ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ બનવા 23 નેતાઓ મેદાને, ધારાસભ્ય અમિત શાહ સહિતના દિગ્ગજોની દાવેદારી

રાજનીતિ / અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ બનવા 23 નેતાઓ મેદાને, ધારાસભ્ય અમિત શાહ સહિતના દિગ્ગજોની દાવેદારી

Last Updated: 11:45 PM, 4 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ભાજપ પ્રમુખ બનવા માટે 23 લોકોની દાવેદારી, ડો. ઋત્વિજ પટેલ, હિતેશ બારોટ, ભૂષણ ભટ્ટે પણ દાવેદારી કરી છે.

ADVERTISEMENT

અમદાવાદ ભાજપ પ્રમુખ બનવા માટે 23 લોકોએ દાવેદારી નોંધાવી છે. વર્તમાન શહેર પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે પણ ફરી એકવાર દાવેદારી કરી છે. તો ડો. ઋત્વિજ પટેલ, હિતેશ બારોટ, ભૂષણ ભટ્ટે પણ દાવેદારી કરી છે. ત્યારે આવતીકાલે મહાનગરની સંકલનની બેઠક મળશે. જે બેઠકમાં ઉમેદવારી કરનાર લોકોને અંગે કાર્યકરો પાસેથી અભિપ્રાય લેવામાં આવશે. જે અભિપ્રાય પછી પ્રદેશ નેતૃત્વને મોકલવામાં આવશે

BJP-FINAL-FLAGS

દાવેદારી કરનારોઆનું 23 નામનું લિસ્ટ

ભાજપ શહેર પ્રમુખ માટે દાવેદારી કરનારોઆનું 23 નામનું લિસ્ટ છે. જેમાં ડો. ઋત્વિજ પટેલ, MLA જીતુ ભગત, પરેશ લાખાણી, હિતેશ બારોટ, ભૂષણ ભટ્ટ, બિપીન પટેલ, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ, નીતા પ્રજાપતિ, પરાગ નાયક સહિતનો સમાવેશ થાય છે. ત્યારે ધારાસભ્યો, સાંસદ સભ્યો અને શહેર સંગઠનના હોદ્દેદારો સાથે ચુંટણી અધિકારી બેઠક યોજશે અને બેઠકમાં ઉમેદવારી કરનાર લોકો અંગે MP - MLA અને શહેર સંગઠનના હોદ્દેદારોનો પાસેથી અભિપ્રાય લેવામાં આવશે.

આ પણ વાંચો: પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, ઉમેદવારો માટે બોર્ડે શરૂ કરી નવી વેબસાઈટ

PROMOTIONAL 6

પ્રદેશ પ્રમુખો માટેની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં

તો બીજી તરફ પ્રદેશ પ્રમુખો માટેની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં મોડમાં જોવા મળી રહી છે. પ્રદેશ પ્રમુખોની ચૂંટણી માટે અધિકારીઓની નિમણૂંક કરાઈ છે. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી બનાવાયા છે. ત્યારે 8મી જાન્યુઆરી પછી ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવશે. ભૂપેન્દ્ર યાદવને ગુજરાતના પ્રદેશ પ્રમુખ ચૂંટણી અધિકારી બનાવાયા છે. જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાનની જવાબદારી સોંપાઈ છે. જ્યારે આંધ્ર પ્રદેશની પી સી મોહન અને સર્બાનંદ સોનોવાલેને અરૂણાચલ પ્રદશની જવાબદારી સોપાઈ છે. તો ઉત્તર પ્રદેશના ચૂંટણી અધિકારી તરીકે પીયુષ ગોયલ જવાબદારી સોંપાઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad BJP President Ahmedabad BJP BJP President
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ