ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / NRI News / અમદાવાદના સમાચાર / Ahmedabad America return husband wife crime news

અમદાવાદ / ‘તારે અમેરિકા આવવું હોય તો ડિનર પાર્ટીમાં ટૂંકા કપડાં પહેરવાં પડશે નહીં તો છૂટાછેડા આપી દે'

Published By: Gayatri

Last Updated: 04:20 PM, 17 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરના ઘાટલોડિયામાં લગ્નના પંદર દિવસ બાદ મિત્રોને ખુશ કરવા પતિએ ડિનર પાર્ટી યોજી હતી ત્યારે પાર્ટીમાં  ચિક્કાર દારૂ પીધા બાદ પતિએ પત્નીને કહ્યું કે જો તારે મારી સાથે અમેરિકા આવવું હોય તો મારા સ્ટેટ્સ મુજબ શોર્ટ્સ કપડાં પહેરવાં પડશે. યુવતીનો પતિ આમ કહીને ત્રાસ આપતો હોવાનો મામલો મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

ADVERTISEMENT

  • જૂનવાણી સ્વભાવે જીવવું હોય તો છૂટાછેડા આપી દે
  • યુવતીના પતિએ ચિક્કાર દારૂ પીધો
  • સસરાએ તેના વાળ પકડી તેને લાફો માર્યો હતો

ઘાટલોડિયામાં રહેતી ૩૩ વર્ષીય યુવતીએ તેના પતિ તેમજ સાસરિયાં વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર યુવતીના પતિ તેમજ સાસરિયાં અમેરિકા રહે છે. યુવતી છેલ્લા એક વર્ષથી સાસરીમાં એકલી રહે છે. યુવતીનાં લગ્ન વર્ષ ર૦૧૮માં ઘાટલોડિયાના અમિત પટેલ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયાં હતાં. લગ્નના ૧પ દિવસ પછી લગ્નની ખુશીમાં યુવતીના પતિએ મિત્રો માટે ડિનર પાર્ટી રાખી હતી, જેમાં પતિએ યુવતીને કહ્યું કે જો તારે મારી સાથે અમેરિકા આવવું હોય તો મારા સ્ટેટ્સ મુજબ શોર્ટ્સ કપડાં પહેરવાં પડશે.

યુવતીના પતિએ ચિક્કાર દારૂ પીધો

જોકે આ ડિનર પાર્ટીમાં યુવતીના પતિએ ચિક્કાર દારૂ પીધો હતો, જેથી યુવતીને ન ગમતાં તેણે તેના ભાઈને આ અંગે જાણ કરતાં યુવતીનો ભાઈ ત્યાં આવ્યો હતો. યુવતીના ભાઈએ તેના બનેવી સાથે વાત કરતાં બનેવીએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.

જૂનવાણી સ્વભાવે જીવવું હોય તો છૂટાછેડા આપી દે

ત્યારબાદ પતિએ યુવતીને કહ્યું કે તારે જૂનવાણી સ્વભાવે જીવવું હોય તો છૂટાછેડા આપી દે. પતિએ આમ કહેતાં યુવતીએ કંટાળીને ફરિયાદ કરતાં સાસુ-સસરાએ સંસાર બગડશે તેમ કહી તેને રોકી હતી, જેથી તે વખતે યુવતીએ ફરિયાદ કરી ન હતી. થોડા દિવસ બાદ યુવતીને સાસુ-સસરાએ કહ્યું કે તારાં મા-બાપને અમેરિકા રહેતો જમાઈ જોઈતો હતો એટલે તારે દહેજ આપવું પડશે અને દહેજ આપશો તો જ તને અમેરિકા આવવા મળશે.

સસરાએ તેના વાળ પકડી તેને લાફો માર્યો હતો

યુવતીને તેના સાસરિયાંઓ એટલી હદે ત્રાસ આપતાં હતાં કે તે કંટાળી ગઈ હતી. વર્ષ 2019માં યુવતીને ફ્રેકચર થયું ત્યારે તેના સસરાએ મંદિર સાફ કરવા માટે કહ્યું હતું પણ યુવતીએ ના પાડી હતી, જેથી સસરાએ તેના વાળ પકડી તેને લાફો માર્યો હતો. સાસુ અને નણંદ યુવતીને મેડિટેશનના કોર્સ  માટે  આશ્રમ લઇ જતાં હતાં. પતિ ક્યારેક આવેશમાં આવી પત્નીને  કહેતો કે તારાં કર્મના કારણે મારાં માતા-પિતા ક્યાંક જતાં રહ્યાં છે. આમ, વિદેશ ન લઈ જઈ પતિ સહિત સાસરિયાંઓ ત્રાસ આપતાં હોવાથી યુવતીએ કંટાળીને મહિલા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

America Crime News Domestic Violence ahmedabad અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ ઘાટલોડિયા ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ