બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 133ના મોત, 37 વર્ષ પહેલા અમદાવાદમાં થયું હતું પ્લેન ક્રેશ, જાણો સમગ્ર ઘટનાક્રમ

દુર્ઘટના / 133ના મોત, 37 વર્ષ પહેલા અમદાવાદમાં થયું હતું પ્લેન ક્રેશ, જાણો સમગ્ર ઘટનાક્રમ

Published By: Chintan Chavda

Last Updated: 05:16 PM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

12 જૂન, 2025, ગુરુવારના રોજ બપોરે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયાની દુર્ઘટના સામે આવી છે, ત્યારે આજથી 37 વર્ષ પહેલાં પણ મુંબઇથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ અમદાવાદમાં લેન્ડ કરતા સમયે ક્રેશ થઇ હતી. જાણો સમગ્ર ઘટના..

ફરી એક વાર પ્લેન ક્રેશના કારણે અમદાવાદની ધરતી લોહીથી રંગાઈ. 12 જૂન, 2025, ગુરુવારના રોજ બપોરે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયાની દુર્ઘટના સામે આવી છે, ત્યારે આજથી 37 વર્ષ પહેલાં પણ મુંબઇથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ અમદાવાદમાં લેન્ડ કરતા સમયે ક્રેશ થઇ હતી. 19 ઓક્ટોબર 1988ના રોજ સવારે 6.05 વાગ્યે ક્રેશ થયેલા એ વિમાનમાં 135 લોકો સવાર હતા, જેમાંથી 133 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી. આ દુર્ઘટના ઇન્ડિયન એરલાઇન્સના ઇતિહાસમાં સૌથી ગોઝારી અને ભારતના એવિએશન ઇતિહાસનો ચોથી સૌથી ભયાનક હવાઇ દુર્ઘટના હતી.

પાઇલટોને રનવે જ ન દેખાયો

મુંબઇના સહાર ઇન્ટરનેશલ એરપોર્ટ પરથી સવારે 5.45 વાગ્યે ટેક ઓફ કરનાર આ વિમાન એક પેસેન્જર મોડો પડવાને લીધે 20 મિનિટ મોડું ઊપડેલું અને 6.05 વાગ્યે મુંબઇથી રવાના થયું હતું. 15 મિનિટ પછી 6-.20 વાગ્યે આ વિમાનને બંને પાઇલટે અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ ટાવરનો સંપર્ક કર્યો હતો. છેલ્લે જ્યારે પ્લેનનો એર ટ્રાફિક કંટ્રોલર સાથે સંપર્ક થયો ત્યારે વિમાનની ઊંચાઇ 1 હજાર ફૂટ હતી, અને તે સતત નીચે આવી રહ્યું હતું. આ દરમિયાન વિમાનને હજુ અમદાવાદ એરપોર્ટના રનવે પર લેન્ડ કરવાની પરમીશન આપવામાં આવી નહોતી. બરાબર 6.53 વાગ્યે પ્લેન ચિલોડા કોતરપુર ગામની બહાર એક ઝાડ અને વીજળીના થાંભલા સાથે અથડઈને ક્રેશ થઇ ગયું. વિમાનનો કાટમાળ એરપોર્ટ રનવેની હદથી અઢી કિલોમીટર દૂર મળી આવ્યો હતો.

વધુ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશમાં 105ના મોત, CM ભૂપેન્દ્ર પટેલ સિવિલ પહોંચ્યા, PM મોદી રાત્રે આવશે

આ અકસ્માતનું કારણ બંને પાઇલટની એરર ઓફ જજમેન્ટને ઠેરવાવમાં આવ્યું હતું. ઓછી વિઝિબિલિટી અને રનવે ન શોધી શકવા છતાં પ્લેનને 1 હજાર ફૂટથી નીચે ઉતારવાની ભૂલ જીવલેણ સાબિત થઇ. એવી પણ વાત બહાર આવી હતી કે પાઇલટોએ એક પણ વખત લેન્ડ કરવાની પરમિશન નહોતી માગી.

17 વર્ષ જૂના વિમાને 133 નિર્દોષોનો ભોગ લીધો

1988માં ક્રેશ થયેલા એ વિમાન 18 વર્ષ જૂનું હતું અને 42,831 કલાક ઊડી ચૂક્યું હતું. વધુમાં, તે 47,647 લેન્ડિંગ પણ સફળતાપૂર્વક કરી ચૂક્યું હતું. આ ફ્લાઇટમાં 129 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા. આ દુર્ઘટનામાં ક્રૂના બધા 6 સભ્યોના મોત થયા હતા. અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર લબ્ધિ ભંડારી આ દુર્ઘટનાના મુખ્ય ભોગ બનેલા લોકોમાંના એક હતા.

app promo3

શરૂઆતમાં પાંચ મુસાફરો અકસ્માતમાં બચી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી ત્રણ ઈજાઓને કારણે મૃત્યુ પામ્યા હતા. ત્યારે આ ભીષણ દુર્ઘટનામાં માત્ર બે જ વ્યક્તિ બચી જવા પામી હતી. તેમાં અમદાવાદના અશોક અગ્રવાલ અને વિનોદ શંકર ત્રિપાઠીનો સમાવેશ થયો હતો.

પ્લેનમાંથી બચેલા ગુજરાતી વેપારી ભેદી રીતે મૃત્યુ પામ્યા

હમણાં પાંચ વર્ષ પહેલાં તેમાંના એક એવા વેપારી અશોક અગ્રવાલનું 2020માં અમદાવાદ ખાતે ભેદી સંજોગોમાં તેમના ઘરમાં અવસાન થયું હતું. જ્યારે મૃતદેહ સડવાની વાસ આવવા લાગી ત્યારે જાણ થઈ હતી. મુંબઈ-અમદાવાદ ફ્લાઈટ ક્રેશમાં અગ્રવાલની પત્ની આભા અને તેમની દીકરી રુહીનું પણ અવસાન થયું હતું. પોલીસે આપેલી માહિતી પ્રમાણે અગ્રવાલ 8 માર્ચના રોજ પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. એક સફાઈ કર્મચારીને જ્યારે ઘરની બહાર સડેલી દુર્ગંધ આવવા લાગી ત્યારે તેને શંકા ગઇ હતો. તેણે સિક્યોરિટી અને એપાર્ટમેન્ટના અન્ય લોકોને જાણ કરી તો તેમણે એપાર્ટમેન્ટનો દરવાજો તોડ્યો હતો. બલોચે જણાવ્યું હતું કે તેઓ એકલા રહેતા હતા. પોલીસને કોઈપણ પ્રકારનો ઝઘડો થયો હોય તેવું જણાયું નહોતું. તેમનું કુદરતી રીતે જ અવસાન થયું હોવાની વાત બહાર આવી હતી. આ વાતની પુષ્ટિ માટે ફોરેન્સિક રિપોર્ટ પણ કઢાવવામાં આવ્યો હતો.

વધુ વાંચો: એ 8 મિનિટ ની પૂરી કહાની, જેમાં પ્લેન ઉડ્યું અને ક્રેશ પણ થઈ ગયું, પાયલટને મળી હતી માત્ર 1 મિનિટ

અગ્રવાલના પરિવારજનોએ માહિતી આપેલી કે પ્લેન દુર્ઘટનાનો તેમને આકરો ધક્કો લાગ્યો હતો. તેમણે મેમરી લોસ માટે આશરે 4 વર્ષ સુધી સારવાર કરાવી અને હિપ રિપ્લેસમેન્ટ માટે અમેરિકા પણ ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Plane Crash Indian Airlines Ahmedabad News

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ