બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Ahead of the assembly session, independent MLAs declared their support for the BJP

BIG BREAKING / 3 દિગ્ગજ અપક્ષ ધારાસભ્યોનું ભાજપને ખુલ્લું સમર્થન, ગુજરાત વિધાનસભામાં BJPની તાકાત થશે ડબલ

Published By: Malay

Last Updated: 12:08 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્ર પહેલાં અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. વાઘોડિયા, ધાનેરા અને બાયડના અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે.

 

  • વિધાનસભા સત્ર પહેલાં અપક્ષ ધારાસભ્યોએ ભાજપને જાહેર કર્યો ટેકો
  • વાઘોડિયા, ધાનેરા અને બાયડના અપક્ષ ધારાસભ્યોએ જાહેર કર્યો ટેકો 
  • ધર્મેન્દ્રસિંહ  વાઘેલા, ધવલસિંહ ઝાલા અને માવજી દેસાઈએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત

ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધી બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આજે બાયડ, વાઘોડિયા અને ધાનેરાના અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાથે મુલાકાત કર્યા બાદ ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. આપને જણાવી દઈએ કે, આ ત્રણેય નેતાઓ ભાજપી છે, તેઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં ન આવતા અપક્ષ ચૂંટણી લડ્યા હતા. 

અપક્ષ ધારાસભ્યોએ ભાજપને જાહેર કર્યો ટેકો
બાયડ બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા ધવલસિંહ ઝાલાએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. જ્યારે વાઘોડિયાથી જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધાનેરાથી જીતેલા માવજી દેસાઈ પણ ભાજપને ટેકો જાહેર કર્યો છે. 

ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને ટેકો જાહેર કર્યો 
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પર ભાજપે મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી હતી. જેના પગલે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઝંપલાવ્યું હતું. કોંગ્રેસમાંથી સત્યજીત ગાયકવાડ ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે ધમેન્દ્રસિંહ વાઘેલા પણ અપક્ષ લડ્યા હતા. જેના પગલે મતો વહેંચાયા હતા જેનો ફાયદો અપક્ષ ઉમેદવારને થયો હતો અને ધમેન્દ્ર સિંહ વાઘેલા 77,905 મતે વિજય થયા હતા. ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલને 63,899 મતો મળ્યા હતા. શપથ બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. 

બાયડથી ધવલસિંહ ઝાલાની થઈ હતી જીત
તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અરવલ્લીની બાયડ બેઠક ઉપર ધવલસિંહ ઝાલાની જીત થઈ હતી. મહત્વનું છે કે, ભાજપે તેમની ટિકિટ કાપતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક પર આ વખતે ખરા-ખરીનો જંગ ખેલાયો હતો. કારણ કે ભાજપે ધવલસિંહ ઝાલાનું પત્તુ કાપીને આ બેઠક પર ભીખીબેન પરમારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી હતી. ગુજરાતમાં સત્તા મેળવવા માટે તનતોડ મહેનત કરી રહેલી અને પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીએ ચુનીભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ તમામને હરાવી દીધા હતા.

ધાનેરાથી માવજી દેસાઈ જીત્યા હતા 
ધાનેરા બેઠક પરથી ભાજપ દ્વારા ભગવાનજી ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસે નાથાભાઈ પટેલ અને AAPએ સુરેશ દાવડાને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ દ્વારા ટિકિટ ન આપવામાં આવતા માવજી દેસાઈ અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ધાનેરા બેઠક પરથી માવજી દેસાઈ 35,696ની લીડથી જીત્યા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP assembly session declared independent MLA અપક્ષ ધારાસભ્યો ભાજપને ટેકો politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ