બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / After VTV's 'Operation Coaching Class', the Education Department ordered an investigation, setting up in schools, Karnakhel was running with regular attendance.

કાર્યવાહી / VTVના 'ઓપરેશન કોચિંગ ક્લાસ' બાદ શિક્ષણ વિભાગે આપ્યા તપાસના આદેશ, સ્કૂલોમાં સેટિંગ કરી બારોબાર હાજરીનો ચાલતો હતો કાળોખેલ

Vishal Khamar

Last Updated: 05:47 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV NEWSનું સૌથી મોટા સ્ટિંગ ઓપરેશન બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. જેમાં ઓપરેશન કોચિંગ ક્લાસ બાદ શિક્ષણ વિભાગે તપાસનાં આદેશ આપ્યા છે. ત્યારે આ બાબતે શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે આવી શાળાઓ સામે પગલા ભરવામાં આવશે.

  • VTV NEWSનું સૌથી મોટા સ્ટિંગ ઓપરેશન બાદ શિક્ષણ વિભાગ હરકતના 
  • ઓપરેશન કોચિંગ ક્લાસ બાદ શિક્ષણ વિભાગે આપ્યા તપાસના આદેશ 
  • આવી શાળાઓ સામે ભરાશે પગલાં - શિક્ષણ અધિકારી 

શિક્ષણને વેપાર બનારતા લોકોનો VTV ન્યુઝે પર્દાફ્રાશ કર્યો છે. સરકારને અંધારામાં રાખી સ્કૂલો કમાણી કરી રહી છે. સ્કૂલોને હથિયાર બનાવી ખાનગી ઈન્સ્ટિટ્યુટો વેપાર કરી રહ્યા છે.  બોગસ એડમિશન કાંડનો સૌથી મોટો ખુલાસો VTV NEWS દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સૌથી ગંભીર રમતનો ખુલાસો કરવામાં આવ્યો છે. બોગસ એડમિશન પર ટ્યુશન ક્લાસિસો ધમધમી રહ્યા છે.

સ્કૂલે ગયા વગર વિદ્યાર્થીનાં ઈન્ટરનલ માર્ક પણ મળી જાય છે

બે ખાનગી ઈન્સ્ટિટ્યુટમાં VTV NEWS દ્વારા કરાયું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્સ્ટિટ્યુટો દ્વારા વાલીઓ પાસેથી ટ્યુશનના નામે લાખો રૂપિયા ઉઘરાવાય છે. તેમજ સ્કૂલોમાં સેટિંગથી જ વિદ્યાર્થીઓની હાજરી પુરાઈ જાય છે. તેમજ સ્કૂલે ગયા વગર વિદ્યાર્થીનાં ઈન્ટરનલ માર્ક પણ મળી જાય છે.  ત્યારે હવે સેટિંગ કરનાર શાળાઓ સામે શિક્ષણ વિભાગ આકરા પગલા ભરવાની તૈયારીમાં છે. ત્યારે કોચિંગના વાલીઓનાં ખિસ્સા ખંખેરવામાં આવે છે. ત્યારે અમદાવાદ જ નહિ પણ રાજકોટ, બરોડા અને સુરતમાં પણ વિદ્યાનો વેપાર થાય છે.  VTV ન્યૂઝના ઓપરેશન કોચિંગ બાદ ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. 

આવી કોઈ શાળા જો ધ્યાન પર આવશે  પગલા લેવા બોર્ડની મોકલી આપશુંઃ જિલ્લા શિક્ષણાધિકારી
આ બાબતે અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી આર.એમ.ચૌધરીએ જણાવ્યું હતું કે,  ગઈકાલે જે રીતે માહિતી મળી છે. તે પહેલા પણ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ અમને જાણકારી આપી સૂચના પણ આપેલી છે કે આવી કોઈ શાળા કે જેમાં વિદ્યાર્થીઓની હાજરી માત્ર પેપર પર હોય અને વિદ્યાર્થીઓ કોઈ ક્લાસિસમાં હાજર રહેતા હોય. તેવું બનતું હોય તો તેવી શાળાઓની તાત્કાલિક માહિતી આપો. અમે એજ પ્રકારે તરત જ પત્ર કરી ફિલ્ડમાં તમામ શાળાઓને સૂચના આપી છે.  ત્યારે અત્યારે વેકેશનનો સમયગાળો છે.  છતાં પણ ફિલ્ડનાં એઆઈ, ઈઆઈ તેમજ તમામ શાળાઓને સૂચના આપી છે કે આવું કોઈ પણ શાળામાં ન બનતું હોવું જોઈએ.

આર.એમ.ચૌધરી (અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી)

 આ બાબતે તમામ બીટમાં વિસ્તારોમાં તપાસ કરવામાં આવશેઃ જિલ્લા શિક્ષણાધિકારી

અમદાવાદ શહેરની કોઈ પણ શાળામાં ગેરકાયદેસર રીતે  આ પ્રકારે કોઈ વિદ્યાર્થીની હાજરી ક્લાસિસમાં હોય અને શાળામાં હાજરી પુરાતી હોય તેવું ન બનવું જોઈએ તે સુનિશ્ચિત કરવાનું છે.  જેવી શાળા શરૂ થાય ત્યારે તમામ બીટમાં વિસ્તારોમાં જે છે તેની તપાસ કરવામાં આવશે. ક્રોસ ચેકીંગ કરવામાં આવશે અને આવી કોઈ પણ શાળા જો ધ્યાન પર આવશે તો તાત્કાલિક તેની સામે પગલા લેવા માટે બોર્ડની મોકલી આપવામાં આવશે. અને જે કોઈ સૂચના બોર્ડ દ્વારા મળશે તેની અમે શાળાઓને સૂચના આપી આ પ્રકારે કામગીરી કરી પગલા લેવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ