અમદાવાદના માણેકબાગમાં ફરી લૂંટની ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને આવી રહેલા ફેકટરીના માલિકને લૂંટી લેવાયો હતો.
અમદાવાદના માણેકબાગમાં ફરી લૂંટની ઘટના
આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને આવી રહેલા ફેકટરીના માલિક પાસેથી લૂંટ
રૂ 5.40 લાખની લૂંટ કરી લૂંટારા ફરાર
અમદાવાદ શહેર જાણે ક્રાઇમ બૉમ્બ પર બેઠું હોય તેમ ક્રાઇમની ઘટનાઓમાં ઉછાળો આવી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે ચોરી, લૂંટ, મારામારી, હત્યાની છાશવારે ઘટનાઓ સામે આવી રહી છે. ત્યાંજ અમદાવાદના માણેકબાગમાં ફરી લૂંટની ચકચારી ઘટના સામે આવતા વિસ્તારમાં સોંપો પડી ગયો છે. જેની વિગત એવી છે કે ફેકટરીના માલિક આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને આવી રહ્યા હતા. આ દરમિયાન જાણે અગાઉથી જ બધી જાણ હોય તેમ આવી લૂંટને અંજામ આપ્યો હતો.
ગાડીનો કાચ તોડીને રોકડ ભરેલું બેગ લઈને થયા ફરાર
આ વેળા ફેકટરીના માલિક પાસેથી આરોપીઓએરૂ 5.40 લાખની લૂંટ કરી નાશી જતા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. મહત્વનું છે કે અકસ્માતના બહાને ગાડી રોકી લીધા બાદ ગાડીનો કાચ તોડી નાખ્યો હતો. જેમાં રહેલ રોકડ ભરેલું બેગ લઈને લૂંટારું હવામાં ઓગળી ગયા હતા. નોંધાનિય છે કે બંટી બબલી બાદ વધુ એક ગેંગએ લૂંટમાં સક્રિય થઈ જોવાનું સામે આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. જોકે તાજેટરમાં જ યુનિવર્સિટીમાં અગાઉ 25 લાખની લૂંટ થઈ હતી અને તેમાં તપાસ બાદ બબલીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી..
અકસ્માતના બહાને ગાડી રોકાઈને કરી લૂંટ
મહત્વનું છે કે બે દિવસ અગાઉ જ અમદાવાદના ઓઢવમાં લૂંટ અને ચોરી કરતી ગેંગ ઝડપાઇ હતી. ઓઢવના પાંજરાપોળ ચાર રસ્તા પાસે લૂંટ અને ચોરી કરતા 2 આરોપીને પોલીસે દબોચી લીધા બાદ TRB જવાનને આરોપી શકાસ્પદ લાગતા કરી પૂછપરછ કરાઈ હતી. ખાસ આરોપીઓ નંબર પ્લેટ વિનાની રિક્ષામાં હોર્ન અને ફુલ અવાજ સાથે ટેપ વગાડીને જતા હતા. બાદમાં પોલીસે રાહુલ સોમાજી ઠાકોર અને તેના સાગરીતની ધરપકડ કરી હતી. તપાસમાં આરોપી લૂંટ અને ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે.