બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Cafe manager Dave Patel tried to commit suicide after being harassed by a usurer

અમદાવાદ / સિંધુભવનમાં કાફે ચલાવનાર 21 વર્ષના યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ, વ્યાજખોરે 6 ગણા રૂપિયા માંગતા રહેતો હતો નિરાશ

Dinesh

Last Updated: 06:29 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahmedabad news: અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી 21 વર્ષના કાફેના સંચાલક દવે પટેલએ આપઘાતનો પ્રયાસ કર્યો, પોલીસ કાર્યવાહી હાથ ધરી

  • અમદાવાદમાં ફરી વ્યજખોરનો ત્રાસ
  • વ્યજખોરના ત્રાસથી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ
  • 10 લાખ રૂપિયાના 25 લાખ વસુલી લીધા હતા


અમદાવાદમાં ફરી વ્યાજખોરોનો ત્રાસ આવ્યો સામે આવ્યો છે. જ્યાં 10 લાખ ઉધાર લેનાર કાફેના સંચાલકે 25 લાખ ભર્યા બાદ પણ માનસિક ત્રાસ અપાતો હતો. સમગ્ર મામલે કાફે સંચાલકે આત્મહત્યાનો પ્રયાસ કરતાં પોલીસે 6 જેટલા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. વ્યાજખોરના ચુંગાલમાં ફસાયેલા દીકરાને બચાવવા માતા પિતા ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે.

આપઘાત કરવાની કોશીશ કરી
સાણંદમાં રહેતા અને અમદાવાદના બોપલમાં કાફે ચલાવતા 21 વર્ષના દેવ પટેલે કાફે શરૂ કરવા 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જો કે વ્યાજખોરોએ 21 વર્ષના દેવ પટેલ પાસેથી 25 લાખ વસુલી લીધા હતા. જો કે તે બાદ પણ અન્ય 60 લાખ રૂપિયા વસૂલવા માટે સતત ત્રાસ આપતાં દેવ પટેલે આપઘાત કરવાની કોશીશ કરી છે. દીકરાને ફાંસો ખાતા બચાવી દીપના પિતાએ પોલીસને જાણ કરી છે. 

આરોપીની તસવીર

વાંચવા જેવું: તરભ વાળીનાથ ધામ મહોત્સવ: આજથી યજ્ઞ શરૂ, પાંચ દિવસમાં 51 લાખ આહુતિ અપાશે

પોલીસ કાર્યવાહી
પોલીસે સમગ્ર કેસમાં ધવલ પંડિત, મુકેશ ગાંધી, મેહુલ બારોટ સામે ગુનો નોધ્યો આ સાથે જ પૃથ્વીરાજસિંહ વાધેલા, મનુ રબારી અને મૌલિક રાવલ નામના શખ્સો સામે પણ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે તપાસ હાથ ધરી ધવલ પંડિત નામના આરોપીની ધરપકડ કરી છે. બોપલ પોલીસે ધવલ પંડિતની ધરપકડ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે વોન્ટેડ વ્યાજખોરની ધરપકડ માટે જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ