime story youth wanted to get married family killed with knife
ADVERTISEMENT
વેજલપુરની ઘટના
અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં મૃતક ઇરશાદનાં પરિવાર વિરુદ્ધ મારામારીની ફરિયાદ કરી છે, જેમા તેણે ઉલ્લેખ કર્યો છે કે ઇરશાદે સમાધાનના બહાને ઘરે બોલાવ્યાં હતાં, જ્યાં તેણે કહ્યું હતું કે મારે પણ લગ્ન કરવાં છે, જેથી તમે મને ૩૦ હજાર રૂપિયા આપો. મોહંમદશાને રૂપિયા આપવાનો ઇનકાર કરી દેતાં મામલો બીચક્યો હતો.
ઘોડી પર બેસીને લગ્ન કરવાની ઇચ્છા હતી
શહેરના ફતેહવાડી વિસ્તારમાં યુવકની ઘોડી પર બેસીને લગ્ન કરવાની ઇચ્છા હતી પણ પરિવારે ગળું કાપીને રહેંસી નાખતાં ચકચાર મચી ગઇ છે. મોડી રાતે લોિહયાળ સંબંધોમાં ખેલાયેલા ખૂની ખેલમાં યુવકનું તેની માતા, બહેન અને ભાઇએ ઢીમ ઢાળી દીધું છે. પહેલાં યુવકે ત્રણેય પર છરી વડે હુમલો કર્યો હતો. ત્યાર બાદ ત્રણેય જણા યુવકના ગળા પર છરી મારીને હોસ્પિટલમાં સારવાર માટે જતાં રહ્યાં હતાં. ભાઇને તરફિડયાં મારતો છોડીને જતાં રહ્યા બાદ તેનું ઘટનાસ્થળે મોત થયું છે.
ADVERTISEMENT
ઇરશાદે પણ ત્રણેય ઉપર છરી વડે હુમલો કર્યો હતો
જુહાપુરા વિસ્તારમાં આવેલ મહેરાજ રેિસડન્સીમાં રહેતી નાઝનીન મોહંમદસફી શેખે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોતાની બહેન રેશમાબાનુ, ભાઇ મોહંમદશાન અને માતા ખાતુનબીબી વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. નાઝનીનને પાંચ ભાઇ-બહેન છે, જેમાં બહેન રેશમાબાનુ પતિ સાથે જુહાપુરા રહે છે. ભાઇ ઇરશાદ છેલ્લા પાંચ મહિનાથી ફતેહવાડીની અલસાદ રેિસડન્સીમાં એકલો રહે છે, જ્યારે બીજો ભાઇ મોહંમદશાન શેખ તેની માતા ખાતુનબીબી અને પત્ની સાથે જુહાપુરા ખાતે રહે છે અને સૌથી નાની બહેન ગઝલા શેખ પતિ સાથે જુહાપુરા રહે છે. ગઇ કાલે મોડી રાતે રેશમાબાનુ, મોહંમદશાન અને ખાતુનબીબીએ ઇરશાદની ઘાતકી હત્યા કરી દીધી છે, જ્યારે ઇરશાદે પણ ત્રણેય ઉપર છરી વડે હુમલો કર્યો છે.
ADVERTISEMENT
ભાણીને પણ પથ્થર મારી ઈજાગ્રસ્ત કરી આવ્યો હતો
ત્રણ દિવસ પહેલાં ઇરશાદ જુહાપુરાની નિશાત સોસાયટીમાં રહેતી રેશમાબાનુના ઘરે ગયો હતો અને બારી તેમજ એક્ટિવા અને કારના કાચ તોડ્યા બાદ ભાણીને પણ પથ્થર મારી ઈજાગ્રસ્ત કરી હતી. ઇરશાદે કરેલી આ હિંસક બબાલ બાદ રેશમાબાનુના પતિ સમીર ખાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ગઇ કાલે ઇરશાદે નાના ભાઇ મોહંમદશાનને ફોન કરીને કહ્યું હતું કે બે દિવસ પહેલાંની બબાલમાં સમાધાન કરવું છે તો તમે મારા ઘરે આવો. મોહંમદશાન બહેન રેશમા, માતા ખાતુનબીબીને લઇ બાઇક પર ગયો હતો. ત્રણેય જણા ઇરશાદના ઘરે પહોંચ્યા ત્યારે તેણે પહેલાં તો શાંિતથી વાત કરી હતી, પરંતુ છેલ્લા સમયે તે ઉગ્ર બની ગયો હતો અને હાથમાં છરી લઇને માતા, બહેન અને ભાઇ પર હુમલો કરી દીધો હતો.
ત્રણેયને છરીના ઘા વાગતાં સામાન્ય ઈજા થઇ હતી ત્યારે ખાતુનબીબી અને રેશમાબાનુએ ઇરશાદને પકડી લીધો હતો, જ્યારે મોહંમદશાને તેના હાથમાંથી છરી લઇને તેના ગળા પર હુલાવી દીધી હતી. ગળું કાપી દીધા બાદ ઇરશાદ જમીન પર ઢળી પડ્યો હતો, જ્યારે મોહંમદશાને તેની બહેન નાઝનીનને ફોન કરી દીધો હતો. શાને નાઝનીનને કહ્યું હતું કે ઇરશાદે ત્રણેય પર હુમલો કર્યો છે, જેથી અમે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જઇએ છે અને ઇરશાદને મેં ગળા પર ચપ્પુ મારી દીધું છે, જેથી તે લોહીલુહાણ હાલતમાં ઘરે પડ્યો છે. તું ફટાફટ સોલા સિવિલ હોસ્પિટલમાં આવી જા.
લોહીથી લથબથ ઘરમાં ભાઈ ઇરશાદ મૃત હાલતમાં પડ્યો હતો: નાઝનીન તેના દિયરને લઇ સોલા સિવિલ હોસ્પિટલ જવા માટે જુહાપુરાથી નીકળી હતી, જોકે તે સોલા સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલાં ઇરશાદના ઘર પાસે ગઇ હતી, જ્યાં લોકોની ભીડ હતી અને પોલીસ વાન ઊભી હતી. નાઝનીને ત્યાં પહોંચીને જોયું તો આખું ઘર લોહીથી લથબથ હતું અને ભાઈ ઇરશાદ મૃત હાલતમાં પડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.