બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Ajit Mill Junction Flyover Bridge inaugurated today

લોકાર્પણ / અમદાવાદીઓને આજથી મળશે વધુ એક મોટી રાહત, 75માં બ્રિજનું લોકાર્પણ

Kiran

Last Updated: 06:17 PM, 3 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદને આજે મળશે 75મો બ્રિજ: 132 ફૂટ રિંગરોડ પર આ બ્રિજનું લોકાર્પણ, રોજના 2 લાખ વાહનો થશે પસાર

  • અજિત મિલ જંક્શન ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ
  • અજિત મિલ જંક્શન ર લાખ વાહનો પસાર થાય છે
  • આશરે ૪૦ કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરાયો

અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન જટિલ બનતી જતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા સમયાંતરે એક પછી એક નવા બ્રિજ તૈયાર કરાઈ રહ્યા છે. હવે અમદાવાદીઓને ૧૩ર ફૂટના રિંગરોડ પરના અજિત મિલ  જંક્શન પર નવા ફ્લાય ઓવરબ્રિજની ભેટ મળવાની છે.  રૂ. ૪૦ કરોડના ખર્ચે બનાવાયેલા આ બ્રિજની લંબાઈ ૬૪૪.૦પ મીટર છેઃ આ‌ બ્રિજથી આશરે ૩.પ૦ લાખ અમદાવાદીઓને લાભ મળશે અને ટ્રાફિક સમસ્યા હળવી થશે. આ શહેરનો ૭પમો બ્રિજ થશે. મ્યુનિ. તંત્ર દ્વારા પૂર્વ ઝોનમાં ૧૩ર રિંગરોડ પરના અજિત મિલ જંક્શન પર નવો ફલાય ઓવરબ્રિજ બનાવાયો છે. 

અજિત મિલ જંક્શન ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ

આજે સાંજે પાંચ વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ ૭૧૧ કરોડનાં પ્રજાલક્ષી કાર્યોનાં ભૂમિપૂજન તેમજ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો છે, જેમાં અજિત મિલ જંક્શન પર તૈયાર કરાયેલા આ ફલાય ઓવરબ્રિજનો પણ સમાવેશ કરાયો છે. આશરે ૪૦ કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરાયો છે. આ બ્રિજની લંબાઈ ૬૪૪.૦પ મીટર છે તેમજ પહોળાઇ ૧૬.પ૦ મીટર છે.બ્રિજના બંને લેનની પહોળાઇ ૮.રપ૦ મીટર છે, જ્યારે સર્વિસ રોડની પહોળાઇ ૧૧ મીટરની હોઈ બંને બાજુ દોઢ મીટરની ફૂટપાથ બનાવાઈ છે. સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અજિત મિલ જંક્શન પર ર+ર લેનનો ફલાય ઓવરબ્રિજ તૈયાર કરાયો છે. 

અજિત મિલ જંક્શન ર લાખ વાહનો પસાર થાય છે

અજિત મિલ જંક્શન પર ટ્રાફિક સર્વે મુજબ હાલમાં આશરે ર લાખ વાહનો પસાર થાય છે. આ બ્રિજ બનવાથી મેમ્કોથી હાટકેશ્વર જતાં અને નાગરવેલ તરફથી મેમ્કો જતાં વાહનોને તેનો લાભ મળવાથી જંક્શન પર ટ્રાફિકનું ભારણ ઓછું થશે.  આ ઉપરાંત બ્રિજના કારણે અજિત મિલ જંક્શન પરથી પસાર થતો રખિયાલથી રિંગરોડ તરફ જતો-આવતો ટ્રાફિક પણ સરળતાથી બ્રિજ નીચેથી પસાર થઈ શકશે. આમ, અજિત મિલ જંક્શન પર બનેલા બ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ હળવી થશે. અંક અંદાજ પ્રમાણે આ બ્રિજનો લાભ આશરે ૩.પ૦ લાખ અમદાવાદીઓને મળશે. 

આશરે ૪૦ કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરાયો

અમરાઇવાડી અને વિરાટનગર વોર્ડને સાંકળતા અજિત મિલ જંક્શન બ્રિજનો વિસ્તાર ઇન્ડસ્ટ્રિયલ હોઇ તંત્ર દ્વારા તેની નીચે ટુવ્હીલર અને ફોર વ્હીલરના પાર્કિંગની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે. બ્રિજના ૧૪ ગાળાની નીચે કુલ પ૦૦ જેટલાં ટુ‌વ્હીલર અને ફોર વ્હીલર પાર્ક થઈ શકશે. મ્યુનિ. કોર્પોરેશનના અન્ય પ્રોજેક્ટની જેમ અજિત મિલ જંક્શન ફોર લેન બ્રિજ પ્રોજેક્ટને પણ કોરોના મહામારી નડી છે. માર્ચ-ર૦ર૦થી શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવતાં તંત્ર દ્વારા ૧ર૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને પડતા મુકાયા હતા, જોકે અજિત મિલ જંક્શન પ્રોજેક્ટ ટ્રાફિક માટે મહત્ત્વપૂર્ણ હોઈ તેને ચાલુ રખાયો હતો, પરંતુ કોરોના મહામારીના કારણે સમગ્ર પ્રોજેક્ટ ત્રણ વર્ષ બાદ પૂર્ણ કરાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ