બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / against the incident of fire in a flat in Eden-V Godrej Garden City Ahmedabad this morning

અમદાવાદ / 'નાસ્તા બનાવવા બાબતે ઝઘડા પછી પત્ની સાથે છરાથી યુદ્ધ, ફ્લેટ સળગાવ્યો...' પત્નીની મોત બાદ પતિનું શંકાસ્પદ નિવેદન

Kishor

Last Updated: 07:07 PM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન-Vમાં ફ્લેટમાં આજે સવારે આગ લાગ્યાની ઘટના સામે આવી હતી.આ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર જ પતિ-પત્નીએ એક બીજાને છરીના ઘા માર્યા હોય તે રીતે પડ્યાં હતા. જેમાં મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે પતિ હોસ્પિટલ બિછાને છે ત્યારે આ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે...

  • અમદાવાદ ગોદરેજ ગાર્ડન સીટી ઘટના એ પારિવારિક ઘટના છે : સંઘવી 
  • આવી ઘટનામાં શી ટિમ કામ કરતી હોય છે: સંઘવી 
  • શી ટીમે ઘણા લોકોની જિંદગી બચાવી છે હર્ષ સંઘવી

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન-Vમાં ફ્લેટમાં આજે સવારે આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ પતિએ પત્નીની હત્યા કરીને ફ્લેટમાં આગ ચાંપી હોવાના પણ અહેવાલો મળી રહ્યા હતા. જોકે હવે આ સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત પતિએ દાવો કર્યો છે કે, નાસ્તો બનાવવા મામલે માથાકૂટ થઈ હતી જે બાદ પત્નીએ છરીથી હુમલો કર્યો હતો. જે બાદમાં પત્નીએ પોતાની જાતે જ ગળુ કાપીને ઘરને આગ ચાંપી હતી. આ ઘટનાને લઈને સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે.

આવી ઘટનામાં પોલીસની શી ટીમ કામ કરે છે : હર્ષ સંઘવી

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં ઇડન સોસાયટીમાં મોત મામલે હર્ષ સંઘવીએ કહ્યું કે આ  પારિવારિક ઘટના છે. ગૃહ કંકાશમાં આવી ઘટનાઓ ન બને તે માટે ગુજરાત રાજ્યમાં પોલીસની શી ટીમ કામ કરતી હોય છે. ભૂતકાળમાં શી ટીમ દ્વારા અનેક લોકોના ઘરના ઝઘડાઓ અટકાવી મહિલાઓ અને પુરૂષો વચ્ચે સમાધાન કરી વલણ અપનાવી શી ટીમેં ઘણા લોકોની જિંદગી બચાવી છે. વધુમાં કાંકશના આવા કિસ્સાઓ અટકે તે માટે પોલીસ અને સામાજિક કાર્યકરો પણ કાર્ય કરી રહ્યા છે.

શુ કહ્યું ACP ડી.વી. રાણાએ   

હત્યા અને આગ મામલે એલ ડિવિઝનના  ACP ડી.વી. રાણાનું નિવેદન સામે આવ્યું છે. જેમા તેમણે કહ્યું કે પતિ અને પત્ની વચ્ચે અણબનાવ કે મોટા ઝઘડા થતા હોવાનું ખુલ્યું નથી. મૂળ ઉત્તરપ્રદેશના આગ્રાનો પરિવાર રહેવાસી છે. જેમાં  જાપાનની ટોરે કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે અને વર્ષ 2017થી પત્ની અનિતા અને 2 સંતાન સાથે ઇડન સોસાયટીમાં રહતા હિવાનું ACPએ જણાવ્યું હતું.

પતિએ આપ્યું શંકાસ્પદ નિવેદન

સમગ્ર ઘટના બાદ પતિનું નિવેદન સામે આવ્યુ છે આ મામલે પત્નીએ ખૂદ પોતાનું ગળું કહ્યું હોવાનું શંકાસ્પદ નિવેદન આપ્યું છે. વધુમાં પતિએ જણાવ્યું કે પત્ની હાઇપર ટેનશનમાં હતી અને નાસ્તા બનાવવા બાબતે ઝઘડો થયો હતો ત્યારબાદ મારા પર પત્નીએ છરી વડે હુમલો કર્યો હોવાનું પતિએ જણાવ્યું હતું. એટલું જ નહીં આગ પણ પત્નીએ લગાવી હોવાનું પતિએ શંકાસ્પદ નિવેદન આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે પતિના નિવેદનને લઈને વૈજ્ઞાનિક ટેકનોલોજીના ઢબે તપાસ કરવામાં આવશે. જોકે પત્નીના પેનલ ડૉકટરથી પોસ્ટ મોર્ટમ બાદ મોતનું સાચું કારણ આવશે બહાર આવી શકે છે.

આવી હતી સમગ્ર ઘટના!

 અમદાવાદના પોશ વિસ્તારમાં આગની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. આજે સવારે ગોદરેજ ગાર્ડન સિટીમાં ઈડન-Vમાં ફ્લેટના બ્લોકના ચોથા માળે અચાનક આગ લાગી હતી. સવારના સમયે V-405માં રેટ અનિલ વઘેલ અને તેમની પત્ની અનિતા બઘે વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. જોકે આ દરમ્યાન અચાનક ઝઘડો ઉગ્ર બન્યા બાદ બંનેએ એક બીજા ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં મહિલાનુ મોત નિપજયુ છે.જોકે હવે આ મામલે ઇજાગ્રસ્ત પતિનું મોટું નિવેદન સામે આવ્યું છે.


શું કહ્યું સિક્યુરિટી ગાર્ડે ? 

સમગ્ર મામલે ફ્લેટના સિક્યુરિટી ગાર્ડને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, V બ્લોકમાં ચોથા માળે આગ લાગતા અમે અન્ય ગાર્ડ સાથે તાત્કાલિક દોડી ઉપર ગયા હતા. આમરે ત્યાં પહોંચીને જોયું તો, 405 નંબરમાં રહેતા અનિલ બઘેલ દરવાજો ખોલીને બહાર આવતા હતા અને તેમની પત્ની અંદર હતા. જોકે બંને પતિ-પત્ની ઈજાગ્રસ્ત હાલતમાં હતા. જે બાદમાં અમે બંનેને નીચે લાવ્યા હતા. જોકે સિક્યુરિટી ગાર્ડે પણ કહ્યું હતું કે, પતિ-પત્ની બંને ઘરમાં જ ઝઘડ્યા અને પછી આગ લાગી કે લગાડી તે ખબર નથી.


અમે સીડીઓથી નીચે ઉતર્યા અને...... 

આ તરફ અન્ય એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, તેમના ઘરમાંથી ધુમાડો નીકળતા હું અને મારા પતિ અમે બંને બહાર નીકળ્યા હતા. જય જોયું તો ઘરમાંથી ધુમાડો જોવા મળ્યો હતો. જે બાદમાં અમે તરત જ અમે સીડીઓથી નીચે ઊતર્યા ત્યારે આગ લાગેલી જોવા મળી હતી. નીચે આવીને જોતા બેથી ત્રણ લોકો ઊભા હતા. ત્યારબાદ અમે સીધો પોલીસને ફોન કર્યો હતો કે, આ જગ્યાએ આગ લાગવાની ઘટના બની હતી. પાંચથી દસ મિનિટની અંદર અમને સામેથી ફાયર બ્રિગેડ માંથી ફોન આવ્યો કે, કઈ જગ્યાએ આગ લાગી છે ? જેથી અમે માહિતી આપતાએટલે પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ