નવા કૃષિ કાયદા અંગે સુરતમાં મનસુખ માંડવિયાની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતુ કે, અમુક લોકો આ બીલનો ખોટો વિરોધ કરી રહ્યા છે આ બીલ ખેડૂતોના હિતમાં છે.
કેબિનેટ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતુ કે, ખેડૂતની આવક 2022 સુધીમાં ડબલ કરવાની વાત છે. સરકારે નિમ કોટેડ યુરિયા આપ્યુ. સંસદમાં 2 મહત્વના નિર્ણયાક વિધેયક પાસ કર્યા. કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.અન્ય રાજકીયપક્ષોએ રાજનીતિ ન કરવી જોઈએ.
કૃષિ ઉપજ વ્યાપાર તેમજ વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) બિલ 2020 અંતર્ગત ખેડૂત કે પછી વ્યાપારી પોતાની ઉપજને મંડીની બહાર પણ અન્ય માધ્યમોથી સરળતાથી વેપાર કરી શકશે.
આ બિલ મુજબ, ખેડૂતો રાજ્યની સરહદમાં અથવા રાજ્યની બહાર, દેશના કોઈપણ ભાગમાં તેમની પેદાશોનો વેપાર કરી શકશે. આ માટે વ્યવસ્થા કરવામાં આવશે. મંડીઓ ઉપરાંત વ્યાપાર ક્ષેત્રમાં ફાર્મગેટ, વેયર હાઉસ, કોલ્ડસ્ટોરેજ, પ્રોસેસિંગ યૂનિટો પર પણ બિઝનેસ કરવાની આઝાદી હશે. વચેટીયાઓ દૂર થાય તેના માટે ખેડૂતો પાસેથી પ્રોસેસર્સ, નિર્યાતકો, સંગઠિત રિટેલરોનો સીધો સંબંધ સ્થાપિત કરવામાં આવશે.
બિલના બાદ તે સરળતાથી પોતાનો વ્યાપાર કરી શકશે
ભારતમાં નાના ખેડૂતોની સંખ્યા વધારે છે, લગભગ 85 ટકા ખેડૂતો પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે, એવામાં તેમને મોટા ખરીદદારો સાથે વાત કરવામાં પરેશાની આવતી હતી. તેના માટે તેઓ કાં તો મોટા ખેડૂત કે પછી વચેટીયાઓ પર નિર્ભર રહેતા હતા. પાકનો યોગ્ય ભાવ, યોગ્ય સમયે મળવો સંભવ નહોતો હોતો. આ બિલના બાદ તે સરળતાથી પોતાનો વ્યાપાર કરી શકશે.
ખેડૂત (સશક્તિરણ તેમજ સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર બિલ ખેડૂતોને વેપારીઓ, કંપનીઓ, પ્રસંસ્કરણ એકમો, નિર્યાતકો સાથે સીધું જોડે છે. આ કૃષિ કરારના માધ્યમથી વાવણી પહેલા જ ખેડૂતને ઉપજના ભાવ નિર્ધારિત કરવા અને વાવણી પહેલા ખેડૂતોને મૂલ્યનું આશ્વાસન આપે છે.
દેશમાં 10 હજાર ખેડૂત ઉત્પાદક સમૂહ નિર્મિત કરવામાં આવી રહ્યા છે.
ખેડૂતોને કરારમાં પૂર્ણ સ્વતંત્રતા રહેશે, તે પોતાની ઈચ્છાના અનુરૂપ ભાવ નક્કી કરી ઉપજ વેચશે. દેશમાં 10 હજાર ખેડૂત ઉત્પાદક સમૂહ નિર્મિત કરવામાં આવી રહ્યા છે. આ એફપીઓ નાના ખેડૂતોને છોડીને તેમના પાકને બજારમાં ઉચિત લાભ અપાવવાની દિશામાં કાર્ય કરશે.
નવા બિલમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય એટલે કે MSPને નથી હટાવવામાં આવ્યા. પીએમ નરેન્દ્ર મોદી જણાવી ચૂક્યા છે કે એમએસપીને ખતમ નથી કરવામાં આવી રહ્યો પરંતુ ‘બહારની મંડિયો’ને પાકની કિંમત નક્કી કરવાની પરવાનગી આપવાને લઈ ખેડૂત આશંકિત છે.
ખેડૂતોની આ ચિંતાઓ વચ્ચે રાજ્ય સરકારો-ખાસ કરીને પંજાબ અને હરિયાણાને આ વાતનો ડર સતાવી રહ્યો છે કે જો ખાનગી ખરીદદાર જો સીધા ખેડૂતો પાસેથી અનાજ ખરીદશે તો તેમને મંડીઓમાં મળનારા ટેક્સનું નુકસાન થશે.
એમએસપીમાં 50 રૂપિયાથી 300 રૂપિયે પ્રતિ ક્વિન્ટલ સુધીની વૃદ્ધિ કરી
કૃષિ સુધારના બિલને લઈ મચેલા ધમાસાણ વચ્ચે સરકારે પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્યની જાહેરાત કરી દીધી છે. બિનેટની આર્થિક મામલાની સમિતિએ આ મંજૂરી આપી દીધી છે. ખેડૂતોની ચિંતાને જોતા એક મહિના પહેલા જ ન્યૂનતમ સમર્થન મૂલ્ય મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારે એમએસપીમાં 50 રૂપિયાથી 300 રૂપિયે પ્રતિ ક્વિન્ટલ સુધીની વૃદ્ધિ કરી છે. ખેડૂતો પાસેથી તેમના અનાજની ખરીદી FCI તેમજ અન્ય સરકારી એજન્સીઓ એમએસપી પર કરશે.
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના અનુસાર, રવી પાક માટે ચણાની એમએસપીમાં 225 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની વૃદ્ધિ કરવામાં આવી છે અને તે વધીને 5100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. મસૂરનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવામાં આવ્યું છે અને તે 5100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયું છે.
તેઓએ જણાવ્યું કે, સરસોના એમએસપીમાં 225 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની વૃદ્ધિ કરવામાં આવી છે અને તે વધીને 4650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયું છે. જે ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં 75 રૂપિયાની વૃદ્ધિ બાદ તે 1600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને કુસુમના એમએસપીમાં 112 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની વૃદ્ધિ સાથે તે 5327 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયું છે.
કૃષિ બિલોના વખાણ કરતા ‘પીએમએ કહ્યું કે ‘આપણા દેશમાં અત્યાર સુધીમાં ઉપજ વેચાણની જે વ્યવસ્થા ચાલી આવી રહી હતી, જે કાયદો હતો, તેણે ખેડૂતોના હાથ-પગ બાંધેલા હતા. આ કાયદાની આડમાં દેશમાં એવા તાકાતવાર ગેંગ પેદા થઈ ગયા હતા, જે ખેડ઼ૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા હતા.’